For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2જી : RBI ગવર્નર ડી સુબ્બારાવે કોર્ટમાં ગવાહી આપી

|
Google Oneindia Gujarati News

d-subbarao
નવી દિલ્હી, 19 નવેમ્બર : ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના ગવર્નર ડી સુબ્બારાવે દિલ્હીની અદાલતમાં ચાલી રહેલા 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ કેસમાં ગવાહી આપતા કહ્યું કે તેમણે વર્ષ 2007માં અખિલ ભારતીય લાયસન્સ માટે સ્પેક્ટ્રમ ફીને લગભગ 1600 કરોડ રૂપિયા રાખવા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

વર્ષ 2007થી સપ્ટેમ્બર 2008 સુધી આર્થિક સચિવ રહેલા સુબ્બારાવ આ કેસમાં મુખ્ય ગવાહ છે. આ કેસમાં પૂર્વ ટેલિકોમ પ્રધાન એ રાજા અને અન્ય લોકો પણ કેસનો સામનો કરી રહ્યા છે.

નિવેદનના રેકોર્ડિંગ દરમિયાવ સુબ્બારાવે અદાલતને જણાવ્યું કે તેમણે 22 નવેમ્બર, 2007ના રોજ તત્કાલીન ટેલિકોમ સચિવ ડી એસ માથુરને પત્ર લખ્યો હતો, જેમાં અખિલ ભારતીય લાયસન્સ માટે સ્પેક્ટ્રમ ફીને લગભગ 1600 કરોડ રૂપિયા રાખવા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

તેમણે જણાવ્યું કે તેમણે આ પ્રશ્ન ત્યારે પણ ઉઠાવ્યો હતો જ્યારે વર્ષ 2001માં નક્કી કરવામાં આવેલા સ્પેક્ટ્રમ મૂલ્ય 1600 કરોડ રૂપિયાની રકમને વર્ષ 2007માં પણ કેવી રીતે અમલી બનાવી શકાય?

English summary
2G case : RBI governor D Subbarao deposes in court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X