200 રૂપિયાને નવી નોટ સાથે જોડાયેલી 5 ખાસ વાતો

Posted By:
Subscribe to Oneindia News

જલ્દી જ તમારા પાકિટમાં 200 રૂપિયાની નવી નોટ આવી જશે. સુત્રોથી જે માહિતી મળે છે તે મુજબ 2000 રૂપિયાની છપાઇ બંધ કરાઇને નવી 200 રૂપિયાની નોટની છપાઇ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેથી કરીને જલ્દી જ 200 રૂપિયાની નવી નોટ બજારમાં આવી શકે. ત્યારે 200 રૂપિયાની આ નવી નોટોમાં કંઇ વસ્તુઓ ખાસ છે જાણો અહીં...

200 રૂપિયાની નવી નોટ

200 રૂપિયાની નવી નોટ

ભારતીય રિર્ઝવ બેંકોમાં નોટ છપાવાના મામલે કેટલાક અધિકારીઓએ પૃષ્ટી કરી છે. અને તેવું પણ જાણવા મળ્યું છે કે 200 રૂપિયાની આ નવી નોટ આવતા મહિના સુધી બહાર પાડી દેવામાં આવશે. જેથી કરીને જલ્દી જ લોકોને પણ 200 રૂપિયાની નવી નોટ મળી શકે.

2000ની નોટ

2000ની નોટ

200 રૂપિયાની નોટને જલ્દી બજારમાં લાવવા માટે રિઝર્વ બેંકે 5 મિનિટ પહેલા જ 2000 રૂપિયાની નોટને છાપવાનું બંધ કરી દીધું હતું. આ સમયે ભારતીય રિઝર્વ બેંક તેનું સંપૂર્ણ ધ્યાન 200 રૂપિયાની નવી નોટને લોન્ચ કરવામાં લગાવી રહ્યું છે તેવું જાણવા મળ્યું છે.

એટીએમમાં નહીં મળે નોટ

એટીએમમાં નહીં મળે નોટ

ભારતીય રિઝર્વ બેંક 200 રૂપિયાની નવી નોટને લઇને એક ખાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જે મુજબ 200 રૂપિયાની આ નવી નોટ એટીએમ દ્વારા બહાર પાડવામાં ના આવે તેવું સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે 200 રૂપિયાની આ નવી નોટ ખાલી બેંક દ્વારા જ શરૂઆતી સમયે મળે તો સારું. આમ કરવાથી એટીએમ દ્વારા 200 રૂપિયાનો હિસાબ બનાવવામાં આવતી મુશ્કેલીથી છૂટકારો મેળવી શકાય.

એડવાન્સ ફિચર

એડવાન્સ ફિચર

રિપોર્ટ મુજબ તેવું જાણવા મળ્યું છે કે અન્ય નોટોની જેમ જ 200 રૂપિયાની આ નોટ તમામ એડવાન્સ સુરક્ષા ફિચર્સ હશે. જેથી કરીને આ નવી નોટોની નકલી નોટ બજારમાં ના આવી શકે. ઉલ્લેખનીય છે કે નોટબંધી પાછળ પણ સરકારનો એ જ વિચાર હતો કે નકલી નોટોથી ભારતીય અર્થતંત્રને થતું નુક્શાન અટકી શકે.

English summary
Interesting things about the upcoming 200 rupees note. Read here in details.
Please Wait while comments are loading...