For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7th Pay Commission: આગામી 10 દિવસમાં કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે તગડી ભેટ

7th Pay Commission: આગામી 10 દિવસમાં કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે તગડી ભેટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓની નજર મોદી સરકારના બજેટ પર ટકેલી છે. લાંબા સમયથી પગાર વધારાનો ઈંતેજાર કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારના આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે. અપેક્ષા રાખવામાં આવી રહી છે કે નાણામંત્રી આ બજેટમા કર્મચારીઓના પગાર વધારા સાથે કેટલીય ભેટ આપશે. માનવામાં આવી રહ્યું છે કે બેસિક સેલેરીમાં વધારાની સાથોસાથ મોંઘવારી ભથ્થામાં પણ વધારાનું એલાન કરવામાં આવી શકે છે. જો આવું થાય છે તો કર્મચારીઓની ખુશીનો કોઈ પાર નહિ રહે.

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર

બજેટ રજૂ થવામાં ગણતરીના દિવસો જ બાકી છે. 10 દિવસમાં કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકાર ભેટ આપી શકે છે. સરકાર ડીએમાં વધારાની સાથોસાથ ન્યૂનતમ પગારમાં પણ વધારાની ભેટ આપી શકે છે. કર્મચારીઓ લાંબા સમયથી પગારમાં વધારાની માંગ કરી રહ્યા છે. પરંતુ લાબા સમયથી માંગ પૂરી ના થતી હોવાના કારણે કર્મચારીઓમાં તત આક્રોશ વધતો જઈ રહ્યો છે. એવામાં ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના ન્યૂનતમ વેતનમાં વધારો કરી તેમને રાહતના સમાચાર આપી શકે છે.

10,000 રૂપિયા સુધી પગાર વધશે

10,000 રૂપિયા સુધી પગાર વધશે

જ્યારે મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને પણ સરકાર ભેટ આપી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવશે. નવેમ્બરના ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક મુજબ જે આંકડા સામે આવ્યા છે તે મુજબ આ વધીને 32 અંકો પર પહોંચી ચૂક્યો છે. એવામાં ગણતરી મુજબ ડીએમાં 4 ટકા વધારાની ઉમ્મીદ છે. જો આવું થાય છે તો કર્મચારીઓના પગારામાં તેમના ગ્રેડ મુજબ 720 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા સુધીનો પગાર વધારો થશે. જો કે કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે જો સરકાર બજેટમાં ડીએને લઈ ઘોષણા નહિ કરે તો માર્ચમાં આ મામલે મોટો ફેસલો લેવામાં આવી શકે છે. જણાવી દઈએ કે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે.

ન્યૂનતમ પગાર 21000 રૂપિયા થઈ શકે છે

ન્યૂનતમ પગાર 21000 રૂપિયા થઈ શકે છે

જો બેસિક સેલેરીની વાત કરીએ તો સાતમા પગાર પંચની ભલામણ અંતર્ગત કર્મચારીઓની બેસિક સેલેરી 18000 રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવી, પરંતુ કર્મચારી યૂનિયન્સ સતત તેનો વિરોધ કરી રહ્યા છે. તેમની માંગ છે કે બેસિક સેલેરીને 18000 રૂપિયાથી વધારીને 26000 રૂપિયા કરી દેવામાં આવે. જ્યારે ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકાથી વધારીને 3.57 ટકા કરી દેવામાં આવે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર વચ્ચેનો રસ્તો અપનાવી શકે છે. બેસિક સેલેરીને વધારી 21000 રૂપિયા કરી દેવાની ઉમ્મીદ છે.

એનપીઆર પર આરબીઆઈએ લીધો આ નિર્ણય, લોકો પૈસા ઉપાડવા દોડ્યાએનપીઆર પર આરબીઆઈએ લીધો આ નિર્ણય, લોકો પૈસા ઉપાડવા દોડ્યા

English summary
50 lakh Central Government employees can get good news in Next 10 Days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X