For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

25 જુલાઇ, 2014 : બિઝનેસ ન્યુઝ અપડેટ્સ

|
Google Oneindia Gujarati News

ભારતના બજારો અને બિઝનેસમાં સતત ઉતાર ચઢાવ જોવા મળે છે. સરકારના એક નિર્ણય કે નીતિની અસરથી વૃદ્ધિ, વિકાસ, રોજગારી, મોંઘવારી પર અસર પડે છે. ભારતનું ઉદ્યોગ જગત કઇ દિશામાં કેવી રીતે આગળ વધી રહ્યું છે. તેના રોજે રોજની મહત્વની હાઇલાઇટ્સ વાંચવા માટે સ્લાઇડરમાં ક્લિક કરો...

માર્કેટમાં મંદીનો માહોલ; સેન્સેક્સ - નિફ્ટી ઘટીને બંધ

માર્કેટમાં મંદીનો માહોલ; સેન્સેક્સ - નિફ્ટી ઘટીને બંધ


આજે દિવસ દરમિયાન શેર બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. જેના પગલે BSE સેન્સેક્સ 166.99 પોઇન્ટ ઘટીને 26,104.86ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સાથે NSE નિફ્ટી પણ 4.60 પોઇન્ટ ઘટીને 7784 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇના મિડકેપ શેર 0.80 ટકા અને સ્મોલકેપ શેર્સ 1.36 ટકા ઘટાડા સાથે ટ્રેડ થયા હતા. આજે બપોરે રિયલ્ટી, મેટલ, પાવર, કેપિટલ ગૂડ્ઝ તેમજ IT શેરોમાં વેચવાલીને પગલે માર્કેટ રેડ ઝોનમાં ચાલ્યું હતું. જ્યારે માત્ર વીમા, ફાર્મા તેમજ FMCG શેરોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યા હતા.

ધોલેરા SIR મુદ્દે ગુજરાત અને કેન્દ્રને HCની નોટિસ

ધોલેરા SIR મુદ્દે ગુજરાત અને કેન્દ્રને HCની નોટિસ


ગુજરાત હાઈ કોર્ટે અમદાવાદ નજીક ધોલેરામાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ( SIR) જાહેર કરવા અંગે બહાર પાડવામાં આવેલા જાહેરનામાને પડકારતી જાહેર હિતની અરજી વિશે રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. કેન્દ્ર, રાજ્ય અને ધોલેરા સર ઓથોરિટીએ આ નોટિસનો જવાબ બે સપ્તાહમાં આપવાનો રહેશે. આ નોટિસ ગુજરાતમાં ખેડૂતોના સંગઠન 'ગુજરાત ખેડૂત સમાજ' અને ધોલેરાનાં 22 ગામના રહેવાસીઓએ 2009 માં રાજ્ય સરકારે જાહેર કરેલા જાહેરનામાને પડકારતી જાહેર હિતની અરજીના સંદર્ભમાં હાઈ કોર્ટે આ આદેશ આપ્યો હતો

ભારતમાં 2016માં ગ્રોથ રેટ 6.4 ટકા રહી શકે : IMF

ભારતમાં 2016માં ગ્રોથ રેટ 6.4 ટકા રહી શકે : IMF


ભારતનું અર્થતંત્ર આગામી સમયમાં વેગ પકડી શકે છે. આવી માહિતી ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ (IMF - આઇએમએફ) દ્વારા આપવામાં આવી છે. IMFના જણાવ્યા અનુસાર વર્ષ 2016માં ભારતનો વૃદ્ધિદર 6.4 ટકા રહી શકે છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ માટે આઇએમએફ દ્વારા 5.4 ટકાના ગ્રોથ રેટને યથાવત રાખ્યો છે. ઉપરાંત વર્ષ 2014 માટે આઈએમએફએ ગ્લોબલ ગ્રોથ અનુમાનને 3.6 ટકાથી ઘટીને 3.4 ટકા કર્યું છે. વર્ષ 2015માં આઈએમએફને ગ્લોબલ સ્થિતિ સુધરવાના અનુમાન સાથે ગ્લોબલ જીડીપી ગ્રોથ અનુમાન 3.9 ટકાથી વધારીને 4 ટકા કર્યો છે.

જૂની તારીખથી ટેક્સ વસૂલાત નહીં : કેન્દ્રીય નાણા પ્રધાન

જૂની તારીખથી ટેક્સ વસૂલાત નહીં : કેન્દ્રીય નાણા પ્રધાન


કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીએ આજે લોકસભામાં ફાઇનાન્સ બિલ પર જવાબ આપતા જણાવ્યું છે કે સરકાર રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ એટલે કે જૂની તારીખથી ટેક્સ વસૂલાત કરશે નહીં. જો કે જીએએઆર પર સરકારે હજી સુધી વિચાર કરાયો નથી. સરકારનો હેતુ રોકાણકારોને ભરોસો આપવાનો છે.

એરઇન્ડિયા લંડન ફ્લાઇટના મુસાફરોને ટોકટાઇમવાળા સીમ આપશે

એરઇન્ડિયા લંડન ફ્લાઇટના મુસાફરોને ટોકટાઇમવાળા સીમ આપશે


એર ઈન્ડિયા નવી સ્ટ્રેટેજી જ તેની લંડન જતી ફ્લાઈટ પર મુસાફરોને પ્રીલોડેડ ટોક-ટાઈમવાળા મફત સીમ કાર્ડ આપશે. ધીમે ધીમે આ સુવિધા યુરોપના રૂટ પર અન્ય ફ્લાઈટ્સ ઉપર પણ ઉપલબ્ધ કરાવાશે. ગ્રાહકોને વિમાન સફર દરમિયાન સારો અનુભવ કરાવવાની એરલાઈનની યોજનાના ભાગરૂપે આ સીમ કાર્ડ ઓફર કરાશે. એર ઈન્ડિયા લંડન જતા મુસાફરોને 1 પાઉન્ડની કિંમતે પ્રીલોડેડ ટોક-ટાઈમવાળા મફત સીમ કાર્ડ આપવા માટે બ્રિટનના મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે વાટાઘાટ કરી રહી છે.

એર એશિયાની બે નવી ફ્લાઇટ્સ સેવા શરૂ

એર એશિયાની બે નવી ફ્લાઇટ્સ સેવા શરૂ


બજેટ એરલાઇન એરએશિયા દ્વારા હવે જયપુર અને ચંડીગઢની ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. એરએશિયા 5 સપ્ટેમ્બરથી બેંગ્લોરથી જયપૂર અને બેંગ્લોરથી ચંડીગઢની ફ્લાઇટ શરૂ કરશે. એરએશિયા હજુ સુધી ખાલી બેંગ્લોરથી ગોવાની ફલાઇટ ચલાવી રહી છે. કંપનીને પોતાની બન્ને નવી ફ્લાઇટ્સના ભાડા 2000 રૂપિયા રાખ્યા છે. જો કે આ રૂટ પર પહેલેથી જ સ્પાઇસજેટ પણ 2000 રૂપિયામાં ટિકિટની ઓફર આપી રહી છે.

English summary
25 July, 2014 : News highlights of Business
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X