For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : આ દિવાળીમાં કયા મિડ કેપ્સમાં રોકાણ લાભદાયી?

|
Google Oneindia Gujarati News

ભારતીય સ્ટોક માર્કેટમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં મિડ કેપ સ્ટોક્સનું પરફોર્મન્સ જોવામાં આવે તો કેટલાક મિડ કેપ શેર્સ એવા છે જે હજી પણ અંડરવેલ્યુ છે, એટલે કે તેમાં તેજીનો તણખો જોવા મળ્યો નથી. આવા સ્ટોક્સમાં આગામી સમયમાં સારું વળતર એટલે કે રિટર્ન આપવાની શક્યતા છે.

આજે અહીં અમે આવા કેટલાક મિડ કેપ શેર્સની વાત કરવાના છીએ જેમને ખરીદીને એક વર્ષના ગાળા માટે રાખી મૂકવામાં આવશે તો આવતી દિવાળીમાં તે આપને સારા રિટર્નની ભેટ આપી શકે છે.

stock-market-diwali-1

પંજાબ એન્ડ સિંધ બેંક
પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા રૂપિયા 113-120ના ભાવે આઇપીઓ બહાર પાડ્યાને અંદાજે ચાર વર્ષ થયા છે. આજે તેના શેર્સની કિંમત વર્ષ 2010માં આઇપીઓ બહાર પડ્યો તેનાથી લગભગ અડધી છે. એટલે કે તેનો શેર રૂપિયા 58ની આસપાસ ટ્રેડ થઇ રહ્યો છે. સ્ટોકની બુક વેલ્યુ માત્ર 0.47 છે. જ્યારે ડિવિડન્ડ યિલ્ડ 3.78 ટકા છે. આ શેર્સમાં નોનો પરફોર્મિંગ એસેટની સમસ્યા મુખ્ય છે. અર્થતંત્રમાં સુધારની સાથે તેમાં પણ સુધારો જોવા મળશે.

સિન્ડિકેટ બેંક
પંજાબ અને સિંધ બેંકની જેમ સિન્ડિકેટ બેંક પણ ખરીદવા જેવો મિડ કેપ શેર છે. આ શેરની સારી બાબત એ છે કે બેંકની નોન પરફોર્મિંગ એસેટ નિયંત્રણમાં છે અને પીએસયુ બેંક જેટલી ઉંચી નથી. બેંકની બુક વેલ્યુ પ્રાઇસ 0.6 ગણી જ છે, જો કે પ્રાઇસ અર્નિંગ રેશિયો 5 ગણો જેટલો આકર્ષક છે. જો આપ આ શેર્સને અત્યારે ખરીદશો તો તેનું ડિવિડન્ડ યિલ્ડ પાંચ ગણુ વધારે આવશે.

અરવિંદ રેમેડીઝ
ફાર્મા સ્ટોક્સ પૈકી એક અરવિંદ રેમેડીઝ એવો સ્ટોક છે જેનું મૂલ્ય ઓછું આંકવામાં આવ્યું છે.વર્તમાન સમયાં તેનો ભાવ 41 રૂપિયા ચાલી રહ્યો છે. વિશ્લેષકોની ધારણા અનુસાર ર્ષ 2017માં તે 1.6 ગણુ વળતર આપી શકે છે.

English summary
A Few Mid Cap Stock Ideas to Buy and Hold Until Next Diwali.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X