
GSTના અમલથી 7 કંપનીઓના શેર્સમાં જોવા મળશે તેજી
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી - GST)ના અમલીકરણની દિશામાં ઝડપથી આગળ વધવાનું શરૂ કરી દીધું છે. આ માટે લોકસભામાં જીએસટી બિલ રજૂ કરવામાં આવ્યું છે અને બધું યોગ્ય રીતે પાર પડશે તો આગામી 1 એપ્રિલ, 2016થી દેશભરમાં તેનો અમલ થશે. જીએસટીના અમલથી માર્જિન વધશે એવી ધારણા છે. જેના કારણે જીડીપીમાં પણ વધારો થશે.
આ આધારે અમે અહીં એવી કેટલીક કંપનીઓની વાત કરી રહ્યા છીએ જેને જીએસટીના અમલથી ફાયદો થવાનો છે. જેના કારણે શેરમાર્કેટમાં તેના સ્ટોક્સમાં તેજી જોવા મળી શકે છે...

પીવીઆર સિનેમા
જીએસટીના અમલને કારણે એન્ટરટેઇનમેન્ટ ટેક્સ ઘટશે. જેના કારણે પીવીઆર જેવી કંપનીએ ઓછો ટેક્સ ભરવો પડશે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કંપની સ્ટોક વધ્યો છે. આગામી સમયમાં તેમાં વધારે તેજી જોવા મળી શકે છે.

એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ
યુએસબી દ્વારા જીએસટીના અમલથી કઇ કંપનીઓને લાભ થશે તેની એક યાદી જાહેર કરવામાં આવી છે. તેમાંથી એક કંપની એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ છે.

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સને જીએસટીના અમલ બાદ વેરહાઉસિંગ કોસ્ટ ઘટશે જેના કારણે ફાયદો થશે.

બજાજ ઇલેક્ટ્રિકલ્સ
બજાજ ઇલેક્ટ્રોનિક્સ, હેવલ્સ, ક્રોમ્પ્ટન ગ્રેવ્સ જેવી કંપનીઓને જીએસટીના કારણે ભારે ફાયદો થશે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા
ઓટો કંપનીઓમાં ટેક્સ બર્ડન ઘટવાને કારણે નફાનું માર્જિન વધશે.

કજરિયા સિરામિક્સ
સારા લોજિસ્ટિક્સ અને વેરહાઉસ મેનેજમેન્ટને કારણે જીએસટીના અમલ બાદ કજરિયા સિરામિક્સ જેવી કંપનીને ફાયદો થશે.

બ્રિટાનિયા
બ્રિટાનિયા જેવી એફએમસીજી કંપનીને જીએસટીના અમલ બાદ લોજિસ્ટિક્સમાં ફાયદો થશે જેના કારણે તેનો નફો વધશે.