For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખિસ્સાં ખાલી કરી શકે છે આ 5 ભૂલો

|
Google Oneindia Gujarati News

ગુજરાતીમાં એક કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. જો કે આ ભૂલ નાણા બાબતમાં થતી હોય અને નાણા ગુમાવવાનો વારો આવે તો કોઇ પણ વ્ચક્તિ ઇચ્છશે કે ભૂલ થતી અટકે અને તેમની પાસે નાણા વધે. આ માટે વ્યક્તિએ પોતાની ભૂલ જાણવી જરૂરી છે. આવી ભૂલો અટકાવવા માટેની કેટલીક ટિપ્સ આજે અમે આપી રહ્યા છીએ...

1. રિમાઇન્ડર મૂકો

1. રિમાઇન્ડર મૂકો


જો આપને આપની સુસ્તી કે અજ્ઞાનતાને કારણે નાણાકીય નુકસાન થઇ રહ્યું છે તો ઇસીએસ વ્યવસ્થા અથવા રિમાઇન્ડર મૂકવાનું રાખો. આ કારણે આપ પેનલ્ટીમાં ચૂકવવી પડતી રકમથી બતી શકશો. એ રીતે આપના નાણાની બચત થઇ શકશે.

2. ઇન્શ્યોરન્સ પ્રિમિયમ ભરવાની ડેટ

2. ઇન્શ્યોરન્સ પ્રિમિયમ ભરવાની ડેટ


જો આપ આપના ઇન્શ્યોરન્સ પ્રિમિયમ ભરવાની તારીખ ચૂકી જશો તો આપના ખિસ્સાને મોટો ફટકો પડશે. સામાન્ય રીતે ઇન્શ્યોરન્સ કંપનીઓ 15થી 30 દિવસનો ગ્રેસ પીરિયડ આપતી હોય છે. પણ જો આ ગ્રેસ પીરિયડ પણ આપ ચૂકી ગયા તો આપે પોલિસી ચાલુ કરાવવા માટે રિવાઇવલ ચાર્જ ચૂકવવો પડે છે. પ્રિમિયમ ચૂકવવાં જેટલા દિવસ મોડું થશે તેટલા દિવસ પ્રમાણે દંડની રકમ એટલે કે રિવાઇવલ ચાર્જ પણ વધશે. તે રૂપિયા 500 અને તેથી વધારે હોઇ શકે છે. આ ઉપરાંત રકમ પર 0.75 ટકા લેખે વ્યાજ પણ ચૂકવવું પડે છે

3. ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ભૂલશો તો?

3. ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ભૂલશો તો?


આપ ક્રેડિટ કાર્ડની મદદથી હોંશે હોંશે ખરીદી કરી લો છો. પણ જ્યારે તેનું પેમેન્ટ કરવાનું આવે ત્યારે મુશ્કેલી સર્જાય છે. આપ જો પેમેન્ટ કરી શકતા નથી ત્યારે તમારા ખિસ્સાને હલકા થવું પડે છે. ક્રેડિટ કાર્ડનું બાકીનું પેમેન્ટ નહીં કરતા અથવા મોડા કરવાથી આપને ત્રણ પ્રકાનું નુકસાન થઇ શકે છે. જેમાં રૂપિયા 300થી 700 લેટ પેમેન્ટ ફી. બાકી નાણા પર 2થી 3 ટકાના દરે વ્યાજની ચૂકવણી અને આગલી ખરીદી પર 2થી 3 ટકા વધારે આપવા પડે છે. જેના કારણે આપનો ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે.

4. એડવાન્સ ટેક્સ પેમેન્ટ અંગે અજ્ઞાનતા

4. એડવાન્સ ટેક્સ પેમેન્ટ અંગે અજ્ઞાનતા


એડવાન્સ ટેક્સ પેમેન્ટ ત્રણ ટુકડામાં આપી શકાય છે. જેમાં ઓછામાં ઓછું 30 ટકા 15 સપ્ટેમ્બર સુધીમાં, 60 ટકા 15 ડિસેમ્બર સુધીમાં અને બાકીનું 15 માર્ચ સુધીમાં આપી શકાય છે. તેનું પેમેન્ટ નહીં કરવામાં આવતા આપે ડિફોલ્ટની રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે. પેનલ્ટી 3 મહિના માટે ડિફોલ્ટ રકમ પર 1 ટકા પ્રતિ માસ હોય છે.

5. વિવિધ બિલ ચૂકવણીમાં વિલંબ

5. વિવિધ બિલ ચૂકવણીમાં વિલંબ


કોઇ પણ પરિવારમાં મોટા ભાગે દર મહિને 6થી 8 પ્રકારના યુટિલિટી બિલ જેવા કે વીજળી, પાણી, મોબાઇલ, ઇન્ટરનેટ વગેરે પ્રકારના બિલ ચૂકવવાના હોય છે. તેમાં વિલંબ કરવાથી લેટ પેમેન્ટ ફી આપવી પડે છે. જે આપના ખિસ્સાને હળવું કરે છે.

6. લોનનો હપ્તો ભરવાનું ચૂકી જવું

6. લોનનો હપ્તો ભરવાનું ચૂકી જવું


જો આપે લોન લીધી હોય અને તેનો હપ્તો ભરવાનું ચૂકી ગયા તો આપને તેના પર પેનલ્ટી ચૂકવવી પડશે. એટલું જ નહીં પરંતુ આપનો ક્રેડિટ સ્કોર પણ ખરાબ થશે.

English summary
5 mistakes may lose your money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X