જાણો : ભારતમાં 1 નવેમ્બરથી ચૂકવવા પડશે આ નવા ATM ચાર્જીસ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ તાજેતરમાં બેંકોના ATM મશીન્સનો ઉપયોગ કરવા માટે બેંકો ગ્રાહકો પાસેથી કેટલા ચાર્જીસ (કિંમત) વસૂલ કરી શકે તે અંગેની માર્ગદર્શિકા બહાર પાડી છે.
આ નવી માર્ગદર્શિકા અનુસાર નક્કી કરવામાં આવેલા ચાર્જીસ 1 નવેમ્બર, 2014ના રોજથી અમલમાં આવશે. આ નવા ચાર્જ અમલમાં આવતા જ આપની કેશ વિડ્રોઅલ, સ્ટેટમેન્ટ મેળવવું વગેરે જેવી સેવાઓ પર નિયંત્રણ આવશે. તમારે એટીએમ ઉપયોગ ઘટાડવો પડશે અથવા કિંમત ચૂકવવી પડશે.
અહીં વિવિધ મુદ્દા અંગે RBIએ આપેલી માર્ગદર્શિકાના વિવિધ મુદ્દા રજૂ કરવામાં આવ્યા છે. આ તમામ અસર 1 નવેમ્બર, 2014થી લાગુ પડશે.

1 - તમારું ખાતુ જે બેંકની જે શાખામાં છે તેના ATMનો ઉપયોગ
જો આપનું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હોય તો આપ સમગ્ર દેશમાં એસબીઆઇના કોઇ પણ એટીએમમાં મહિને મહત્તમ પાંચ વાર તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી અધિક ઉપયોગ માટે આપે ચાર્જીસ ચૂકવવા પડશે. જો કે આ બંધન દેશના 6 મેટ્રો શહેરમાં આવેલી શાખાઓને ગ્રાહકોને જ લાગુ પડશે. આ શહેરોમાં મુંબઇ, દિલ્હી, ચેન્નાઇ, કોલકત્તા, બેંગલોર અને હૈદરાબાદનો સમાવેશ થાય છે.

2 - અન્ય બેંકોના ATMનો ઉપયોગ
આપ આપની બેંક સિવાયની બેંકના ATMનો મહિનામાં મહત્તમ 3 વાર ઉપયોગ કરી શકશો. આથી વધારે ઉપયોગ કરતા આપે ચાર્જ ચૂકવવો પડશે.

4 - આપ ઘરે પુરતી કેશ રાખો
આપે એટીએમનો ઉપયોગ ઘટાડવા માટે ઘરે વધારે કેશ રાખવાનું શરૂ કરવું જોઇએ. તેનો અર્થ એ નથી કે આપે મોટી રકમ ઘરે રાખવી. તેમ કરવાથી આપ વ્યાજની આવક ગુમાવશો.

5 - ટ્રાન્ઝિક્સનની નોંધ રાખો
આપે મહિનાના ટ્રાન્ઝિક્શનની સંખ્યા યાદ રાખવી જોઇએ. જો આપ એ યાદ રાખી શકતા ના હોવ તો એક ડાયરીમાં તેની નોંધ રાખવી જોઇએ. આપ RBIએ નિર્ધારિત કરેલી એટીએમ ઉપયોગની મર્યાદા જાળવી રાખશો તો વધારાનો ખર્ચ ચૂકવવો નહીં પડે.

5 - ટ્રાન્ઝિક્સનની નોંધ રાખો
આપે મહિનાના ટ્રાન્ઝિક્શનની સંખ્યા યાદ રાખવી જોઇએ. જો આપ એ યાદ રાખી શકતા ના હોવ તો એક ડાયરીમાં તેની નોંધ રાખવી જોઇએ. આપ RBIએ નિર્ધારિત કરેલી એટીએમ ઉપયોગની મર્યાદા જાળવી રાખશો તો વધારાનો ખર્ચ ચૂકવવો નહીં પડે.

6 - બેલેન્સ ચેક કરવા ઓનલાઇન સુવિધા છે
આપ બેલેન્ચ ચેક કરવા એટીએમનો ઉપયોગ કરતા હોવ તો તે બંધ કરો. બેલેન્સ ચેક કરવા હવે દરેક બેંકો ઓનલાઇન સુવિધા પ્રદાન કરે છે. આ ઉપરાંત એસએમએસ સુવિધાનો પણ સહારો લઇ શકાય છે.

7 - બધા એકાઉન્ટનો ઉપયોગ કરો
આપના નામે એકથી વધારે બેંક એકાઉન્ટ હોય તો તમામનો ઉપયોગ કરવો જોઇએ. જેથી આપને ટ્રાન્ઝેક્શનમાં સરળતા રહેશે.












Click it and Unblock the Notifications
