For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 ફીચર્સના કારણે બેસ્ટ છે માઇક્રોમેક્સના આ વિંડો સ્માર્ટફોન

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય સ્માર્ટફોન બજાર હોય કે વિશ્વ મોબાઇલ બજાર માર્કેટમાં સ્માર્ટફોન ધૂમ મચાવી રહ્યાં છે. જેમાં ખાસ કરીને એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને વિંડો સ્માર્ટફોન વચ્ચે રિતસરની સ્પર્ધા ચાલી રહી હોય તેમ કયો મોબાઇલ બેસ્ટ છે, તેની ચર્ચા દરેક ઠેકાણે આપણને સાંભળવા મળતી હોય છે.

આ ચર્ચા અંતર્ગત વિંડો કે પછી એન્ડ્રોઇડ આ પ્રશ્નનો જવાબ કદાચ તમારામાંથી અનેક લોકો પાસે નહીં હોય, કારણ કે જે ફોન તમારા બજેટમાં ફીટ બેસે છે અને જેમાં નવા ફીચર છે એ જ તમારા માટે બેસ્ટ છે. તાજેતરમાં લોન્ચ થયેલા માઇક્રોમેક્સના પહેલા વિંડો સ્માર્ટફોનની કિંમત અને તેના ફીચર્સને જોઇને અનેક એન્ડ્રોઇડ ખરીદનારાનું મન બદલાઇ શકે છે. કારણ કે, માઇક્રોમેક્સ ક્વોલિટીની સાથોસાથ ક્વોન્ટેટી બન્નેનું ધ્યાન રાખે છે. તમારામાંથી ઘણા વિંડોમાં આપવામાં આવેલા ફીચર્સ અંગે નહીં જાણતા હોય, પરંતુ એ પહેલા ચાલો વાત કરીએ કેનવાસ વિન અંગે.

માઇક્રોમેક્સ વિન 121- 9,500 રૂપિયા
માઇક્રોમેક્સ વિન 092- 6,500 રૂપિયા

તો ચાલો તસવીરો થકી જાણીએ એ 7 ફીચર અંગે જેના કારણે તમે માઇક્રોમેક્સ વિંડો ફોન ખરીદી શકો છો.

5 ઇંચની આઇપીએસ સ્ક્રીન

5 ઇંચની આઇપીએસ સ્ક્રીન

મૂવી, ગેમ્સની મજા લેવી છે તો ફોનમાં મોટી સ્ક્રીન હોવી જોઇએ. કેનવાસ ડબલ્યુ 121માં 5 ઇંચની હાઇડેફિનેશન આઇપીએસ સ્ક્રીન આપવામાં આવી છે, જે 1280*720 પિક્સલ સપોર્ટ કરે છે. આ ઉપરાંત સ્ક્રીનમાં બ્રાઇટ કલર આપવામાં આવ્યા છે.

લેધર બેક પેનલ

લેધર બેક પેનલ

ફોનના બેક પેનલને જોઇને કોઇ કહી ના શકે કે આ ફોનની કિંમત 10 હજારની અંદર હશે. વિન 121માં લેધર બેક કવર ફિનિશ આપવામાં આવી છે, જે સ્ટાઇલિશ લૂક આપે છે.

કનેક્ટિવિટી

કનેક્ટિવિટી

કેનવાસ વિન 121 થકી તમે આખા વિશ્વ સાથે જોડાઇ શકો છો કારણ કે તેમાં 3જી સાથે યુએસબી પોર્ટ, બ્લુટૂથ, વાઇફાઇ જેવા કનેક્ટિવિટી ફીચર આપવામાં આવ્યા છે.

મેમરી

મેમરી

કેનવાસ વિંડોના બન્ને વિંડો 8.1 હેંડસેટ્સમાં 8 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, સાથે જ જો ફોનમાં ઇન્ટરનલ મેમરી વધારવા માગો છો તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ફોનમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યું છે. જેની મદદથી તમે 32 જીબી સુધી મેમરી એક્સપાન્ડ કરી શકો છો.

પ્રોસેસર

પ્રોસેસર

મોટાભાગના લોકો પ્રોસેસર પર ધ્યાન નથી આપતા પરંતુ પ્રોસેસર એક હૃદય સમાન હોય છે. જો તમારા ફોનમાં પ્રોસેસર ફાસ્ટ હશે તો ફોન પણ ફાસ્ટ રન કરશે. માઇક્રોમેક્સમાં નવા વિંડો સ્માર્ટફોન્સમાં 1.2 ગીગાહર્ટ્ઝનું ક્વોલકોમ સ્નેપડ્રેગન 200 ક્વાડકોર પ્રોસેસર લાગેલું છે, જે સ્મૂથ રન કરવામાં મદદ કરે છે.

કેમેરા

કેમેરા

માઇક્રોમેક્સ કેનવાસ વિન 121માં 8 મેગા પિક્સલ ઓટોફોકસ રિયર કેમેરા અને વિન 092માં 5 મેગા પિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે.

ફ્રન્ટ કેમેરા

ફ્રન્ટ કેમેરા

વિન 121માં 2 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે, તેમજ લિડ લાઇટ ફ્લેશ લાઇટ પણ લાગેલી છે, જેથી તમે ઓછા પ્રકાશમાં પણ તસવીર ખેંચી શકો છો. વિન 092માં વીજીએ કેમેરા આપવામાં આવ્યો છે. તસવીર ખેંચ્યા બાદ તમે તેને સીધા જ ઇંસ્ટ્રાગ્રામ અને ફેસબુક પર શેર કરી શકો છો.

2000 એમએએચ બેટરી

2000 એમએએચ બેટરી

લાંબા સમય સુધી ચાલવું હોય તો એનર્જી જોઇએ. ફોનમાં આપવામાં આવેલી 2000 એમએએચની બેટરી તેને 150 કલાકના સ્ટેંડબાય ટાઇમ અને 8 કલાકનો ટોક ટાઇમ આપે છે.

વિંડો 8.1

વિંડો 8.1

માઇક્રોસોફ્ટના નવા વિંડો 8.1 ઓએસમાં અનેક ફીચર આપવામાં આવ્યા છે. જેમકે નોટિફિકેશન પેનલ, મોર ટાઇલ્સ એડજેસ્ટમેન્ટ ઉપરાંત 8.1માં ડેટા લિમિટની મદદથી તમે તમારા ફોનના ડેટા કંટ્રોલ કરી શકો છો.

English summary
7 micromax canvas window phones features which makes best phone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X