23 જુલાઇ, 2014 : બિઝનેસ ન્યુઝ હાઇલાઇટ્સ, સ્ટોક માર્કેટ વધીને બંધ

ભારતના બજારો અને બિઝનેસમાં સતત ઉતાર ચઢાવ જોવા મળે છે. સરકારના એક નિર્ણય કે નીતિની અસરથી વૃદ્ધિ, વિકાસ, રોજગારી, મોંઘવારી પર અસર પડે છે. ભારતનું ઉદ્યોગ જગત કઇ દિશામાં કેવી રીતે આગળ વધી રહ્યું છે. તેના રોજે રોજની મહત્વની હાઇલાઇટ્સ વાંચવા માટે સ્લાઇડરમાં ક્લિક કરો...

સ્ટોક માર્કેટ વધીને બંધ

સ્ટોક માર્કેટ વધીને બંધ


આજે BSE સેન્સેક્સ 121 પોઇન્ટ વધીને 26,1473.33ની સપાટીએ બંધ રહ્યો છે. જ્યારે NSE નિફ્ટી 31.50 પોઇન્ટના વધારા સાથે 7,799.35ની સપાટીએ બંધ રહ્યો છે. આજે સવારે માર્કેટ ગ્રીન ઝોનમાં ઓપન થયું હતું. ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ ક્ષણોમાં સેન્સેક્સ 114.49 પોઈન્ટ ઉછળીને 26140.29 પોઈન્ટની સપાટીએ અને નિફ્ટી 28.30 પોઈન્ટ વધીને 7,796.15 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. જો કે બપોરના સમયે BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.10 ટકા અને 0.65 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. આજે આઈટી, ટેક્નોલૉજી, બેન્ક, કન્ઝયુમર ડ્યુરેબલ્સ અને કેપિટલ ગુડ્ઝ શેરો પ્લસમાં અને ફાર્મા, એફએમસીજી, ઑયલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેરો માઇનસમાં ટ્રેડ થયા હતા.

4 નવી એરલાઇન્સ ઉડાન ભરશે ભારતીય બજારમાં

4 નવી એરલાઇન્સ ઉડાન ભરશે ભારતીય બજારમાં


કેન્દ્ર સરકારે 6માંથી 4 કંપનીઓને ફ્લાઈંગ લાઈસન્સ આપી દીધું છે. આવનારા મહિનાઓમાં ભારતના આકાશમાં વધુ નવી એરલાઈન્સના વિમાનો ઉડતા થઈ જશે. આ કંપનીઓએ ખાનગી કે ચાર્ટર ઉડ્ડયન સેવાઓ માટેના લોન્ચિંગ શેડ્યૂલ માટે પરવાનગી માગી હતી. જે કંપનીઓને એર ઓપરેટર્સ પરમીટ (એઓપી) અથવા ફ્લાઈંગ લાઈસન્સ આપવામાં આવ્યા છે તેમાં એરએશિયા ઈન્ડિયા, લિગેર એવિએશન લિમિટેડ, ક્વિકજેટ કાર્ગો એરલાઈન્સ અને LEPL પ્રોજેક્ટ્સ લિમિટેડનો સમાવેશ થાય છે. બે કંપનીની માગણીને પેન્ડિંગ રાખવામાં આવી છે. આ બે કંપનીમાં ટાટા-એસઆઈએ એરલાઈન્સ લિમિટેડ અને એર પેગેસસ લિમિટેડ છે.

ટેલિકોમ કંપનીને સ્પેક્ટ્રમ હિસ્સેદારીની દરખાસ્ત

ટેલિકોમ કંપનીને સ્પેક્ટ્રમ હિસ્સેદારીની દરખાસ્ત


ટેલિકોમ નિયમનકાર ટ્રાઇએ સર્કલમાં સમાન સ્પેક્ટ્રમની કોઈ પણ કેટેગરીમાં હિસ્સેદારી કરવા માટે ટેલિકોમ કંપનીઓને મંજૂરી આપવા દરખાસ્ત કરી છે. તેમાં વહીવટી કિંમતે ફાળવવામાં આવેલા એરવેવ્ઝનો તથા બેન્ડવિડ્થ પરની મર્યાદાને હળવી કરવાનો સમાવેશ થાય છે. આમ થવાથી ટેલિકોમ કંપનીઓ વધારે ઊંચી આવક મેળવી શકશે. જ્યારે ગ્રાહકોને વધારે ગુણવત્તાયુક્ત વોઇસ સર્વિસિસ તથા ઝડપી ડેટા સ્પીડ અને ટેરિફમાં ફાયદો થશે.

