For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 બાબતોને કારણે ELSSની અવગણના કરવી અશક્ય

|
Google Oneindia Gujarati News

ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ્સ (ઇએલએસએસ - ELSS) આપને મૂડીમાં વધારો કરી આપવા ઉપરાંત કર લાભ પણ આપે છે. જો કે ELSSમાં આપના રૂપિયા 3 વર્ષ માટે બંધાઇ જાય છે. તેમાં આપને આવકવેરાની કલમ 80c હેઠળ કરલાભ મળે છે. આ બાબતો જોઇને આપ ELSSમાં રોકાણ કરવાનું વિચારો તે પહેલા 5 જાણવા જેવી બાબતો આપની સમક્ષ રજૂ કરીએ છીએ...

પ્રારંભિક સીમા

પ્રારંભિક સીમા


ELSSમાં રોકાણ કરવાની પ્રારંભિક સીમા માત્ર રૂપિયા 500 છે. જ્યારે અન્ય ફંડમાં આપે રૂપિયા 5000 જેટલું રોકાણ કરવું પડે છે. આ કારણે જો આપ રોકાણ કરવામાં નવા હોવ અને વધારે જોખમ લેવા માંગતા ના હોવ તો ઓછામાં ઓછી રકમથી શરૂઆત કરી શકો છો. આ ઉપરાંત PPFની જેમ દર વર્ષે ઓછામાં ઓછું રૂપિયા 500નું રોકાણ કરવું જરૂરી નથી. તમે એક વાર પણ રોકાણ કરી શકો છો.

લોક ઇન પીરિયડ

લોક ઇન પીરિયડ


ELSSમાં લોક ઇન પીરિયડ 3 વર્ષનો છે. આ કારણે ફંડ મેનેજર્સને ત્રણ વર્ષના લાંબા ગાળા માટે નિર્ણય લેવાની અનુકૂળતા ઉભી થાય છે. કારણ કે 3 વર્ષ સુધી રોકાણકાર પૈસા ઉપાડી શકતા નથી. આથી જો આપે 5 ઓગસ્ટ, 2014ના રોજ રોકાણ કર્યું તો આપ 5 ઓગસ્ટ, 2017ના રોજ તેનો ઉપાડ કરી શકશો.

કર લાભ

કર લાભ


ELSSમાં કલમ 80c હેઠળ કરલાભ મળે છે. તેની પર મૂડી લાભ કર પણ લાગતો નથી. જો આપ વિડ્રો કરો છો તો પણ આપને લાંબા ગાળાના મૂડી લાભ પર કોઇ ટેક્સ ચૂકવવો પડતો નથી.

જોખમ રહેલું છે

જોખમ રહેલું છે


ELSSએ ઇક્વિટી લિંક્ડ ફંડ હોવાથી તે જોખમી ફંડ છે. તેમાં 3 વર્ષ સુધી કશું જ કરી શકાતું નથી. આથી જો જોખમ પચાવી શકવાની તાકાત હોય તો જ તેમાં રોકાણ કરવું જોઇએ. કયા ફંડમાં રોકાણ કરવું તે અંગેનો નિર્ણય લેવા માટે જે તે ફંડનો ભૂતકાળ ધ્યાનમાં લેવો. આ ઉપરાંત NAV પણ ચેક કરવું.

ફંડનો પ્રકાર કેવી રીતે પસંદ કરવો?

ફંડનો પ્રકાર કેવી રીતે પસંદ કરવો?


આપે ELSS ફંડમાં રોકાણ કરતા પહેલા તેના પ્રકાર જાણી લેવા જોઇએ. જેમાં વૃદ્ધિ, ડિવિડન્ડ અને રિઇન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે. ગ્રોથમાં તમારું ફંડ મેચ્યોરિટી સુધી વૃદ્ધિ પામશે, ડિવિડન્ડમાં જ્યારે પણ NAV વધશે ત્યારે રોકાણકારને અમુક રકમ મળશે. જ્યારે રિઇન્વેસ્ટમેન્ટ પ્રકારમાં જે ડિવિડન્ડ ચૂકવાયું હોય તેનું ફરીથી રોકાણ કરવામાં આવશે. જેના કારણે ફંડના વધારે યુનિટ ખરીદી શકાય.

English summary
5 facts on ELSS that you just cannot ignore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X