For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાડાની વસ્તુઓ પર નાણાં બચાવવા માટેની સરળ રીતો

ઘણી વખત આપણે ઘણી વસ્તુઓ ભાડે લઈએ છે. ભલે તે કપડાં હોય, વાહનો હોય, ઘર હોય અથવા અન્ય કોઇ વસ્તુ હોય.

|
Google Oneindia Gujarati News

ઘણી વખત આપણે ઘણી વસ્તુઓ ભાડે લઈએ છે. ભલે તે કપડાં હોય, વાહનો હોય, ઘર હોય અથવા અન્ય કોઇ વસ્તુ હોય. આજકાલ ભાડે વસ્તુઓ લેવાનો ટ્રેડ વધી રહ્યો છે. લોકો ભાડાની વસ્તુ મોટે ભાગે એટલા માટે લે છે કારણ કે તેમની પાસે તે વસ્તુ નથી અથવા તેઓ પાસે તે ખરીદવા માટે પૈસા નથી. આપણે ભાડાની વસ્તુઓ પર ઘણી રીતે પૈસા બચત પણ કરી શકીએ છીએ. પરંતુ પૈસા બચાવવા માટેની રીતો શું છે તે આગળ તમને જણાવીશું.

કપડાં સંબંધિત વસ્તુઓ પર

કપડાં સંબંધિત વસ્તુઓ પર

કપડાં અને કપડાંથી સંબંધિત વસ્તુઓ ભાડે રાખીને આપણે ઘણા બધા પૈસા બચત કરી શકીએ છીએ. આ વસ્તુઓને ભાડે લેવા માટે ઘણી ઓનલાઇન વેબસાઈટ પણ છે જેવી કે Flyrobe, Rent IT Bae, Liberent વગેરે. ધારો કે ડિઝાઇનર ડ્રેસની કિંમત રૂ. 10 હજાર છે, જો તમે તેને ભાડા પર લો છો તો તે 1,500 માં મળશે. આ રીતે તમે સીધા રૂ. 8,500 ની બચત કરી શકો છો.

ઓફિસ આવવા જવામાં

ઓફિસ આવવા જવામાં

મોટા શહેરોમાં લોકો ઘણી દૂર ઓફિસ જવા માટે પોતાનો પ્રવાસ નક્કી કરે છે. આ પ્રવાસમાં તમે તમારા ખર્ચમાં પણ ઘટાડો કરી શકો છો. તે આ રીતે કે ખાનગી કેબ અથવા ટેક્સીની જગ્યાએ તમે કવીક રાઈડ, પૂલ, ઓલા અને ઉબરમાં રાઇડ શેર સર્વિસનો ઉપયોગ કરવો જોઈએ. તમારે એક માટે એક કેબમાં 10 કિલોમીટર માટે 220 રૂપિયા ચૂકવવાના હોય છે, પરંતુ જો તમે રાઈડ શેર દ્વારા જશો તો ઓછામાં ઓછા રૂ. 95 ચૂકવવા પડશે. આવામાં ઘણી બચત કરી શકો છો.

ટ્રાવેલિંગ દરમિયાન

ટ્રાવેલિંગ દરમિયાન

ટ્રાવેલિંગ કરતી વખતે એક મોટી હોટેલમાં ડાયરેક્ટ રૂમ બુકિંગનું કારણ ટ્રિપ એડવાઇઝર, હોમ સ્ટે ડૉટ કોમ અથવા મેકમાયટ્રીપ દ્વારા પ્રાઇવેટ રૂમ બુક કરી ઘણી બધી બચત કરી શકો છો. તમને જણાવી દઈએ કે દિલ્હીની થ્રી સ્ટાર હોટેલમાં એક રાતનું ભાડું 3,000 રૂપિયા છે, અને પ્રાઇવેટ સાઇટ પર તમે તેને 2000 રૂપિયામાં મેળવી શકો છો.

કામ કરવાના સ્થળ પર

કામ કરવાના સ્થળ પર

જો તમારી પાસે એક સ્ટાર્ટઅપ અથવા નાનો બિઝનેસ છે તો તેના માટે વર્કિંગ સ્પેસને પણ શેર કરી શકાય છે. તમે Wework, Awfis, Innov8 સહિત અનેક સાઇટ્સ પર કો-વર્કિંગ સ્પેસ મળી જશે. તમને જણાવી દઈએ કે દિલ્હી જેવા શહેરમાં 500sqft માટે માસિક ભાડું 65 હજાર રૂપિયા સુધી હોઈ શકે છે. સ્પેસ શેરિંગ પર ભાડું 30 હજાર સુધી થઇ જશે. એક વર્ષમાં તમે 4.2 લાખ રૂપિયા સુધી બચાવી શકો છો.

ઘરેલૂ ફર્નિચર પર

ઘરેલૂ ફર્નિચર પર

જો તમને નોકરીને કારણે વારંવાર તમારા શહેરમાં ફેરફાર કરવો પડતો હોય તો વારંવાર ફર્નિચર ખરીદવું અને ફરી તેને વેચવું તમારા માટે ખૂબ જ હેક્ટિક હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમે ઘણા સ્થળોએ અથવા સોશ્યિલ સાઈટ પરથી પણ ફર્નિચર રેન્ટ પર અથવા સેકન્ડ હેન્ડ ખરીદી શકો છો. તમે Rentomojo અને Furlenco જેવી ઓનલાઇન સાઇટ્સ પરથી ફર્નિચર ભાડે લઈ શકો છો.

English summary
5 Tips To Save Money From Rental Things.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X