For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

28 જુલાઇ, 2014 : બિઝનેસ ન્યુઝ અપડેટ્સ

|
Google Oneindia Gujarati News

ભારતના બજારો અને બિઝનેસમાં સતત ઉતાર ચઢાવ જોવા મળે છે. સરકારના એક નિર્ણય કે નીતિની અસરથી વૃદ્ધિ, વિકાસ, રોજગારી, મોંઘવારી પર અસર પડે છે. ભારતનું ઉદ્યોગ જગત કઇ દિશામાં કેવી રીતે આગળ વધી રહ્યું છે. તેના રોજે રોજની મહત્વની હાઇલાઇટ્સ વાંચો...

adani-group-logo-gautam-adani

અદાણીની ઓસ્ટ્રેલિયન કોલસા ખાણ યોજનાને મંજુરી

ઓસ્ટ્રેલિયાની સરકારે મધ્ય ક્વીન્સલેન્ડમાં ભારતીય ઉદ્યોગગૃહ અદાણી જૂથની પેટા કંપની અદાણી માઇનિંગના ગૈલિલી બેસિનમાં 16.5 અબજ ડોલરની પ્રસ્તાવિત કારમાઇકલ કોલસા ખનન યોજનાને મંજુરી આપી દીધી છે. તેનાથી ભારતમાં 10 કરોડ લોકોને વીજળી મળી શકશે. ઓસ્ટ્રેલિયાના પર્યાવરણ મંત્રી ગ્રેગ હંટે સોમવારે આ યોજનાને મંજુરી આપી દીધી હતી. જો કે આ માટે અદાણીએ 36 આકરી શરતો પણ પૂરી કરવી પડશે. આ શરતો પર્યાવરણીય સુરક્ષા સંબંધિત છે.

અદાણી QIP ઈશ્યૂથી રૂપિયા 10,000 કરોડ એકત્ર કરશે
ગુજરાતના અગ્રણી ઉદ્યોગગૃહ ગૌતમ અદાણી જૂથના ભાવિ વિસ્તરણ માટે અદાણી એન્ટરપ્રાઇઝિસ , અદાણી પાવર અને અદાણી પોર્ટ્સના શેર વેચીને કુલ રૂપિયા 10,000 કરોડનું ભંડોળ એકત્ર કરવાની યોજના ઘડવામાં આવી છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે અદાણી જૂથ શેરના ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ ( QIP) દ્વારા નાણાં ઊભા કરવાની યોજના ધરાવે છે. સૂચિત ક્યુઆઇપી ઓગસ્ટના આખરી સપ્તાહથી શરૂ થશે અને સૌ પ્રથમ અદાણી પોર્ટ્સનો ઇશ્યૂ બહાર આવશે. આ માટે અદાણી એન્ટરપ્રાઇઝ ક્યુઆઇપીની મદદથી રૂપિયા 5,000થી 6,000 કરોડનું ભંડોળ એકત્ર કરશે. જ્યારે બાકીના રૂપિયા 4,000થી 5,000 કરોડની રકમ અદાણી પાવર અને અદાણી પોર્ટ વચ્ચે સરખું વિભાજન કરીને મેળવવામાં આવશે.

ડી બીયર્સ સુરતના હીરા વેપારીઓને કાચા હીરા આપશે
કાચા હીરાના ઉત્પાદન અને સપ્લાઈ પર પ્રભુત્વ રાખવા વાળી ડી બીયર્સ કંપની દ્વારા કાચા હીરાના પુરવઠો ઉપલબ્ધ કરવાના નિયમોમાં ફેરફાર કરવા જઇ રહી છે તેવો સંકેત આપ્યો છે. આ કારણે હીરાના નોન સાઈટ હોલ્ડર એટલે કે હીરાના વેપારીઓને પણ કાચા હીરા પૂરા પાડવાનો સંકેત આપ્યો છે. આમ થશે તો કાચા હીરાના પુરવઠા માટે ઝઝુમી રહેલા સુરતના વેપારીઓને લાગે છે કે તેમના માટે અચ્છે દિન આ ગયે હૈ.

સપ્તાહના પ્રથમ દિવસે શેરમાર્કેટ રેડ ઝોનમાં
આજે સપ્તાહના પ્રથમ દિવસે જ શેરમાર્કેટ રેડ ઝોનમાં રમી રહ્યું છે. શુક્રવારે માર્કેટ રેડ ઝોનમાં બંધ થયા બાદ આજે કારોબારની શરૂઆત ફ્લેટ સ્તરે શરૂ થઇ હતી. માર્કેટ શરૂ થયાની થોડી મીનિટો બાદ બાદ BSE સેન્સેક્સ 9.13 પોઈન્ટ ઘટીને 26,117 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5.05 પોઈન્ટ વધીને 7,420 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. જો કે સવારે સવારે 11 વાગે સેન્સેક્સ 96 અંક ઘટીને 26,031 અને નિફ્ટી 29 અંક ઘટીને 7,761ના સ્તર પર છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

માર્કેટમાં ખાસ કરીને રિયલ્ટી, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, હેલ્થકેર, એફએમસીજી, આઇટી સ્ટોક્સ રેડ ઝોનમાં છે. જ્યારે ઓટો અને કેપિટલ ગુડ્સ મામૂલી વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે.

English summary
28 July, 2014 : News highlights of Business
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X