બ્રોકરેજ હાઉસની પહેલી પંસદ બનેલા 6 સ્ટોક્સ
ભારતમાં ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FIIs) તરફથી જોરદાર ખરીદી કરવામાં આવતા ભારતીય શેરબજારમાં તેજીને આખલો છેલ્લા કેટલાક સેશનથી પૂરપાટ ઝડપે દોડી રહ્યો છે. માર્કેટના વિશ્લેષકોનું માનવું છે કે આગામી સમયમાં માર્કેટમાં વધારે તેજી જોવા મળી શકે એમ છે. આ કારણે દેશના અગ્રણી બ્રોકરેજ હાઉસ તરફથી શેર્સમાં રોકાણ અંગે કેટલીક ટિપ્સ આપવામાં આવી છે, જે જાણવા આગળ ક્લિક કરો...

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ
કરન્ટ માર્કેટ પ્રાઇસ - રૂપિયા 285
સલાહ - ખરીદો
રેલિગેર દ્વારા ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 380 સેટ કરી છે. રેલિગેરનું માનવું છે કે વર્તમાન સમયમાં આ સ્ટોક અન્ડર વેલ્યુ છે.

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
કરન્ટ માર્કેટ પ્રાઇસ - રૂપિયા 83.25
સલાહ - ખરીદો
બીઓ ઇક્વિટી દ્વારા મોર્ડનાઇઝેશન અને એક્સપાન્શન યોજનાને પગલે આ સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે. તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 103 આપવામાં આવી છે.

એસઆરએફ
એમકે એસઆરએફના શેર્સમાં રોકાણ કરવાની સલાહ આપે છે. તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 1050 છે. તેનું વર્તામન મૂલ્ય રૂપિયા 843 છે. તેમાં 30 ટકાનો વધારો થવાની ધારણમા છે.

એચડીએફસી
ફર્સ્ટ કોલ રિસર્ચ દ્વારા એચડીએફસીમાં રોકાણ કરવાની સલાહ ાપવામાં આવી છે. તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 1156 છે. નાણાકીય વર્ષ 2015મા્ં તેમા 5 ગણું અને 2016માં 4.49ની વૃદ્ધિ આંકવામાં આવી છે.

કજરિયા સિરામિક્સ
કોટક દ્વારા કજરિયા સિરામિક્સમાં તેજી આવશે એવી ધારણા બાંધવામાં આવી છે. તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 648 રાખવામાં આવી છે.

જિંદાલ સૉ
આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટ દ્વારા જિંદાલ સૉમાં તેજી જોવામાં આવશે એવી ધારણા બાંધવામાં આવી છે. તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 82 રાખવામાં આવી છે. તેને હોલ્ડ કરવાનું કહેવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
