For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વારસામાં રૂપિયા મેળવો તો આ 7 બાબતો ધ્યાનમાં રાખજો

|
Google Oneindia Gujarati News

રોકડ, ફિક્સ્ડ ડિપોઝિટ કે પીપીએફની રકમ વારસામાં મળે ત્યારે તેની વ્યવસ્થા અને રોકાણ કરવાનું ઘણા લોકો માટે કપરું બની જાય છે કારણ કે તેમાં લાગણીઓ ગુમાવીને વારસાગત રકમને સાચવવાની હોય છે.

વારસામાં મળેલી રકમનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો કે જેથી આપનું ભવિષ્ય વધારે ઉજળું બને અને યાદગીરી પણ જળવાઇ રહે તે અઘરું છે. આ માટે શ્રેષ્ઠ માર્ગ એ જ છે કે આપે રોકાણની પ્રાથમિકતાઓ નક્કી કરવાની હોય છે. આ માટે આપે દરેક પ્રકારની રોકાણક્ષેત્રોમાં ક્યાં કેટલું રોકાણ કરવું છે તેનો નિર્ણય લેવો પડે છે.

આમ કરવા માટે આપને તત્કાળ કોઇ ઉકેલ નહીં મળે. આ માટે આપે પુરતો સમય કાઢીને વિચારવું પડશે કે આપે ક્યાં કેટલું રોકાણ કરવું છે. જો કે આ માટે અમે આપને કેટલાક શ્રેષ્ઠ રોકાણ વિકલ્પો સૂચન તરીકે આપી રહ્યા છીએ જે આપને ચોક્કસ મદદરૂપ બનશે...

1. દેવું ચૂકતે કરો

1. દેવું ચૂકતે કરો


જો આપે કોઇ પ્રકારની લોન લીધી હોય તો તેને ચુકતે કરી શકાય છે. આ લોન હોમ લોન સિવાયની લોન હોઇ શકે છે. કારણ કે હોમ લોન આપને ટેક્સમાં રાહત કરી આપે છે. જ્યારે અન્ય લોન માટે આપે ઊંચું વ્યાજ ચૂકવવું પડે છે.

2. ઇમર્જન્સી ફંડ ઉભું કરો

2. ઇમર્જન્સી ફંડ ઉભું કરો


જો આપે અત્યાર સુધી કોઇ ઇમર્જન્સી ફંડ ઉભું કર્યું ના હોય તો તે તૈયાર કરી શકો છો. આપને વારસામાં મળેલા રૂપિયામાંથી થોડી રકમ ઇમર્જન્સી ફંડ તરીકે બાજુએ મુકી શકો છો.

3. આપની બચત વધારો

3. આપની બચત વધારો


આપ વારસાગત રકમમાંથી થોડી રકમ બચતના સાધનોમાં રોકી શકો છે. જેથી આપની આવક વધી શકે છે અથવા મોટી ઊંમરે આપને ફાયદો થઇ શકે છે.

4. વિવિધ રોકાણો વચ્ચે ફાળવણી

4. વિવિધ રોકાણો વચ્ચે ફાળવણી


વારસામાં મળેલી મિલકત કોઇ એક જગ્યાએ રોકવાને બદલે તેને એકથી વધારે રોકાણ સાધનો વચ્ચે વહેંચી દેવી જોઇએ.

5. પ્રોપર્ટીમાં રોકાણ

5. પ્રોપર્ટીમાં રોકાણ


વ્યક્તિ વારસાગત રકમનું રોકાણ સારી પ્રોપર્ટીમાં કરી શકે છે. અન્ય રોકાણો કરતાં તેમાં ઝડપથી વધારે વળતર મળી શકે છે.

6. ઉચ્ચ શિક્ષણ

6. ઉચ્ચ શિક્ષણ


બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે પણ રકમ ખર્ચ કરી શકાય છે, કારણ કે તે સારા ભવિષ્ય માટેનું રોકાણ છે.

7. બેંક એકાઉન્ટ

7. બેંક એકાઉન્ટ


વારસાગત રકમને એફડી કે બેંક એકાઉન્ટમાં રોકી રાખી શકાય છે.

English summary
7 Things to do When You Receive an Inheritance Amount.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X