For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 5 કારણોથી સેન્સેક્સ બજેટ 2015 પહેલા થશે 30000ને પાર

|
Google Oneindia Gujarati News

ભારતીય શેરબજાર અંગે એનાલિસ્ટોએ ધારણાઓ કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરની માર્કેટની મંદી બાદ એનાલિસ્ટોએ ફરીથી જૂનો સૂર આલાપવાનો શરૂ કર્યો છે. બજાર વિશ્લેષકોના જણાવ્યા અનુસાર જો ગ્રીસ ચૂંટણીઓમાં ધબળકો ના વળે તો માર્કેટ માત્ર એકાદ મહિનામાં 30000નો ટાર્ગેટ પાર કરી શકશે.

માર્કેટ એનાલિસ્ટ કયા પરિબળોને આધારે આટલો મોટો દાવો કરી રહ્યા છે તે પણ જોઇએ...

1. મેક્રો ઇકોનોમિક ડેટામાં તેજી

1. મેક્રો ઇકોનોમિક ડેટામાં તેજી


સકારાત્મક વિતારો માટેના અનેક કારણો રહેલા છે. તેમાંથી મેક્રો ઇકોનોમિક ડેટાનું જ ઉદાહરણ જોઇ લો. નવેમ્બર મહિના માટે IIP કે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ 3.8 ટકા જેટલું ઊંચું આવ્યું છે. બીજીતરફ સીપીઆઇ ફુગાવો ઘારણા કરતા નીચો આવ્યો છે. સીપીઆઇ ઇન્ફ્લેશન 5 ટકા છે. જેના કારણે ભારતીય શેરમાર્કેટમાં તેજીની લહેર જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે.

2. RBI વ્યાજદરો ઘટાડશે

2. RBI વ્યાજદરો ઘટાડશે


રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજદર ઘટાડશે તેવી વાતો આવી રહી છે. તાજેતરના ઇન્ડસ્ટ્રીયલ અને ફુગાવાના આંકડા જોતા આરબીઆઇ વ્યાજદરમાં આર્થિક નીતિની જાહેરાત પહેલા કાપ મૂકે તેવી શક્યતાઓ પણ છે. આ માર્કેટ માટે સકારાત્મક બાબત બની રહેશે. તેના કારણે ઉદ્યોગોની આવક વધશે અને માર્કેટ ઊંચું જવામાં મદદ મળશે.

3. કમાણી વધશે

3. કમાણી વધશે


એનાલિસ્ટોનું માનવું છે કે માર્કેટ ઊંચું જવાની સાથે કંપનીઓની આવક પણ વધશે. ઇન્ફોસિસના તાજેતરના પરિણામો આનું ઉદાહરણ છે. આઇટી કંપનીઓ ઉપરાંત બેંકો પણ સારું પરફોર્મન્સ કરી શકે એમ છે. જે દર્શાવે છે કે માર્કેટમાં સારી રિકવરી થઇ શકે એમ છે.

4. ક્રુડના ભાવો વધતા તેજી

4. ક્રુડના ભાવો વધતા તેજી


વૈશ્વિક બજારોમાં ક્રુડના ભાવોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જોકે ઇન્ડસ્ટ્રી માટે આ સારી બાબત છે. આ કારણે તેમની આવક વધશે. આ ઉપરાંત ભારત પોતાનું 70 ટકા ક્રુડ ઓઇલ આયાત કરે છે, તેના ભાવ ઘટતા પડતર ઘટશે અને અર્થતંત્રને વેગ મળશે.

5. બજેટ પહેલાની તેજી

5. બજેટ પહેલાની તેજી


એનાલિસ્ટો સેન્સેક્સ અને નિફ્ટીમાં ફરી તેજી આવશે તે અંગે પાક્કો વિશ્વાસ ધરાવે છે. તેમનું કહેવું છે કે નરેન્દ્ર મોદી સરકારના પહેલા ફુલ બજેટ પહેલા માર્કેટમાં તેજી આવશે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ નવતર બજેટ હશે. જેમાં માર્કેટની આશાઓ સચવાશે. આ કારણે માર્કેટમાં તેજી આવશે.

English summary
5 reason Sensex May Hit 30,000 Points Before Union Budget 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X