For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખરેખર! આકાશ-2 ટેબલેટ મેઇડ ઇન ચાઇના ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

aakash-teblet
નવી દિલ્હી, 25 નવેમ્બર: દુનિયાના સૌથી સસ્તા ટેબલેટની ખ્યાતિ મેળવાર આકાશ-2ના નિર્માણને લઇને ચોંકાવનારો ખુલાસો થયો છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ ટેબલેટ ચીનનું ઉત્પાદન હોય શકે છે.

સમાચાર પત્ર 'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના એક એક્સક્લૂઝિવ રિપોર્ટના અનુસાર ડેટાવિંડના સંસ્થાપક ડેટાવિન્ડના સુનીતસિંહ અને રાજાસિંહ તુલીએ ચીનમાંથી ૪૨ ડોલર(૨,૨૬૩ રૂપિયા)માં તેને ખરીદ્યાં હોઈ શકે છે. આકાશ ટેબલેટને આ ભાવે ભારત સરકારને વહેચવામાં આવ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડેટાવિન્ડે 26 ઑક્ટોબર અને 7 નવેમ્બર વચ્ચે શેનઝેન અને હોંગકોંગના ચાર નિર્માણા પાસેથી 'એ-13' ટેબલેટના લગભગ 10,000 ખરીદ્યાં હતા.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર માનવ સંશાધન વિકાસ મંત્રાલયની નિયમાવલી મુજબ આ ટેબલેટને કોઇપણ જાતના ભાડા વગર ભારતમાં લાવવામાં આવ્યાં હતા કારણ કે તેનો ઉપયોગ શૈક્ષણિક ઉદેશ્યો માટે કરવાનો હતો. ડેટાવિન્ડે ભારતમાં વિદ્યાર્થીઓને 10,000 ટેબલેટ પુરા પાડવાની હરાજી જીતી હતી. કરાર મુજબ કંપનીને આ ટેબલેટનું નિર્માણ ભારતમાં કરવાનું હતું.

રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ડેટાવિન્ડે આ એકમોને ચાર અલગ-અલગ નિર્માતાઓ શેનઝેન શિટોન્ગ ઝાઓલી ટેક્નોલોજી, ડેજેન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ, કેલાંગ ટેક્નોલોજી અને ટ્રેન્ડ ગ્રેસ લિમિટેડ પાસેથી ખરીદ્યાં હતા.

કંપનીના નજીકના સૂત્રોએ દાવો કર્યો છે કે ટેબલેટને ડિઝાઇન અથવા તેના નિર્માણમાં ડેટાવિન્ડને કોઇ લેવાદેવા નથી. મુખ્ય અધિકારી સુનિત સિંહ તુલીએ દબાણપૂર્વક કહ્યું છે કે આકાશ-2 ડિઝાઇન તેમની કંપની છે.

English summary
Makers of India's low-cost Aakash tablet on on Saturday denied a local media report that said the computer was a cheap Chinese import and not an Indian innovation as was claimed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X