For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના 7 કુખ્યાત નાણાકીય કૌભાંડો

|
Google Oneindia Gujarati News

ફાઇનાન્શિયલ સ્કેમ્સ એટલે કે નાણાકીય કૌભાંડો કે આર્તિક કૌભાંડો થવા હવે ભારત માટે સામાન્ય બાબત બની ગઇ છે. કૌભાંડોમાં નકલી ઓળખ કે દસ્તાવેજોની મદદથી છેતરપિંડી આચરીને અથવા ગેરકાયદેસર રીતે નાણા મેળવવામાં આવે છે. કૌભાંડો આ રીતે નાણા મેળવવાનું એક સાધન બની ગયા છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આચરવામાં આવેલા કૌભાંડોને કારણે દલાલ સ્ટ્રીટમાં હડકંપ મચી ગયો છે.

સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI - સેબી)એ સિક્યુરિટી માર્કેટમાં છીંડા ઓછા કરવા માટે નિયમો અને નિયંત્રણોમાં સુધારો કરીને તેના મજબૂત બનાવ્યા છે. અહીં અમે ભારતમાં અત્યાર સુધીના ટોપ કહી શકાય તેવા કૌભાંડો રજૂ કરી રહ્યા છીએ...

1. હર્ષદ મહેતા કૌભાંડ કેસ

1. હર્ષદ મહેતા કૌભાંડ કેસ


કૌભાંડોની વાત આવે ત્યારે હર્ષદ મહેતાનું નામ પહેલા યાદ આવે છે. તેણે સિસ્ટમમાં રહેલી ખામીઓનો લાભ બનાવી અનેક રોકાણકારોને મૂર્ખ બનાવ્યા હતા.
હર્ષદ મહેતાએ એપ્રિલ 1991થી મે 1992 દરમિયાન બેંકોમાંથી રૂપિયા 5000 કરોડનું ફંડ સ્ટોક બ્રોકર્સમાં રોક્યું હતું. આ કૌભાંડ બહાર આવતા જ સ્ટોક માર્કેટ ક્રેશ થયું હતું.
હર્ષદ મહેતાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

2. કેતન પારેખ કૌભાંડ કેસ

2. કેતન પારેખ કૌભાંડ કેસ


હર્ષદ મહેતાના પગલે આગળ વધીને કેતન પારેખે તેમનાથી પણ વધારે મોટું કૌભાંડ આચર્યું હતું. કેતન મહેતા ચાર્ટર્ડ એકાઉટન્ટ હતા. તેમનો એનએચ સિક્યુરિટીના નામે ફેમિલી બિઝનેસ હતો.

પારેખે બેંકો અને સ્ટોક એક્ચચેન્જને મૂરખ બનાવી કૌભાંડ આચર્યું હતું. તેણે અલ્હાબાદ સ્ટોક એક્સચેન્જ અને કલકત્તા સ્ટોક એક્સચેન્જમાં ખોટા નામે શેર્સ ખરીદ્યા હતા અને કંપનીના શેરના ભાવને અસર કરી હતી.

3. સત્યમ કૌભાંડ કેસ

3. સત્યમ કૌભાંડ કેસ


આઇટી કંપની સત્યમના સીઇઓ રામલિંગમ રાજુએ અન્ય બે વ્યક્તિઓ સાથે મળીને વર્ષ 2003થી 2008માં કંપનીનું વેચાણ, નફો અને માર્જિન વધારે બતાવીને કૌભાંડ આચર્યું હતું.

રાજુની ધરપકડના 33 મહિના બાદ પણ સીબીઆઇ તેમની સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં નિષ્ફળ રહેતા 4 નવેમ્બર, 2011ના રોજ તેને જામીન આપવામાં આવ્યા હતા.

4. રૂપ ભણશાળી કૌભાંડ કેસ

4. રૂપ ભણશાળી કૌભાંડ કેસ


CRB એક સમયની ટોચની ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ફર્મ હતી. તેને સી આર ભણશાળી દ્વારા શરૂ કરવામાં આવી હતી. રૂપ ભણશાળીએ મ્યુચ્યુઅલ ફંડ્સ, ડિબેન્ચર્સ અને ફિક્સ્ડ ડિપોઝિટ્સ મારફતે રોકાણકારો પાસેથી પૈસા એકત્ર કર્યા હતા.

તેણે નકલી કંપનીઓના નામે પૈસા ઉભા કરીને તેનું રોકાણ પોતાની અન્ય કંપનીઓ અથવા જેની સાથે રોકાણ કર્યું હોય તેમાં રોક્યા હતા.

5. સુબ્રોતો રોય કૌભાંડ કેસ

5. સુબ્રોતો રોય કૌભાંડ કેસ


સહારા ગ્રુપના માલિક સુબ્રોતો રોય સહારા હાઉસિંગ બોન્ડ્સના નામે સેબીના નિયમોનું ઉલ્લંઘન કરીને રોકાણકારો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા. આ કેસ હજી પણ ચાલે છે. સુબ્રોતો બહાર આવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

6. સારદા કૌભાંડ કેસ

6. સારદા કૌભાંડ કેસ


ચિટ ફંડ કંપની સારદા ગ્રુપના ચેરમેન સુદીપ્તા સેન વિવિધ રોકાણ યોજનાઓ ચલાવતા હતા. તેમણે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાંથી અનેક રોકાણકારો પાસેથી નાણા પડાવ્યા હતા.

7. NSEL કૌભાંડ કેસ

7. NSEL કૌભાંડ કેસ


NSEL કંપનીના જિજ્ઞેશ શાહે તેમના સાથે શ્રીકાંત જાવલગેકર સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું. તેઓ રોકાણકારોને કોમોડિટીમાં રોકાણ કરીને ચોક્કસ રિટર્ન આપવાનું વચન આપીને પૈસા ઉઘરાવતા હતા. પાછળથી ખબર પડી કે તેઓ જે સ્ટોક્સમાં રોકાણનું કહેતા હતા તે સ્ટોક્સ વાસ્તવમાં છે જ નહીં.

English summary
7 Top Famous Financial Scams in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X