
આકર્ષક ડિવિડન્ડ આપતી 6 કંપનીઓ
માર્કેટમાં તેજી આવતા જ શેર્સના ભાવ વધે છે. જેના પગલે ડિવિડન્ડ ધટે છે. આમ છતાં ડિવિડન્ડ યિલ્ડની બાબતમાં કેટલાક શેર્સ આજે પણ એટલા જ આકર્ષક છે. જો કે તેમની સામે પણ પોતાનું પાછલું પરફોર્મન્સ ટકાવી રાખવાનો પડકાર રહેલો છે. અહીં અમે તમને એવા જ કેટલાક આકર્ષક શેર્સ અંગે જણાવી રહ્યા છીએ. શક્ય છે કે આ કંપનીઓમાં ડિવિડન્ડ સૌથી વધારે ના પણ હોઇ શકે આમ છતાં તેમનું ડિવિડન઼્ડ વળતર આકર્ષક ચોક્કસ છે...

ફોનિક્સ લેમ્પ્સ
ફોનિક્સ લેમ્પ્સ દ્વારા 130 ટકાનું ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં રૂપિયા 10ની ફેસ વેલ્યુ ધરાવતું વચગાળાના ડિવિડન્ડનો પણ સમાવેશ થાય છે. વર્તમાન માર્કેટ પ્રાઇસ 131 પર 12.14 ટકા ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું છે. આ ડિવિડન્ડ ટેક્સ ફ્રી છે.

યુનિક ઓર્ગેનિક્સ
રૂપિયા 10ની ફેસ વેલ્યુ પર યુનિક ઓર્ગેનિક્સ દ્વારા 20 ટકાનું ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં આ શેર રૂપિયા 20ના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે. જેના કારણે તેનું ડિવિડન્ડ યિલ્ડ અંદાજે 10 ટકા જેટલું થવા જાય છે. જે બેંક ડિપોઝિટ કરતા વધારે છે.

નોઇડા ટોલ બ્રિજ
નોઇડા ટોલ બ્રિજ દ્વારા કુલ 25 ટકા ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. વર્તમાન સમયે તેની માર્કેટ પ્રાઇસ 36 રૂપિયા છે.

પ્રિસિસન વાયર્સ
પ્રિસિસન વાયર્સના શેર્સનો ભાવ રૂપિયા 133 ચાલી રહ્યો છે. રૂપિયા 10ની ફેસ વેલ્યુ પર કંપનીના બોર્ડે 100 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. જેના પગલે ડિવિડન્ડ યિલ્ડ 7.5 ટકા થાય છે.

RSWM
RSWM રૂપિયા 187ના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે. તેના બોર્ડે 125 ટકા ડિવિડન્ડની જાહેરાત કરી છે. જેના કારણે તેનું ડિવિડન્ડ યિલ્ડ 6.76 ટકા થાય છે. આ કંપની રાજસ્થાન સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલના નામે જાણીતી છે. ભૂતકાળમાં પણ તેણે સારું ડિવિડન્ડ આપ્યું છે.

ક્લાસરિસ લાઇફસાયન્સીસ
ક્લાસરિસ લાઇફસાયન્સીસ માત્ર બીએસઇ પર ટ્રેડ થાય છે. રૂપિયા 10ની ફેસ વેલ્યુ પર તેણે 90 ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે. તેના કારણે 5.48 ટકાનું ડિવિડન્ડ યિલ્ડ મળે છે. તેની માર્કેટ પ્રાઇસ 167 રૂપિયા છે.