7th Pay Commission : મોંઘવારી દર 7 ટકાથી નીચે, કેન્દ્રીય કર્મચારીઓના DAમાં થશે આટલો વધારો
કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને બહુ જલ્દી મોટી ભેટ આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવા જઈ રહી છે.
7th Pay Commission : કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને બહુ જલ્દી મોટી ભેટ આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવા જઈ રહી છે.
જુલાઈમાં દેશનો છૂટક મોંઘવારી દર ઘટીને 7 ટકાની નીચે આવી ગયો છે. જોકે, તે હજૂ પણ ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકથી ઉપર છે. આવી સ્થિતિમાં સરકાર ટૂંક સમયમાં DA વધારા અંગે નિર્ણય લે તેવી અપેક્ષા છે.

મોંઘવારી ભથ્થું દર છ મહિને બદલાય છે
છેલ્લી વખત જાન્યુઆરી માટે DA વધારો માર્ચ 2022 માં સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. આ વખતે હજુ સુધી કોઈ અપડેટ નથી. તમને જણાવી દઈએ કે ડીએ માત્ર સરકારી કર્મચારીઓના પગારનો એક ભાગ છે.
જેમાં સરકાર દ્વારા દર છ મહિને ફેરફાર કરવામાં આવે છે. જાન્યુઆરી માટે DA માર્ચમાં જાહેર કરવામાં આવ્યો હતો. જુલાઈ માટે DA અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

છૂટક ફુગાવો ઘટીને 6.71 ટકા થયો છે
માર્ચમાં સરકારે DAમાં 3 ટકાનો વધારો કરીને 34 ટકા કર્યો હતો. હવે ફરીથી ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત થવા જઈ રહી છે. જુલાઈમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 6.71 ટકા પર આવી ગયો છે. આ હિસાબે DAમાં 4 ટકાનો વધારો થવાની ધારણા છે. જૂનમાં મોંઘવારી દર 7.01 ટકા હતો, તે સમયે DA વધીને 5 ટકા થવાની ધારણા હતી.
ઉલ્લેખનીય છે કે, DAમાં વધારો એઆઈસીપીઆઈ ઈન્ડેક્સના આધારે નક્કી કરવામાં આવે છે. જૂન માટે AICPI ઇન્ડેક્સ 129.2 પોઇન્ટ હતો. ચાલો જાણીએ કે, જો DAમાં 4 ટકાનો વધારો થશે, તો પગારમાં કેટલો ફેરફાર થશે?

મહત્તમ બેઇઝિક પગાર પર ગણતરી
1. કર્મચારીનો બેઇઝિક પગાર - રૂપિયા 56,900
2. નવું મોંઘવારી ભથ્થું (38 ટકા) - રૂપિયા 21,622/મહિને
3. અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (34 ટકા) - રૂ.19,346/મહિને
4. મોંઘવારી ભથ્થામાં 21,622 - 19,346 = રૂપિયા 2260/મહિને વધારો થયો
5. વાર્ષિક પગારમાં વધારો 2260 X 12 = રૂપિયા 27,120

લઘુત્તમ મૂળભૂત પગાર પર ગણતરી
1. કર્મચારીનો બેઇઝિક પગાર - રૂપિયા 18,000
2. નવું મોંઘવારી ભથ્થું (38 ટકા) - રૂપિયા 6840/મહિને
3. અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (34 ટકા) - રૂપિયા 6120/મહિને
4. કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું 6840-6120 - રૂપિયા 1080/મહિને
5. વાર્ષિક પગારમાં વધારો 720 X 12 - રૂપિયા/8640












Click it and Unblock the Notifications
