For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેક્સમાં છૂટ મળે તેવા રોકાણના આ છે પાંચ વિકલ્પ

સામાન્ય રીતે લોકો યોજનાઓમાં પૈસા તો રોકે છે, પરંતુ જાણતા નથી કે તેનો લાભ ક્યાં ક્યાં મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે લોકો યોજનાઓમાં પૈસા તો રોકે છે, પરંતુ જાણતા નથી કે તેનો લાભ ક્યાં ક્યાં મળી શકે છે. આવકવેરા કાયદાની કલમ 80 સી મુજબ તમને આવકવેરામાં લાભ મળે છે, જે તમારે સંપૂર્ણ રીતે લેવો જોઈએ. જો તમે કરદાતા છો તો તમે ફક્ત ટેક્સ નથી બચાવતા, પરંતુ એવું રોકાણ પણ કરો છો, જ્યાં સારુ વળતર મળી રહે. આજે આ આર્ટિકલમાં વાંચો કલમ 80 સી મુજબ ટેક્સની છૂટ સાથે રોકાણના ઉત્તમ વિકલ્પ.

વાંચો: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું સરળ બનશે, જાણો કારણ

લોંગ ટર્મ ઈક્વિટી ફંડ

લોંગ ટર્મ ઈક્વિટી ફંડ

ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ અંતર્ગત રોકાણ માટે ઉત્તમ વિકલ્પ છે, જેમાં 80 સી મુજબ ટેક્સમાં છૂટ પણ મલે છે. તેનાથી તમને 1.5 લાખનો ટેક્સ બેનિફિટ તો થાય જ છે, સાથે સારું વળતર પણ મળે છે. પાછલા એક વર્ષમાં આ ફંડે 18 ટકા રિટર્ન આપ્યુ છે. પાછલા ત્રણ વર્ષમાં ફંડનું રિટર્ન 24 ટકા પ્રતિ વર્ષ રહ્યુ છે. જો તમે 80 સી મુજબ સારુ રોકાણ કરવાની તક શોધી રહ્યા છો, તો આ વિકલ્પ ઉત્તમ છે. જો કે સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા હોવાને કારણે વળતરની કોઈ ગેરંટી હોતી નથી, અને આ વધુ જોખમ વાળુ રોકાણ છે.

પીપીએફ (PPF)

પીપીએફ (PPF)

જોખમથી બચવા રોકાણકારો માટે PPF એક સારો ઓપ્શન છે. અમે તેને ‘એફિશિયન્ટ' કહીશું કારણકે તે 80 સી અંતર્ગત ટેક્સ બેનિફિટની સાથે સાથે તેના પર મળતા વ્યાજ પર પણ ભારતમાં કોઈ ટેક્સ નથી લાગતો. રોકાણની આ એક સારી યોજના છે, કારણ કે તેમાં 8.1 ટકાના દરે વ્યાજ મળે છે. જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. પીપીએફમાં રોકાણની મર્યાદા 1.5 લાખ છે. આ રોકાણનું એક જ નુક્સાન છે કે તેમાં 15 વર્ષનો લોક ઈન પીરિયડ રહે છે.

DSP બ્લેકરોક ટેક્સ સેવર

DSP બ્લેકરોક ટેક્સ સેવર

એક અન્ય ELSS ટેક્સ બચાવવા માટે રોકાણની તક છે, અહીં પણ પાછલા એક વર્ષમાં સારુ વળતર રહ્યું છે. આ ફંડમાં એક વર્ષમાં 36 ટકા સુધીનું રિટર્ન નોંધાયું છે. ડીએસપી બ્લેક રોક ટેક્સસેવરે જાણીતા ભારતીય સ્ટોક્સ જેમ કે સ્ટેટ બેન્ક અને એક્સિસ બેન્કમાં રોકાણ કર્યું છે. તમે આ ફંડમાં નક્કી કર્યા મુજબ કે પછી ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરીશકાય છે. જો કે આ રોકાણ પણ જોખમભર્યુ છે. સ્ટોક માર્કેટ સાથે જોડાયેલું હોવાને કારણે ક્યારેક અહીં પણ ખરાબ પ્રદર્શન હોઈ શકે છે.

બેન્ક ટેક્સ સેવિંગ ડિપોઝિટ

બેન્ક ટેક્સ સેવિંગ ડિપોઝિટ

અહીં કરેલું રોકાણ પણ તમને 80 સી મુજબ ટેક્સ બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ ડિપોઝિટ પર 5 વર્ષનો લોક ઈન પિરીયડ છે. અહીં વ્યાજ દર બેન્ક નક્કી કરે છે. વધુમાં વધુ તમને 7 કે 7.5 ટકા વ્યાજ મળી શકે છે. તેનાથી વધુ વ્યાજની આશા રાખવી વ્યર્થ છે. આવકવેરાની 80 સી મુજબ લાભકારક આ એક સામાન્ય સ્કીમ છે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)

જો તમે સુરક્ષિત સરકારી યોજના વિશે વિચારી રહ્યા છો તો NSC બેસ્ટ છે. પાંચ વર્ષ બાદ 100 રૂપિયાના સર્ટિફિકેટનું મૂલ્ય 146 જેટલું થઈ જાય છે. તેમાં પ્રતિ વર્ષ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ 80 સી અંતર્ગત ટેક્સ બેનિફિટ આપે છે. અહીં લગભગ 8 ટકા સુધીનું વ્યાજ મળી રહે છે. લાંબા ગાળા માટે અહીં રોકાણ કરવું યોગ્ય છે. જો કે અહીં પણ પાંચ વર્ષનો લોક ઈન પિરીયડ છે.

English summary
5 Tax Free Investment In Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X