7th Pay Commission : નવા વર્ષે સરકારી કર્મચારીઓને મળશે 3 મોટી ભેટ, પગારમાં થશે વધારો
કેન્દ્રીય કર્મચારીઓના પગરમાં મોટો વધારો થશે. જેમાં ડિએમાં વધારો, ફિટમેન્ટ કેક્ટર અને બાકીના ડીએની ચૂકવણીનો સમાવેશ થાય છે. આવા સમયે સરકાર નવા વર્ષની ભેટ તરીકે આ ત્રણ નિર્ણયો લઇ શકે છે.
7th Pay Commission : વર્ષ 2022 ની વિદાયમાં હવે બહુ ઓછા દિવસો બચ્યા છે. આ સાથે હવે નવુ વર્ષ શરૂ થશે. નવા વર્ષની શરૂઆત સાથે જ સરકારી કર્મચારીઓને સારા સમાચાર મળી શકે છે. આ સાથે એવી સંપૂર્ણ શક્યતા છે કે, આવનારા વર્ષમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જે નિર્ણયોની રાહ આતુરતાથી જોવાઇ રહી છે, તે લેવાઇ જાય તેવી શક્યતા પ્રબળ છે.
જો આવુ થશે તો કેન્દ્રીય કર્મચારીઓના પગરમાં મોટો વધારો થશે. જેમાં ડિએમાં વધારો, ફિટમેન્ટ કેક્ટર અને બાકીના ડીએની ચૂકવણીનો સમાવેશ થાય છે. આવા સમયે સરકાર નવા વર્ષની ભેટ તરીકે આ ત્રણ નિર્ણયો લઇ શકે છે.

18 મહિનાના ડીએ બાકીદારો અંગે નિર્ણય
જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીના છેલ્લા 18 મહિનાનો DA હજૂ સુધી બાકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો 18 મહિના માટે DAની ગણતરી કરવામાં આવે, તો તે હજારો રૂપિયાથી લાખો રૂપિયા સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં કર્મચારીઓને આશા છે કે, આગામી વર્ષમાં 18 મહિનાના બાકી ડીએ પર નિર્ણય લેવામાં આવી શકે છે.

ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો
ફિટમેન્ટ ફેક્ટર વધારવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા આવતા વર્ષના કેન્દ્રીય બજેટ બાદ લેવામાં આવી શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારોથશે, તો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. સરકારી કર્મચારીઓને આશા છે કે, ફિટમેન્ટ ફેક્ટર પર સરકાર દ્વારા જલ્દી નિર્ણયલેવામાં આવી શકે છે.

ડીએનો આગામી વધારો
રિપોર્ટ્સનું માનીએ તો સરકારી કર્મચારીઓ માટે ઊંચા મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને નવા વર્ષમાં DAમાં 3 થી 5 ટકાનો વધારો થઈશકે છે.
તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે 01.07.2022 થી ચૂકવવાપાત્ર સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 4 ટકા મોંઘવારી ભથ્થું અનેમોંઘવારી રાહતને મંજૂરી આપી હતી.












Click it and Unblock the Notifications
