For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PNB કૌંભાડ પછી ઓબીસીમાં પણ જ્વેલરે કર્યું 389 કરોડની ઠગાઇ

દિલ્હીના એક જ્વેલરે ઓરિએન્ટલ બેંક ઓફ કોર્મસ સાથે છેતરપીંડી કરી છે. જે મામલે બેંકે સીબીઆઇમાં કેસ દાખલ કરાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

પંજાબ નેશનલ બેંક સાથે જ્યાં કરોડો રૂપિયાના કૌંભાડની વાત સમી નથી ત્યાં જ વધુ એક બેંક સાથે ઠગાઇની વાત બહાર આવી છે. દિલ્હીના એક જ્વેલરે ઓરિએન્ટલ બેંક ઓફ કોર્મસ સાથે છેતરપીંડી કરી છે. જે મામલે બેંકે સીબીઆઇમાં કેસ દાખલ કરાવ્યો છે. જાણકારી મુજબ બેંકે આ મામલે લગભગ 6 મહિના પહેલા સીબીઆઇમાં જ્વેલર્સ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પણ સીબીઆઇએ નિરવ મોદી અને પીએનબીની છેતરપીંડી બહાર આવ્યા પછી આ મામલે કેસ દાખલ કર્યો છે. ફરિયાદ મુજબ દિલ્હી સ્થિત જ્વેલર્સે 389.85 કરોડની છેતરપીંડી બેંક સાથે કરી છે.

CBI દાખલ કરી FIR

CBI દાખલ કરી FIR

સીબીઆઇએ આ મામલે દ્વારકા દાસ શેઠ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેજ વિરુદ્ધ આ મામલે છેતરપીંડીની ફરિયાદ નોંધી છે. સીબીઆઇએ સભ્ય શેઠ, રીતા શેઠ, કુષ્ણ કુમાર સિંહ, રવિ સિંહ અને તે સિવાય અન્ય કંપની દ્વારકા શેઠ એસઇજેડ ઇનકોર્પોરેશન વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે. આ મામલે જે રીતે જાણકારી મળી છે તે મુજબ ઓરિએન્ટલ બેંક ઓફ કોર્મસે 2007-12ની વચ્ચે આ કંપનીની અનેક લોન પાસ કરાવી હતી. બેંક દ્વારા કુલ 389 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

શું છે મામલો?

શું છે મામલો?

આ દરમિયાન લોનની રાશિ વધતા અને કંપની તરફથી તેની ભરપાઇ ના કરતા, પૈસા ભરવાની વાત કરવામાં આવી હતી. વધુમાં બેંકને તે પણ જાણવા મળ્યું કે કંપનીએ જે લેટર ઓફ ક્રેડિટ જાહેર કર્યું હતો તેનો ઉપયોગ બીજા દેશમાં સોનાની ખરીદી, મોંધી જ્વેલરી અને હિરા ખરીદવા માટે થઇ રહ્યો હતો. જે પછી બેંકે તે અંગે ફરિયાદ નોંધી છે. જે પણ હવે સીબીઆઇ હાલ આ અંગે એફઆઇઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

દેશ છોડી ભાગી ચૂક્યો છે વેપારી

દેશ છોડી ભાગી ચૂક્યો છે વેપારી

વળી આ કંપનીના માલિક પણ નિરવ મોદીની જેમ જ અત્યાર સુધીમાં વિદેશ ભાગી ચૂક્યા હોવાની વાત પણ બહાર આવી છે. અને સાથે જ જે કંપની સાથે તેણે લેવડ દેવડ કરી છે તેવી કોઇ કંપની ખરેખરમાં અસ્તિત્વમાં જ નહતી તેવું પણ જાણવા મળ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીના ડાયરેક્ટર્સ 10 મહિનાથી પોતાના ઘરે પરત નથી ફર્યા. જો કે આ મામલે હાલ સીબીઆઇ તપાસ કરી રહી છે.

English summary
After PNB Nirav Modi another big scam comes out CBI registers FIR against the Delhi based jewellers. It is case of 389 crore rupees fraud.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X