6G In India : 6G ની રેસમાં ભારતની એન્ટ્રી, જાણો શું છે 6G ટેક્નોલોજી
6G In India : સમગ્ર દુનિયામાં સૌથી ફાસ્ટ ઇન્ટરનેટ સર્વિસ રોલ આઉટ કરવાવાળો દેશ ભારત બની ગયો છે. ગત ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં 5G સર્વિસ લોન્ચ કરી હતી. સરકારે ટેલીકોમ કંપનીઓને માર્ચ 2023 સુધી દેશમાં ઓછામાં ઓછા 200 શહેરોમાં 5G સેવા પહોંચાડવાનો લક્ષ્યાંક આપ્યો હતો.
રિલાયન્સ જિયો અને ભારતી એરટેલે અત્યાર સુધીમાં 500થી વધુ શહેરોમાં ફિફ્થ જનરેશન સર્વિસ શરૂ કરી છે. એટલું જ નહીં, ભારતે 6G એટલે કે સિક્સ્થ જનરેશન ટેક્નોલોજીની તૈયારી પણ શરૂ કરી દીધી છે.

ગયા અઠવાડિયે વડાપ્રધાન મોદીએ 6Gનું વિઝન ડોક્યુમેન્ટ લોન્ચ કર્યું હતું. આ સાથે, તેમણે આ આવનારી ટેલિકોમ સેવા માટે ટેસ્ટ બેડ અને ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન માટે ઈનોવેશન સેન્ટર અને એરિયા ઓફિસનું પણ ઉદ્ઘાટન કર્યું.
ઇન્ટરનેશનલ ટેલિકોમ યુનિયન (ITU) માટે રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટરના ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, અમે ભારતમાં 5G સેવા શરૂ થયાના 6 મહિના બાદ જ 6G વિશે વાત કરી રહ્યા છીએ, તે ભારતનો મજબૂત આત્મવિશ્વાસ દર્શાવે છે. ભારતમાં સૌથી ઝડપી 5G રોલઆઉટ થઈ રહ્યું છે. 6 મહિનાની અંદર દેશના 350 થી વધુ શહેરોમાં 5G સેવા શરૂ થઈ ગઈ છે.
6G સેવાનો વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરતી વખતે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ પરીક્ષણ ભારતના ડિજિટલ ઈન્ડિયા મિશનને વધુ મજબૂતી આપશે. આ નેક્સ્ટ જનરેશન ટેલિકોમ ટેક્નોલોજી વર્તમાન ડિજિટલ ટેક્નોલોજીને મજબૂત બનાવશે.
છેલ્લા 9 વર્ષમાં સરકારી અને ખાનગી ટેલિકોમ કંપનીઓએ દેશમાં 25 લાખ કિલોમીટર ઓપ્ટિકલ ફાઈબરનું નેટવર્ક નાખ્યું છે. 2 લાખથી વધુ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબરથી જોડવામાં આવી છે. આ સિવાય 5 લાખ કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા લોકોને ડિજિટલ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

5G ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે?
5G જેને પાંચમી પેઢી (ફિફ્થ જનરેશન) પણ કહેવામાં આવે છે. તે વાયરલેસ કનેક્ટિવિટી છે, જેમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ એટલે કે રેડિયોતરંગોનો ઉપયોગ થાય છે. તે નવી પેઢીની ટેલિકોમ ટેક્નોલોજી છે, જેમાં તમામ જૂની જનરેશન એટલે કે 1G, 2G, 3G અને 4G (LTE)કરતા રેડિયો તરંગોનું વિનિમય ઝડપથી થાય છે. ટેક્નિકલ ભાષામાં તેને MIMO એટલે કે મલ્ટીપલ ઇનપુટ અને મલ્ટીપલ આઉટપુટકહેવામાં આવે છે.
હાલની 5G ટેક્નોલોજી એ 4G LTE (લોંગ ટર્મ ઇવોલ્યુશન)નું અપગ્રેડેડ વર્ઝન છે. તે લો, મીડિયન અને હાઇ આવર્તન બેન્ડ પર કામ કરેછે. આ ત્રણેય બેન્ડના પોતાના ફાયદા અને ગેરફાયદા છે.
લો ફ્રીક્વન્સી બેન્ડ્સમાં 600 થી 2300 MHz સુધીની રેડિયો ફ્રીક્વન્સીનો સમાવેશ થાય છે, જે 4G સ્પેક્ટ્રમ બેન્ડ્સ જેવો જ છે. જ્યારે, જોઆપણે મિડ ફ્રીક્વન્સી બેન્ડ વિશે વાત કરીએ, તો તે 3300 MHz છે. જ્યારે હાઈ ફ્રીક્વન્સી બેન્ડ 26 ગીગાહર્ટ્ઝનું છે.

