ભારતમાં સર્વાધિક સુરક્ષિત AAA રેટિંગ ધરાવતી 7 ફિક્સ્ડ ડિપોઝિટ
રિટિંગ એજન્સી જેવી કે ક્રિસિલ, આઇસીઆરએ અને કેર દ્વારા દેશની વિવિધ કંપનીઓની ફિક્સ્ડ ડિપોઝિટને રેટિંગ આપવામાં આવે છે. કંપનીઓમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં નાણાની સુરક્ષાને જોખમ હોવાથી હવે આ રેટિંગ પ્રાપ્ત કરવું જરૂરી બન્યું છે. ભૂતકાળમાં અનેક એવી કંપનીઓ છે જે એફડી ધારકોને મૂળ રકમ અને વ્યાજ ચૂકવવામાં નાદાર રહી છે. અહીં એવી સાંત કંપનીઓની એફડી સ્કીમ્સ રજૂ કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે રેટિંગ્સ મળ્યા છે.

HDFC ફિક્સ્ડ ડિપોઝિટ
HDFC ફિક્સ્ડ ડિપોઝિટ ત્રિપલ એ રેટિંગ સાથે આવે છે. તેમાં હાલ 9.50 ટકા વ્યાજ 15, 22 અને 33 મહિના માટે મળે છે.

સુંદરમ ફાઇનાન્સ
સુંદરમ ફાઇનાન્સને આઇસીઆરએનું MAAA રેટિંગ મળ્યું છે. તે 12 અને 18 મહિના માટે 9.25 ટકા વ્યાજ અને 24 તથા 36 મહિના માટે 9.50 ટકા વ્યાજ આપે છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સને ક્રિસિલનું FAAA રેટિંગ મળ્યું છે. તે 36 મહિના માટે 11.06 ટકા જેટલું ઊંચું વળતર અને 60 મહિના માટે 11.48 ટકા જેટલું વળતર આપે છે. જે અન્ય બેંકોની સરખામણીએ ઘણા સારા દર છે.

પીએનબી હાઉસિંગ
ક્રિસિલ દ્વારા પીએનબી હાઉસિંગને FAAA રેટિંગ મળ્યું છે. 12થી 60 મહિના માટે ફિક્સ્ડ્ ડિપોઝિટ પર 9.5 ટકા વ્યાજ મળે છે.

LIC હાઉસિંગ
LIC હાઉસિંગને પણ FAAA રેટિંગ મળ્યું છે. તે વિવિધ સમયની એફડી માટે 9.3 ટકાથી 9.6 ટકા વ્યાજ આપે છે.

બજાજ ફિનસર્વ
ક્રિસિલ દ્વારા બજાજ ફિનસર્વને FAAA રેટિંગ મળ્યું છે. તેમાં 15 મહિનાની ક્યુમુલેટિવ સ્કીમમાં 9.75 ટકા વ્યાજ મળે છે.

ગૃહ ફાઇનાન્સ
ક્રિસિલ દ્વારા ગૃહ ફાઇનાન્સને FAAA રેટિંગ મળ્યું છે. તેમાં વિવિધ મહિનાની એફડી માટે 9 ટકાથી 9.5 ટકા જેટલું વ્યાજ આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
