7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મળશે સારા સમાચાર, વધશે મોંઘવારી ભથ્થું
7th Pay Commission: રક્ષાબંધન બાદ કેન્દ્ર સરકારની મોદી સરકારે એલપીજી ગેસ સિલિન્ડર પર 100 રૂપિયાની વધારાની સબસિડીની જાહેરાત કરી છે. 100 રૂપિયાની આ વધારાની સબસિડી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સરકાર તરફથી આપવામાં આવશે.
હવે આ પછી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ DA/DR વધારવાની રાહ જોઈ રહ્યા છે. એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સને વર્ષના બીજા ભાગમાં એટલે કે, 1 જુલાઈથી ડીએમાં વધારાથી રાહત મળશે.

15 ઓક્ટોબર પછી કોઈપણ દિવસે થશે જાહેરાત - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે કેન્દ્રીય કેબિનેટ નવરાત્રિ દરમિયાન કર્મચારીઓના DA અને DRને લઈને જાહેરાત કરી શકે છે.
છેલ્લા કેટલાક વર્ષો પર નજર કરીએ, તો કેન્દ્રીય કેબિનેટ નવરાત્રી દરમિયાન DA અને DR પર સારા સમાચાર આપે છે. આવી સ્થિતિમાં, આશા છે કે, સરકાર 15 ઓક્ટોબર પછી કોઈપણ દિવસે સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર જાહેર કરી શકે છે. બીજી તરફ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવનાર છે.
નોટિફિકેશન બહાર પડતાં પહેલાં જ DAમાં વધારો થશે - જો પાંચ રાજ્યોની ચૂંટણીને લગતું નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે, તો સરકાર દ્વારા ડીએ વધારવાની જાહેરાત કોઈ પડકારથી ઓછી નહીં હોય. સરકાર ચૂંટણી અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે, તે પહેલા ડીએની જાહેરાત કરવાનો પ્રયાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સરકાર દર વર્ષે બે વાર ડીએને લઈને જાહેરાત કરે છે. પ્રથમ જાહેરાત માર્ચની આસપાસ કરવામાં આવે છે, અને કર્મચારીઓને 1 જાન્યુઆરીથી ચૂકવણી કરવામાં આવે છે. ડીએ સંબંધિત બીજી જાહેરાત ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે છે, કર્મચારીઓને તેનો લાભ 1 જુલાઈથી મળશે.
42 ટકાના દરે DA ચૂકવવામાં આવે છે - હાલમાં કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનર્સને 42 ટકાના દરે DA ચૂકવવામાં આવે છે. આ વખતે તે વધીને 45 ટકા થવાની ધારણા છે. જોકે, કર્મચારી યુનિયન ડીએમાં 4 ટકા વધારાની માંગ કરી રહ્યું છે.
જો DAમાં ત્રણ ટકાનો વધારો થશે, તો 1 જુલાઈથી કેન્દ્રના 47 લાખ કર્મચારીઓને તેનો લાભ મળશે. એ જ રીતે 68 લાખ પેન્શનધારકોને પણ 1 જુલાઈથી વધેલા DR એરિયર્સની ચૂકવણી કરવામાં આવશે.
603 રૂપિયાનો ગેસ સિલિન્ડર - અત્રે નોંધનીય છે કે, ગત દિવસોમાં દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા હતી. તેના પર સરકાર દ્વારા ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે 200 રૂપિયાની સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી. સબસિડી બાદ સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે.
રક્ષાબંધનના અવસર પર સરકારે સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સરકારના આ પગલાને કારણે સામાન્ય સિલિન્ડરની કિંમત 903 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ઉજ્જવલાના લાભાર્થીઓ માટે સબસિડી બાદ સિલિન્ડરની કિંમત 703 રૂપિયા રહી. હવે 100 રૂપિયાની બીજી સબસિડી મળ્યા બાદ સિલિન્ડરની વાસ્તવિક કિંમત ઘટીને 603 રૂપિયા થઈ ગઈ છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
