For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેક્સમાં છૂટ મેળવવા માટેની 5 સરળ રીતો

નાણાકીય વર્ષ 2017-18 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. જો તમને તમારા ઈન્ક્મ ટેક્સની રકમથી આશ્ચર્ય થાય છે, તો અમે તમને આ રકમ ઘટાડવાની કેટલીક રીતો કહીએ છીએ.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

નાણાકીય વર્ષ 2017-18 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. જો તમને તમારા ઈન્ક્મ ટેક્સની રકમથી આશ્ચર્ય થાય છે, તો અમે તમને આ રકમ ઘટાડવાની કેટલીક રીતો કહીએ છીએ. યોગ્ય રોકાણ કરવા તેની એક યોગ્ય રીત છે. ઈન્ક્મ ટેક્સના અધિનિયમની કલમ 80 સી હેઠળ, ઈન્ક્મ ટેક્સમાં રૂ. 1,50,000 નું મહત્તમ વળતર મેળવી શકાય છે.

આનો અર્થ એ થાય કે જો તમે યોગ્ય રોકાણ કરો છો તો તમે તમારા ઈન્ક્મ ટેક્સની રકમ 1,50,000 સુધી ઘટાડી શકો છો. જો તમે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમમાં રોકાણ કરો છો, તો તમને રૂ .50,000 સુધીનો ટેક્સ બેનિફિટ આપે છે.

અમે તમને જણાવીએ છીએ 5 રીતો કે જેનાથી તમે ઈન્ક્મ ટેક્સથી છૂટ મેળવી શકો છો:

1) જો તમે રેન્ટ પે કરો છો, તો તમે ટેક્સની બચત કરી શકો છો

1) જો તમે રેન્ટ પે કરો છો, તો તમે ટેક્સની બચત કરી શકો છો

હાઉસ રેન્ટ એલાઉન્સ (એચઆરએ) તમારા પગારનો એક ભાગ છે. ટેક્સ બચાવવા માટે આ એક સારો માર્ગ છે. તમારે ફક્ત તમારા મકાનમાલિક પાસેથી મળેલી રસીદ તમારી કંપનીમાં જમા કરાવવાની છે. જો આ રેન્ટ દર વર્ષે રૂ. 1,00,000 થી વધુ હોય તો તમારે મકાન માલિકના પાન કાર્ડની નકલ અને રજિસ્ટર્ડ હાઉસ રેન્ટ એગ્રીમેન્ટની નકલ પણ લગાવી પડશે.

2) ELSS ના માધ્યમથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો

2) ELSS ના માધ્યમથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો

ELSS અથવા ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ પણ મ્યુચ્યુઅલ ફંડ છે જેમાં તમે રોકાણ કરીને ટેક્સ બચત કરી શકો છો. ELSS માં રોકાણ 3-વર્ષ સુધીના જાહેર-ઇન સમયગાળામાં રોકાણ કરવાનું હોય છે. ELSS રિટર્ન્સ અન્ય સ્કીમ કરતાં વધુ સારી છે અને આંશિક ટેક્સ તેના પર લાગે છે. આવકવેરા અધિનિયમની કલમ 80 સી હેઠળ ELSSમાંથી ઈન્ક્મ ટેક્સની છૂટ મળે

3) ટેક્સ સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરો

3) ટેક્સ સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરો

ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) માં તમે 5 અથવા 10 વર્ષ માટે રોકાણ કરો છો, તો તેનાથી ટેક્સ બચત કરી શકો છો. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ પણ તમને ઈન્ક્મ ટેક્સ બચાવવામાં મદદ મળશે. આનાથી પણ ઈન્ક્મ ટેક્સની ધારા 80 સી હેઠળ ટેક્સ છૂટ મળે છે.

4) ડોનેશન અથવા ચેરિટી

4) ડોનેશન અથવા ચેરિટી

જો તમે દાન કરો છો, તો તમે ઈન્ક્મ ટેક્સની ધારા 80જી હેઠળ ઈન્ક્મ ટેક્સ છૂટ માટે હકદાર છો. જો તમે દાન કરો છો અથવા ચેરિટી કરો છો, તો તમે તમારી કુલ આવકના 10% નો ઘટાડો કરી શકો છો.

5) એનપીએસમાં રોકાણ

5) એનપીએસમાં રોકાણ

રાષ્ટ્રીય પેન્શન યોજના (એનપીએસ) એક સરકારી પેન્શન યોજના છે. વૃદ્ધાવસ્થામાં, લાંબા સમયના આધાર પર બજાર આધારિત વળતર મળે છે. આમાં, રોકાણકારને ઓલ્ડ એજ સિક્યોરિટી કવર મળે છે. એનપીએસમાં રોકાણ માટે રૂ. 50,000 ની વધારાની ટેક્સ રાહત ઉપલબ્ધ છે.

English summary
5 Tips to save income tax
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X