For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજન ડિસેમ્બરમાં વ્યાજ દર ઘટાડશે; આ છે 5 પ્રબળ કારણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 નવેમ્બર : રિઝર્વ બેન્ક ઓપ ઇન્ડિયા (આરબીઆઇ - RBI)ના ગવર્નર રઘુરામ રાજન નાણાકીય નીતિની આગામી સમીક્ષા બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે. રેટ કટની શક્યતા પ્રબળ બની છે, પરંતુ કેટલાકના મતે આ ઘટાડો આગામી બેઠકમાં નહીં, બજેટની રજૂઆત પછી કરાશે. તેને લીધે કેન્દ્ર સરકારની નાણાકીય સ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાશે. જો કે આગામી મહિને વ્યાજ દરમાં વધારાની શક્યતા શા માટે છે તેના પાંચ પ્રબળ કારણો નીચે મુજબ છે...

1.પ્રબળ માંગણીને માનશે

1.પ્રબળ માંગણીને માનશે


રાજને ગઈ પોલિસી બેઠકમાં રેટ કટની પ્રબળ માંગણી પૂરી કરી ન હતી. આ કારણે 2 ડિસેમ્બર, 2014ની બેઠકમાં ગવર્નર વ્યાજદર ઘટાડે તેવી પ્રબળ શક્યતા છે.

2. અર્થતંત્રની સ્થિતિ માટે વ્યાજ દર ઘટાડો જરૂરી

2. અર્થતંત્રની સ્થિતિ માટે વ્યાજ દર ઘટાડો જરૂરી


છેલ્લા કેટલાક સમયથી ક્રૂડથી માંડી ટામેટાંના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. આર્થિક રિકવરી અંગે હજુ અનિશ્ચિતતા છે, લોનની માંગ ધીમી પડી છે અને વહીવટમાં સુધારો થઈ રહ્યો છે. આ તમામ બાબતોને લીધે રાજન વ્યાજદરમાં ધારણા કરતાં વહેલો ઘટાડો કરશે એવી શક્યતા છે.

3 .ફુગાવો ઘટાડવા માટે જરૂરી

3 .ફુગાવો ઘટાડવા માટે જરૂરી


ભારતમાં માંગ ઘટી રહી છે. જેના પગલે ઉત્પાદન સંભાવના કરતાં ઘણું નીચું છે. આવી સ્થિતિમાં ફુગાવામાં ઘટાડાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે વ્યાજદરમાં ઘટાડો જરૂરી છે.

4. છેલ્લી બેઠકમાં હતી પ્રબળ શક્યતા

4. છેલ્લી બેઠકમાં હતી પ્રબળ શક્યતા


ગઈ પોલિસી બેઠકમાં રિઝર્વ બેન્કની ટેક્‌નિકલ એડ્વાઇઝરી કમિટી (TAC)ના સાતમાંથી પાંચ સભ્યએ સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજદર ઘટાડવાની માંગણી કરી હતી એવી માહિતી રિઝર્વ બેન્કની ગઈ પોલિસી બેઠકની મિનિટ્સમાંથી મળી હતી.

5. સરકારની ઇચ્છા

5. સરકારની ઇચ્છા


કેન્દ્ર સરકારે વહીવટી પગલાંની જાહેરાત કરી દીધા બાદ વ્યાજદર ઘટાડા અંગે સરકારની પણ ધીરજ પણ ખૂટી છે. કેટલાક પ્રધાનો તો રેપો રેટમાં 0.5 ટકાના ઘટાડાની આશા રાખી રહ્યા છે. રાજને સપ્ટેમ્બર 2013માં ગવર્નરનો હોદ્દો સંભાળ્યા પછી વ્યાજદરમાં ત્રણ વખત વધારો કર્યો છે.

English summary
5 reason, Why RBI governor Rajan may slash interest rates in monetary policy meeting in December 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X