અદાણી હિંડનબર્ગ મુદ્દે 22 તપાસ અંતિમ અને 2 અંતરીમ ચરણમાં, જાણો શું કહ્યું સેબીએ?
અદાણીને લઈને હિંડનબર્ગના રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે વારંવાર સેબીની કાર્યવાહી પર સવાલ કર્યા છે ત્યારે સેબીએ કોર્ટને તપાસને લઈને માહિતી આપી છે.
સેબીએ કોર્ટને જણાવ્યુ કે, 24માંથી 22 તપાસ અને અંતિમ ચરણમાં છે અને 2 તપાસ અંતરિમ ચરણ સુધી પહોંચી છે. આ મુદ્દે બહારની એજન્સીઓના રિસ્પોન્સની રાહ જોવાઈ રહી છે.

સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટમાં સેબીએ જણાવ્યુ કે, શુક્રવાર સુધીમાં 22 અંતિમ તપાસ અહેવાલ અને એક વચગાળાના તપાસ અહેવાલને વર્તમાન નિયમ અને પ્રક્રિયાઓ અનુસાર સક્ષમ અધિકારી દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.
સેબીએ જણાવ્યુ કે, અન્ય એક બાબતમાં વચગાળાના તારણો જવાબદાર અધિકારી દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. વચગાળાના તપાસ અહેવાલો સંદર્ભે સેબીએ બાહ્ય એજન્સીઓ/એન્ટિટીઓ પાસેથી માહિતી માંગી છે અને આ માહિતી પ્રાપ્ત થયા પછી તેનું મૂલ્યાંકન કરાશે.
આ સ્ટેટસ રિપોર્ટમાં સેબીએ જણાવ્યુ કે, તપાસમાં મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ-સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) રૂલ્સ 1957ના નિયમ 19Aનું ઉલ્લંઘન, હાલના કાયદાના ઉલ્લંઘન અને શેરના ભાવમાં હેરાફેરી, સંબંધિત પાર્ટી ટ્રાન્ઝેક્શન સાથે વ્યવહારો જાહેર કરવામાં નિષ્ફળતાના મુદ્દા આવરી લેવાયા છે.
રિપોર્ટમાં આગળ જણાવાયુ છે કે તપાસમાં, સેબી (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ) રેગ્યુલેશન્સ 2014 અને 2019નું સંભવિત ઉલ્લંઘન, સેબી (શેર અને ટેકઓવરનું નોંધપાત્ર સંપાદન) રેગ્યુલેશન્સ 2011નું સંભવિત ઉલ્લંઘન સામેલ છે.
સેબીએ કોર્ટને જણાવ્યું કે, કાયદા અનુસાર તપાસના પરિણામોના આધારે યોગ્ય પગલાં લેવાશે. સુપ્રીમ કોર્ટે 2 માર્ચ અને 17 મે 2023ના રોજ જારી કરેલા આદેશોના સંદર્ભમાં વધુ સમય માટે સેબીની અરજીને ફગાવી છે અને આ મામલે તપાસ પૂર્ણ કરવા અને સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવા કહ્યું છે.












Click it and Unblock the Notifications
