For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોમ લોન લેતા પહેલા આ 6 શબ્દોનો અર્થ સમજો

|
Google Oneindia Gujarati News

આપ હોમ લોન લેવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા આપે હોમ લોન લીધી હોય તો અહીં આપ સ્પષ્ટ રીતે આપનો વ્યુહ ઘડી શકો અને આયોજન કરી શકો એ માટે હોમ લોનને સંબંધિત કેટલાક પારિભાષિક શબ્દ પ્રયોગો જાણવા જરૂરી છે.

અહીં અમે એવા કેટલાક શબ્દો અને તેમના અર્થ રજૂ કરી રહ્યા છીએ જેને જાણાવ્યા બાદ આપની ગૂંચવણ અને મુંઝવણ બંને દૂર થશે...

1. ડિસબ્રશમેન્ટ

1. ડિસબ્રશમેન્ટ


જ્યારે લોન મંજુર થાય છે ત્યારે લોનની રકમ હોમ લોન કંપનીના હાથમાંથી ઘર વેચનારને આપવામાં આવે છે. આ પ્રક્રિયાને ડિસબ્રશમેન્ટ કહે છે. સરળ શબ્દોમાં કહીએ તો નાણાની ચૂકવણી કરવામાં આવે છે. જ્યારે એક જ હપ્તામાં કે એક સામટી સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવે ત્યારે તેને ફૂલ ડિસબ્રશમેન્ટ કહેવામાં આવે છે. ડિસબ્રશમેન્ટ ક્યારેય કેશ એટલે કે રોકડમાં કરવામાં આવતું નથી. ડોક્યુમેન્ટ આપવામાં આવે ત્યાર બાદ બધી જ ચૂકવણી ચેક દ્વારા કરવામાં આવે છે.

2. ઇએમઆઇ

2. ઇએમઆઇ


ઇએમઆઇ એટલે કે ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. ઇએમઆઇ એટલે લોન ભરપાઇ કરવાની કુલ રકમને એક સરખા માસિક હપ્તામાં વહેંચવામાં આવે છે તે. તેમાં આપે બેંકને ચૂકવવાની લોનની રકમ અને તેના વ્યાજની રકમનો સમાવેશ થાય છે.

3. ફિક્સ્ડ કે ફ્લોટિંગ

3. ફિક્સ્ડ કે ફ્લોટિંગ


ફિક્સ્ડ હોમ લોન રેટ એટલે કે આપના લોનના સમયગાળા દરમિયાન તેમાં કોઇ બદલાવ થતો નથી. ફ્લોટિંગ હોમ લોન રેટ્સ લોનના સમયગાળા પર નિર્ભર કરે છે. તે બેંક કે લોન આપનાર સંસ્થાના પ્રાઇમ લેન્ડિંગ રેટ અથવા રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ સાથે જોડાયેલો હોય છે.

4. પ્રિ ઇએમઆઇ

4. પ્રિ ઇએમઆઇ


પ્રિ ઇએમઆઇ ત્યારે અમલમાં આવે છે જ્યારે આપ મકાન બંધાઇ રહ્યું હોય અને આવા કિસ્સામાં બેંક તમામ રકમ બિલ્ડરને આપતી નથી. આવા કિસ્સામાં બેંક બાંધકામના વિવિધ તબક્કાને આધારે બેલ્ડરને હપ્તાવાર પેમેન્ટ કરે છે. પ્રિ ઇએમઆઇનો વ્યાજદર ડિસબ્રશ રકમ પર લાગતા વ્યાજ જેટલો જ હોય છે. જ્યારે સંપૂર્ણ રકમ ડિસબ્રશ થાય છે ત્યારે ઇએમઆઇ પેમેન્ટ શરૂ થાય છે.

5. માર્જિન

5. માર્જિન


જ્યારે આપ હોમ લોન માટે અરજી કરો છો, ત્યારે આપની ક્ષમતા અનુસાર બેંક 80થી 90 ટકા રકમની ચૂકવણી કરે છે. બાકીની 10થી 20 ટકા રકમ આપે બિલ્ડરને ચૂકવવાની હોય છે. તેને માર્જિન કે ડાઉન પેમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે.

6. પ્રિ અપ્રુવ્ડ પ્રોપર્ટી

6. પ્રિ અપ્રુવ્ડ પ્રોપર્ટી


વ્યક્તિઓએ આ અંગે જાહેરાતોમાં અવશ્ય જોયું હશે કે આ પ્રિ એપ્રુવ્ડ પ્રોપર્ટી છે. તેનો અર્થ એ થાય છે કે બિલ્ડર્સ દ્વારા જ હોમ ફાઇનાન્સ કંપની પાસે પ્રોપર્ટીના દસ્તાવેજો ચકાસ્યા છે. જો આ ચકાસણીમાં બધું યોગ્ય હોય તો બિલ્ડરને દસ્તાવેજો પર મંજુરીની મહોર મળે છે.

English summary
6 Terms You Should Know Before Availing Home Loan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X