સુપર્બ રિટર્ન આપી શકે તેવા 8 સ્ટોક્સ
વર્ષ 2014ના છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સ તેની હાઇએસ્ટ સપ્ટી 28,800 પોઇન્ટથી તૂટીને સહેજ નીચે આવી ગયો છે. સેન્સેક્સના આ કરેક્શન અંગે ડીલર્સનું માનવું છે કે આગામી મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં બજેટ 2015ને કારણે માર્કેટમાં ફરી તેજીનો માહોલ ઉભો થવાનો છે. જેના કારણે ટૂંકા ગાળામાં સુપર્બ રિટર્ન મળી શકે છે.
અહીં માર્કેટ એક્સપર્ટ્સના સૂચનોને આધારે અમે કેટલાક સ્ટોક્સના નામ આપી રહ્યા છીએ, જેને ખરીદીને શોર્ટ ટર્મમાં પ્રોફિટ બુકિંગ કરી શકાય એમ છે. જ્યારે મધ્યમથી લાંબા ગાળા માટે આ શેર્સ સુપર્બ રિટર્ન આપે તેવી સંભાવના છે...

NRB બેરિંગ્સ
ICICI ડાયરેક્ટ NRB બેરિંગ્સ અંગે બુલિશ છે. તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 165 છે. ભવિષ્યમાં બેરિંગ માર્કેટમાં આવનારી તેજીને પગલે આ સ્ટોક ખરીદી શકાય તેમ છે. તે એનએસસીમાં વર્તમાનમાં રૂપિયા 135ના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે.

NESCO
NESCOને ફર્સ્ટ કોલ રિસર્ચ દ્વારા બાયનું રેટિંગ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આ સ્ટોક રૂપિયા 1840ના સ્તરે પહોંચશે. આ શેરને મીડિયમથી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે સજેસ્ટ કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન બેંક
ઇન્ડિયન બેંકને આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટ દ્વારા બાયનું રેટિંગ આપવામાં આવ્યું છે. તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 245 નક્કી કરવામાં આવી છે. વર્તમાન સમયમાં 194થી 199ની વચ્ચે ટ્રેડ થઇ રહેલા સ્ટોક માટે સ્ટોપ પ્રાઇઝ રૂપિયા 175 નક્કી કરવામાં આવી છે.

HDFC બેંક
HDFC બેંક માટે રૂપિયા 1020નો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરવામાં આવ્યો છે. તેને બેંકિંગ સેક્ટરમાં બેસ્ટ સ્ટોક માનવામાં આવી રહ્યો છે.

સિન્ડિકેટ બેંક
સિન્ડિકેટ બેંકના સ્ટોકની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 200 રાખવામાં આવી છે. આરબીઆઇ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવશે ત્યારે તેના શેર્સમાં 20થી 30 ટકાનો ઉછાળો જોવા મળશે તેવી ધારણા છે.

ઇન્ફોસિસ
મોટા ભાગના બ્રોકરેજીસ હાઉસીસ દ્વારા ઇન્ફોસિસના ક્વાર્ટર 3ના પરિણામો બાદ રેટિંગમાં સુધારો કરવામાં આવ્યો છે. તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 2300 રાખવામાં આવી છે.

NBCC
ફર્સ્ટ કોલ રિસર્ચ દ્વારા તેને બાય રેટિંગ આપવામાં આવ્યું છે. આવનારા ત્રણ વર્ષ માટે તેમાં સારું વળતર મળી શકે તેમ છે. તેને બાય રેટિંગ આપવામાં આવ્યું છે. તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 884 સેટ કરવામાં આવી છે.

કન્ટેઇનર કોર્પોરેશન
આ સ્ટોકને આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટ દ્વારા બાય રેટિંગ આપવામાં આવ્યું છે. તેની બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે અને તેનો કેશ ફ્લો પણ ઘણો સારો છે. તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 1670 રાખવામાં આવી છે.