For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UIDAI એ Aadhaar સંબંધિત નિયમમાં ફેરફાર કર્યો, આ કામ માટે આપવો પડશે ચાર્જ

આધાર કાર્ડ સાથે સંબંધિત એક નિયમમાં, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ ફેરફાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

આધાર કાર્ડ સાથે સંબંધિત એક નિયમમાં, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ ફેરફાર કર્યો છે. યુઆઇડીએઆઇએ હવે આધાર ચકાસણી માટે ફી નક્કી કરી છે. દરેક ગ્રાહક-સત્યનમાં આધારની સેવાઓ લેવા બદલ વ્યવસાયિક સંસ્થાઓએ 20 રૂપિયા ફી ચૂકવવી પડશે. યુઆઇડીએઆઇના નવા નિયમ હેઠળ તમારે દરેક ઈ-કેવાયસીમાં આધારની સેવા લેવા માટે 20 રૂપિયા ચૂકવવા પડશે. તથા નાણાંના પ્રત્યેક ટ્રાંઝેક્શનની પુષ્ટિ માટે 50 પૈસાનો ચાર્જ લાગશે.

આ પણ વાંચો: 1 એપ્રિલથી બદલાઈ જશે ઘર, ઓટો અને પર્સનલ લોન સાથે સંકળાયેલ આ નિયમ

UIDAI એ આધારના નિયમોમાં કર્યો ફેરફાર

UIDAI એ આધારના નિયમોમાં કર્યો ફેરફાર

જો કે, સરકારી સંસ્થાઓ અને પોસ્ટ ઓફિસોને આ ચાર્જમાંથી બાકાત રાખવામાં આવી છે. યુઆઇડીએઆઇ અનુસાર, પહેલા વ્યવસાયિક સંસ્થાઓને આધારની સુવિધા વિના એક ગ્રાહકની ચકાસણી પર ઓછામાં ઓછો 150 રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો. આધાર દ્વારા ચકાસણીમાં કંપનીઓ અને તેમના ગ્રાહકોને એમ બંનેને સુવિધા રહે છે. આ પછી, હવે તેઓ મોટા ખર્ચ માંથી બચી જાય છે જેનાથી તેઓ પેપરવર્ક અથવા ભૌતિક ચકાસણી દ્વારા કેવાયસી કરવા માટે કરતા હતા. યુઆઇડીએઆઇ અનુસાર, આ ચાર્જીસ સંબંધિત બિલના 15 દિવસની અંદર ચુકવણી કરવી પડશે. આ પછી ચાર્જની ચુકવણી કરવા પર દર મહિને દોઢ ટકા વ્યાજના દરે ચુકવણી કરવી પડશે. જેના પછી તેમની સત્તાવાર ચકાસણી અને ઇ-કેવાયસી સેવાઓ બંધ કરી દેવામાં આવશે.

આધાર-મતદાર આઈડી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય

આધાર-મતદાર આઈડી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય

મહત્ત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ અને મતદાર આઈડીને જોડવાની અરજીને નકારી કાઢી છે. કોર્ટે વકીલ અશ્વિની ઉપાધ્યાયની એ અરજી પર સુનવણી કરવાની ના પાડી દીધી છે, જેમાં મતદાર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી હતી. અદાલતે અરજીકર્તાને આ બાબત માટે ચૂંટણી પંચ પાસે જવા કહ્યું છે.

કેવી રીતે બેંક એકાઉન્ટથી ડીલિંક કરવું આધાર

કેવી રીતે બેંક એકાઉન્ટથી ડીલિંક કરવું આધાર

જો તમે તમારા બેંક એકાઉન્ટથી આધાર ડીલિંક કરવા માંગતા હો, તો તમારે બેંક જવું પડશે. ત્યાં તમે કસ્ટમર પ્રતિનિધિ સાથે મળીને Aadhaar Unlink ફોર્મ માંગી શકો છો. આ પછી તમારે ફોર્મ ભરવું પડશે અને પછી તેને જમા કરાવવું પડશે. ફોર્મ જમા કરાવવાના 48 કલાકની અંદર, તમારું આધાર બેંક એકાઉન્ટથી ડીલિંક થઇ જશે. જો તમને તમારા બેંક એકાઉન્ટમાંથી આધારને ડીલિંક કરવામાં કોઈ મુશ્કેલી આવી રહી હોય અથવા તમે કંઈક જાણવા માંગતા હો, તો તમે કસ્ટમર કેર પર કૉલ કરી અને વાત કરી શકો છો.

English summary
Aadhaar business entities be charged RS 20 for each customer verification
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X