For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો :એસેટ ક્લાસના વિવિઘ ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક કેવા હોય છે?

|
Google Oneindia Gujarati News

એસેટ ક્લાસને વિવિધ રોકાણના વિકલ્પો હોય છે. જેમાં ફાઇનાન્શિયલ સિક્યુરિટી, રિયલ એસ્ટેટ અને સોનામાં રોકાણના વિકલ્પ છે. માર્કેટમાં વિવિધ એસેટ વિવિધ પ્રકારે વર્તન કરે છે. પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માટે વિવિધ પ્રકારની મિલકતોમાં રોકાણ કરવું જરૂરી છે. જેના માટે વિવિધ પ્રકારના રોકાણ વિકલ્પોનો અભ્યાસ કરવો જરૂરી છે.

વિવિધ એસેટ ક્લાસમાં રોકાણ કરવાનું કારણ એ છે કે એક જ એસેટ ક્લાસમાં રોકાણ કરવાથી તેનું વળતર એક સમાન આવે છે અન જોખમ પણ એક સરખું રહે છે. આ કારણે સામાન્ય રીતે સલાહ આપવામાં આવે છે કે પોર્ટફોલિયો માટે વિવિધ મિલકતોમાં રોકાણ કરવું જોઇએ જેના કારણે જોખમ વહેંચાઇ જાય છે...

એસેટ ક્લાસમાં રોકાણ

એસેટ ક્લાસમાં રોકાણ


વિવિધ એસેટ ક્લાસમાં રોકાણ કરવાનું કારણ એ છે કે એક જ એસેટ ક્લાસમાં રોકાણ કરવાથી તેનું વળતર એક સમાન આવે છે અન જોખમ પણ એક સરખું રહે છે. આ કારણે સામાન્ય રીતે સલાહ આપવામાં આવે છે કે પોર્ટફોલિયો માટે વિવિધ મિલકતોમાં રોકાણ કરવું જોઇએ જેના કારણે જોખમ વહેંચાઇ જાય છે.

1. ફિક્સ્ડ ઇન્કમ

1. ફિક્સ્ડ ઇન્કમ


ફિક્સ્ડ ઇન્કમ કે વ્ચાજ સ્વરૂપે વળતર આપતી મિલકતો સામાન્ય રીતે બોન્ડ કે તેના જેવા ઉત્પાદનો હોય છે. જેમાંથી નિયમિત રીતે આવક મળે છે. આ બોન્ડ્સ સરકાર કે કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવે છે. આ કંપનીઓ જાહેર જનતા પાસેથી નાણા પ્રાપ્ત કરે છે અને આ નાણા પર વ્યાજ ચૂકવે છે. આ વ્યાજને કૂપન ઓન પ્રિન્સિપલ અને રિટર્ન તરીકે ઓળખવામાં આવે છે.
જોખમ :
આ પ્રકારના રોકાણમાં ઓછું જોખમ રહેલું છે. કારણ કે બોન્ડને પ્રમાણમાં સુરક્ષિત સાધન માનવામાં આવે છે. આમ છતાં તેમાં જોખમને નકારી શકાય તેમ નથી.

2. રોકડ

2. રોકડ


કેશ એટલે કે રોકડને પરિભાષિત કરીએ તો રોકડ એ બીજુ કશું નહીં પરંતુ આપના બચત ખાતામાં રહેલી એવી રકમ છે જેને નજીકના ભવિષ્યમાં ઉપયોગ માટે સાચવી રાખી છે. જો આપે ભવિષ્યમાં તત્કાળ નાણા મેળવવાના હોય તો તે સારો વિકલ્પ છે.
જોખમ :
અહીં જોખમ માત્ર એટલું છે કે આપે રોકેલા નાણા કોઇ પ્રકારનું વળતર આપતા નથી.

3. રિયલ એસ્ટેટ

3. રિયલ એસ્ટેટ


પ્રોપર્ટીમાં રોકાણ કરવું એ વર્ષો જુની રોકાણની ચાવી છે જેના દ્વારા મિલકત ભાડે કે લીઝ પર આપીને આવક ઉભી કરી શકાય છે. આ ઉપરાંત પ્રોપર્ટીમાં વર્ષોવર્ષ કિંમતોમાં વધારો થતો રહે છે. આ કારણે રોકાણકારને ભાડા અને મિલકત વેચાણ થતા વધારે આવક મળે છે. આવી મિલકતોમાં જમીન, શોપિંગ મોલ્સ, વેરહાઉસ વગેરેનો પણ સમાવેશ થાય છે.
જોખમ :
જો કે અહીં મિલકતનું ખરીદ વેચાણ સરળ અને તત્કાલ થાય એવું નથી. કારણ કે આ પ્રક્રિયા ખૂબ લાંબી ચાલનારી હોય છે. જો કે મિલકતનું મૂલ્ય વધઘટ થવાની પણ શક્યતા છે.

4. ઇક્વિટી

4. ઇક્વિટી


ઇક્વિટી એ કંપનીઓ દ્વારા નાણા ઉભા કરવા માટે બહાર પાડવામાં આવે છે. તેના બદલામાં કંપની ઇક્વિટી ધારકોને નફામાં ભાગ આપે છે. રોકાણકારો શેર્સનું ખરીદ વેચાણ સ્ટોક માર્કેટમાં કરી શકે છે. તેને બેસ્ટ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન માનવામાં આવે છે. જો કે ટૂંકા ગાળા માટે તેનું વળતર વધઘટ થઇ શકે છે.
જોખમ :
શેર્સનું મૂલ્ય વિવિધ આર્થિક બાબતોને આધારે વધઘટ થાય છે. જોકે ઇક્વિટીમાં એસેટ એલોકેશન આપની જોખમ લેવાની ક્ષમતાને આધારે કરવું જોઇએ.

English summary
A Look at the Different Asset Classes and the Investment Risks they Pose?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X