7મુ પગારપંચઃ સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 28%નો વધારો કર્યો મંજૂર
સરકારે બુધવારે કેન્દ્રીય કર્મચારીઓને અપાતા ડીએ(ડીઅરનેસ અલાઉન્સ)માં 17 ટકાથી વધારીને 28 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્લીઃ સરકારે બુધવારે કેન્દ્રીય કર્મચારીઓને અપાતા ડીએ(ડીઅરનેસ અલાઉન્સ)માં 17 ટકાથી વધારીને 28 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ પુષ્ટિ આપી છે કે કેન્દ્રીય કેબિનેટે ગયા વર્ષે ડીએ વધારવાનો નિર્ણય મોકૂફ રાખ્યા બાદ હવે તેના વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને રાહત મળી છે.

સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થાનો લાભ જુલાઈમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે તેવા મીડિયા અહેવાલો બાદ આ પગલુ લેવામાં આવ્યુ છે. કેબિનેટ દ્વારા આ વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને આ વધારાનો લાભ સપ્ટેમ્બરથી મળશે કે નહિ તે હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યુ નથી. અગાઉ જણાવવામાં આવ્યુ હતુ કે કેન્દ્રીય કર્મચારીઓને વધારાનો લાભ મેળવવા માટે ઘણી મંજૂરીઓ જરૂર હોવાથી રાહ જોવી પડશે.
આ પ્રકારના વિલંબ માટે, કેન્દ્રીય કર્મચારીઓને 1 જુલાઈ, 2021થી એરીયર્સ મળી શકે છે. કેબિનેટમાંથી મંજૂરી મળતા પહેલા ત્રણ ડીએનો વધારો હજુ બાકી છે. જેમાંથી એક ગયા વર્ષનો અને આ વર્ષના બે.બાકી રહેલ ત્રણ ડીએ વધારાના ભાગ રૂપે 11 ટકા ડીએ વધારાને મંજૂરી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
