For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોમ લોનની વધુ રકમ પાસ કરાવવાની 5 સ્માર્ટ ટિપ્સ

|
Google Oneindia Gujarati News

ઘણીવાર એવું બનતું હોય છે કે આપને આપની ક્ષમતા કરતા વધારે હોમ લોન જોઇતી હોય છે. મોટા ભાગે આવું બનતું નથી. જેના કારણે આપને આપના સપનાનું ઘર બનાવવામાં મુશ્કેલી ઉભી થાય છે.

અમે અહીં કેટલીક સ્માર્ટ ટિપ્સ આપી રહ્યા છીએ. આ ટિપ્સને ફોલો કરવાથી આપને હોમલોનની વધારે રકમ મળી શકે છે...

1. સંયુક્ત આવક દર્શાવો

1. સંયુક્ત આવક દર્શાવો


આ માટે આપે આપના સ્પાઉસ કે પેરેન્ટ્સની આવક સંયુક્ત રીતે દર્શાવવી જોઇએ. જેમ કે આપની આવક પર આપ જો રૂપિયા 10 લાખની લોન મેળવવા સક્ષમ હોવ તો તેમાં આપ આપના સ્પાઉસ કે માતા પિતાની આવક મેળવી દેતા આપ વધારે રકમની લોન મેળવી શકશો. જેના કારણે પ્રોપર્ટી ખરીદવામાં આપને નાણાકીય અડચણ નહીં નડે.

2. અન્ય લોન ચૂકવી દો

2. અન્ય લોન ચૂકવી દો


જો આપ હોમ લોન લેવા માંગતા હોવ તો અન્ય લોન પહેલા ચૂકતે કરી દો. આવી લોનમાં પર્સનલ લોન, વ્હીકલ લોન કે અન્ય લોનનો સમાવેશ થાય છે. જો આ લોન્સના હપ્તા ભરવાના ચાલુ હશે તો આપને હોમ લોન માટે ઓછી રકમ મળશે.

3. સેલરીમાં અન્ય ભથ્થા પણ જોડો

3. સેલરીમાં અન્ય ભથ્થા પણ જોડો


આપની સેલરીમાં બેઝિક ઉપરાંત આપને જે અન્ય ભથ્થા મળે છે તે પણ જોડો. આમ કરવાથી આપની કુલ આવક વધારે દેખાશે. જેના આધારે લોનની રકમ વધી શકશે.

4. લોન ચૂકવણીનો સમયગાળો વધારો

4. લોન ચૂકવણીનો સમયગાળો વધારો


આપ જો લોન ચૂકવણીનો સમયગાળો વધારશો તો વધારે રકમની હોમ લોન મળી શકશે. જેમ કે આપ રૂપિયા 10 લાખની લોન 10 વર્ષ માટે લેશો તો હપ્તો વધારે આવશે. બેંકને લાગશે કે ઇએમઆઇ વધુ છે તો તે લોનનો સમયગાળો વધારવાનું કહેશે.

5. બેંકની પસંદગીને ધ્યાનમાં રાખો

5. બેંકની પસંદગીને ધ્યાનમાં રાખો


આપ વધારે હોમ લોન મેળવવા માટે જે બેંકો વધારે હોમ લોન આપતી હોય તેની પસંદગી કરી શકો છો. જો કે વધારે હોમલોન આપતી બેંકો કેટલા વ્યાજ દરે લોન આપે છે તે ચકાસવું પણ મહત્વનું છે.

English summary
5 Smart tips To Get a Higher Home Loan Amount From Banks and Institutions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X