ઓછા પગારદારને પણ મળશે PFનો લાભ

ઓછા પગારદારને પણ મળશે PFનો લાભ


કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે મહિને 15,000 રૂપિયા સુધીનો પગાર મેળવનાર કર્મચારીને પણ પ્રોવિડંટ ફંડ (PF)નો લાભ મળશે. ઉપરાંત કર્મચારી પેન્‍શન યોજના હેઠળ હવે તમામ કર્મચારીઓને ઓછામાં ઓછું મહિને રૂપિયા 1,000 પેન્‍શન આપવાના પ્રસ્‍તાવને મંજૂરી આપવામાં આવી છે. પીએફ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ કર્મચારી ભવિષ્‍ય નિધિ સંગઠન દ્વારા અત્‍યાર સુધી દર મહિને 6,500 રૂપિયા પગાર મેળવતા કર્મચારીઓને જ પ્રોવિડંટ ફંડનો લાભ આપવામાં આવતો હતો. જેના પગલે લાંબા સમયથી આ યોજનાનો વિસ્‍તાર કરવાની કવાયત ચાલતી હતી.

ગોલ્ડ જ્વેલરી સામે લોનનાં નિયમોમાં ઢીલ

ગોલ્ડ જ્વેલરી સામે લોનનાં નિયમોમાં ઢીલ


રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ સોનાની જ્વેલરી સામે ધિરાણ આપવાનાં ધોરણો હળવાં બનાવ્યાં છે. બિન કૃષિ હેતુ માટે લોન પરની રૂપિયા 1 લાખની મર્યાદા હળવી કરવામાં આવી છે. RBIએ આના અમલીકરણનો નિર્ણય વ્યક્તિગત બેન્કો પર છોડ્યો છે. RBIના પરિપત્ર અનુસાર આ પ્રકારની લોનની મુદત મંજૂર કર્યા બાદ 12 મહિનાથી વધુની ન હોવી જોઈએ. લોનની સમગ્ર મુદત દરમિયાન લોન ટુ વેલ્યૂ રેશિયો (એલટીવી) 75 ટકા જાળવી રાખવો પડશે જેનો અર્થ એ કે ધિરાણ લેનારને સોનાની જ્વેલેરીના 75 ટકા મૂલ્યની લોન જ પ્રાપ્ત થશે . RBIએ સ્પષ્ટતા કરી છે કે વ્યાજની ગણતરી મહિનાના હિસાબે કરાશે .

સરકાર સોનાની આયાત પરના નિયંત્રણો ચાલુ રાખી શકે

સરકાર સોનાની આયાત પરના નિયંત્રણો ચાલુ રાખી શકે


કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ રાજ્ય સભામાં લેખિત ઉત્તરમાં કહ્યું છે કે સોનાની આયાત પરના નિયંત્રણોને સરકાર ચાલુ રાખવા માગે છે. આ નિયંત્રણોના પરિણામ સારા આવ્યા છે. વધતી જતી કરન્ટ એકાઉન્ટ ડેફિસીટ (CAD)ને અંકુશમાં રાખવા આગલી યુપીએ સરકારે લીધેલા આ તેમજ અન્ય પગલાને એનડીએ સરકાર ચાલુ રાખશે. વર્ષ 2012-13માં CADનો આંક જીડીપીના 4.7 ટકા અથવા 88.2 અબજ ડોલર સુધી વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો.

ગૂગલ ઇંકમાં ભારતીયોનું વર્ચસ્વ વધશે

ગૂગલ ઇંકમાં ભારતીયોનું વર્ચસ્વ વધશે


ગૂગલના ચીફ બિઝનેસ ઓફિસર કેશ અરોડાકંપની છોડશે પછી પણ ભારતીયોનું વર્ચસ્વ વધશે. કારણ કે તેમના સ્થાને કંપની અન્ય ત્રણ ભારતીય એન્જિનીયર્સના માર્ગદર્શન પર આગળ વધશે. આ ત્રિપુટીમાં મિત સિંઘલ, સુંદર પિચાઇ અને શ્રીધર રામાસ્‍વામીનો સમાવેશ થાય છે. ત્રણેય સીધા ગૂગલના કો-ફાઉન્‍ડર અને સીઇઓ લૈરી પેજને રિપોર્ટ કરે છે. સિંઘલ, પિચાઇ અને રામાસ્‍વામી પણ અરોડાની જેમ વાઇસ પ્રેસિડેન્‍ટ છે. તે ગૂગલના ટોપ 8 એગ્‍જીક્‍યુટીવવાળા ગ્રુપનો હિસ્‍સો છે.
ગૂગલના એડ પ્રોડક્‍ટસનું એન્‍જીનિયરીંગ રામાસ્‍વામી મેનેજ કરે છે. ઘલ સર્ચ ઓપરેશન્‍સ હેડ કરે છે. જ્યારે પિચાઇ ક્રોમ, એન્‍ડ્રોઇડ અને એપ્‍સનું મોનિટરિંગ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X