PFમાં 8.5 ટકા વ્યાજને મંજૂરી

provident-fund
નવી દિલ્હી, 16 મે : વર્ષ 2012-13 માટે પ્રોવિડન્ટ ફન્ડના વ્યાજના દરને વધારીને 8.5 ટકા કરવાના પ્રસ્તાવને નાણાં મંત્રાલયે મંજૂરી આપી છે. આ વ્યાજનો દર આગલા નાણાકીય વર્ષમાં સવા આઠ ટકા હતો. સરકારના આ નિર્ણયથી પાંચ કરોડ જેટલા ઈપીએફઓ ધારકોને લાભ થશે.

એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફન્ડ કમિશનર અનિલ સ્વરૂપનું કહેવું છે કે નાણાં મંત્રાલયે વર્ષ 2012-13 માટે 8.5 ટકા વ્યાજના દરને મંજૂરી આપી છે. આ અમલ તાત્કાલિક રીતે અમલમાં આવશે.

નોટિફિકેશનમાં જણાવાયું છે કે સરકારે મંજૂરી આપી દેતાં ઈપીએફઓ 8.5 ટકાના દરે ક્લેમ સેટલ કરશે અને રકમ ધારકોના ખાતામાં જમા કરી દેશે. ઈપીએફઓની સર્વોચ્ચ નિર્ણયાત્મક સમિતિ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી)એ ગઈ 25 ફેબ્રુઆરીએ વર્ષ 2012-13 માટે ધારકોને ચૂકવાતા વ્યાજનો દર વધારીને 8.5 ટકા કરવાનો નિર્ણય લીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X