NSA અને SA શું છે?
બે પ્રકારના 5G નેટવર્ક છે, જેમાં NSA અને SAનો સમાવેશ થાય છે. NSA માં, હાલના 4G નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને5G સેવા શરૂ કરવામાં આવી છે.
હાલમાં, વિશ્વભરની મોટાભાગની ટેલિકોમ કંપનીઓ NSA એટલે કે નોન-સ્ટેન્ડ અલોન 5G સેવા શરૂકરી રહી છે. ભારતમાં એરટેલે પણ NSA ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 5G સેવા શરૂ કરી છે.
આવા સમયે SA એટલે કે સ્ટેન્ડ અલોન 5G નેટવર્ક વાસ્તવમાં લોંગ ટર્મ ઈવોલ્યુશન (LTE) નું અપગ્રેડેડ વર્ઝન છે, જેમાં ટેલિકોમકંપનીઓએ 5G સેવા શરૂ કરવા માટે અલગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે. આ 5G સેવા વધુ ખર્ચાળ છે અને NSA કરતાં વધુ ઝડપેઇન્ટરનેટ એક્સેસ કરવાની મંજૂરી આપે છે.
Reliance Jio SA એટલે કે Stand Alone ભારતમાં 5G નેટવર્ક પ્રદાન કરી રહ્યું છે.

6G શું છે?
5Gની જેમ, 6Gને છઠ્ઠી પેઢી (સિક્સથ જનરેશન) ની વાયરલેસ ટેકનોલોજી કહેવામાં આવે છે. તે 5G જેવા રેડિયો તરંગો પર પણ કામકરશે, પરંતુ હાલમાં આ ટેક્નોલોજીનું કોઈ અસ્તિત્વ નથી.
વર્ષ 2018માં વ્યાપારી ધોરણે 5G સેવા શરૂ કર્યા બાદ, તેની આગામી જનરેશનપર સંશોધન શરૂ થયું છે.5G કરતાં 6Gમાં મોટું અપગ્રેડ જોવા મળશે.
જેમ 5Gમાં ઘણા પ્રકારના નેટવર્કને એકસાથે લાવવાની ક્ષમતા છે, તેવી જ રીતે 6G પણહશે, પરંતુ 5G ટેક્નોલોજીમાં તમામ પ્રકારના નેટવર્કને આપમેળે સામેલ કરવામાં આવતું નથી. જ્યારે 6G નેટવર્કમાં આ કામ ઓટોમેટિકથઈ જશે. તેમાં 5G કરતા 10 ગણી ઝડપથી ડેટા શેર કરવાની ક્ષમતા હશે.
ભારતે 6G માટે ટેસ્ટ બેન્ડ લોન્ચ કર્યો છે, જેનો અર્થ છે કે, ભારતમાં પણ આ નેક્સ્ટ જનરેશન ટેલિકોમ ટેક્નોલોજી માટે સંશોધન કરવામાંઆવશે.
આ ટેક્નોલોજી પર સૌથી પહેલા સાઉથ કોરિયા અને જાપાનમાં રિસર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. હવે આ યાદીમાં ભારતનું નામ પણસામેલ થઈ ગયું છે.

6G ક્યારે લોન્ચ થશે?
અમેરિકા, યુરોપિયન યુનિયન, રશિયા, ચીન, સિંગાપોર અને આરબ અમીરાતે 6જી ટેક્નોલોજી માટે સંશોધન શરૂ કર્યું છે. ટેક્નોલોજી કંપનીઓવિશે વાત કરીએ તો, ભારતી એરટેલ, એન્ટ્રીસુ, એપલ, એરિક્સન, ફ્લાય, હુવેઇ, રિલાયન્સ જિયો, કીસાઇટ, એલજી, નોકિયા, એનટીટીડોકોમો, સેમસંગ, વોડાફોન-આઇડિયા, શાઓમીએ પણ શક્યતાઓ શોધવાનું શરૂ કર્યું છે.
ભારતે 6G માટે ટેસ્ટ બેન્ડ લોન્ચ કર્યા છે, જેનો અર્થ છે કે, ભારતમાં પણ આ નેક્સ્ટ જનરેશન ટેલિકોમ ટેક્નોલોજી માટે સંશોધન કરવામાંઆવશે. આ ટેક્નોલોજી પર સૌથી પહેલા સાઉથ કોરિયા અને જાપાનમાં રિસર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. હવે આ યાદીમાં ભારતનું નામ પણસામેલ થઈ ગયું છે.












Click it and Unblock the Notifications
