સેવિંગ બેંક એકાઉન્ટ બંધ કરતા પહેલા 6 બાબતો ચેક કરો
આપે કોઇ કારણથી આપનું સેવિંગ બેંક એકાઉન્ટ બંધ કરાવવાનો નિર્ણય લીધો હોય કે ભવિષ્યમાં બંધ કરાવવાની જરૂર પડે અને એક બેંકમાંથી સેવિંગ બેંક એકાઉન્ટ બંધ કરાવી બીજી બેંકમાં સેવિંગ બેંક એકાઉન્ટ ખોલાવવા જઇ રહ્યા હોવ ત્યારે જુની બેંકના ખાતા અંગે કેટલીક બાબતો ચોક્કસાઇ પૂર્વક ચકાસી લેવી જોઇએ.
અમે અહીં સેવિંગ બેંક એકાઉન્ટ બંધ કરાવતા સમયે શું શું ધ્યાનમાં રાખવું તે અંગે વાત કરી રહ્યા છીએ. વધારે વિગતો જાણવા માટે આગળ ક્લિક કરો...

1. ઓટોમેટેડ પેમેન્ટ કેન્સલ કરો
જો આપના બિલ બેંક મારફતે ઓટોમેટેડ ચૂકવાતા હોય તો જુની બેંકમાંથી આ સુવિધા કેન્સલ કરાવી નવી બેંકમાં આ માટે અરજી આપવાનું ભૂલવું જોઇએ નહીં. ખાસ કરીને આપ કોઇ ઓટો રિન્યુ, ક્વાટર્લી કે બાયએન્યુઅલ ઇન્શ્યોરન્સ પેમેન્ટ ચૂકતા નથી તે જોઇ લેવું જોઇએ.

2. સ્ટેટમેન્ટ્સ બેક અપ
આપની પાસે આપના સેવિંગ બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટનું બેકઅપ હોવું જરૂરી છે. આપ ખાતુ બંધ કરાવતા પહેલા સ્ટેટમેન્ટની હાર્ડ કોપી અને સોફ્ટ કોપી રાખીને તેને સાચવી શકો છો.

3. નવું ખાતું ખોલાવો
આપ જ્યારે પણ નવી બેંકમાં નવું ખાતું ખોલાવો ત્યારે જ્યાં સુધી આપની પાસે ડેબિટ કાર્ડ, તેનો પિન, ચેક બુક આવી ના જાય, ત્યાં સુધી બધા જ રૂપિયા તેમાં ટ્રાન્સફર ના કરો. કારણ કે રૂપિયાની જરૂર ગમે તે સમયે પડી શકે છે. આ વસ્તુઓ વગર ખાતામાં રહેલા રૂપિયા અર્થહીન છે.

4. બેલેન્સ ચેક કરો
જુની બેંકમાં આપનું બેલેન્સ નેગેટિવ હશે તો ખાતુ બંધ નહીં થાય આ માટે આપે જરૂરી રકમની ચૂકવણી બેંકને કરવી પડશે. આ માટે બેંકમાં મીનિમમ બેલેન્સ જાળવો.

5. ઓટો પેમેન્ટ સુવિધા શરૂ કરાવો
જો આપે નવી બેંકમાં ખાતુ ખોલાવ્યા બાદ ઓટો પેમેન્ટ સુવિધા શરૂ ના કરાવી હોય તો ધ્યાન રાખો કે તે શક્ય તેટલી ઝડપથી શરૂ થાય. નહીં તો આપના વિવિધ બિલ પર પેનલ્ટી ચૂકવવી પડશે.

6. એકાઉન્ટ નંબરનો ખાસ ઉલ્લેખ
આપ બેંક બદલો ત્યારે નવો એકાઉન્ટ નંબર આપની કંપનીમાં આપવાનું ભૂલશો નહીં. નહીંતર આપને સમયસર સેલરી મેળવવામાં મુશ્કેલી નડી શકે છે. આ ઉપરાંત અન્ય જે જગ્યાએ એકાઉન્ટ નંબર આપવાના હોય તેની યાદી બનાવીને શક્ય તેટલી ઝડપથી તે આપવા જોઇએ.