ભારતના બેસ્ટ બિઝનેસ ડેસ્ટિનેશન્સમાં આપણું અમદાવાદ 8મા ક્રમે
વી દિલ્હી, 23 ઓક્ટોબર : ગુજરાતના શહેર અમદાવાદને ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર રિ-સ્ટ્રક્ચરિંગ એન્વાયરન્મેન્ટ એન્ડ મેનેજમેન્ટ (જીઆઈઆરઇએમ) દ્વારા ભારતમાં આઠમા ક્રમના સર્વશ્રેષ્ઠ બિઝનેસ - ડેસ્ટિનેશન તરીકે પસંદ કરાયું છે.
જીઆઇઆરઇએમ - GIREMના તાજા અહેવાલમાં પ્રોપર્ટી સર્વિસના ગ્લોબલ લીડર ડીટીઝેડ દ્વારા ભારતભરના ટોચના 21 બિઝનેસ ડેસ્ટિનેશન્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ આર્થિક પર્યાવરણ અને સાંસ્કૃતિક માપદંડોના આધારે તેનું રેન્કિંગ નિર્ધારિત કરવામાં આવ્યું છે.
આ રેન્કિંગના આધારે સંબંધિત શેરમાં બિઝનેસ તેમજ મૂડીરોકાણ માટે કેવી સારી તકો છે અને સરકાર દ્વારા નિયમો અને નીતિઓ તેમજ માળાખાગત વિકાસના સંદર્ભમાં અને નેશનલ કેપિટલ રિજિયન અને મુંબઈ જેવા મેગા સિટી સાથેની કનેક્ટિવિટી કેવી છે એ બધાં પરિબળોને આધારે બિઝનેસ ડેસ્ટિનેશનનું રેન્કિંગ નક્કી કરાયું છે. આ માટે કુલ 160 પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા હતા. તેના આધારે જે શહેરને સૌથી વધારે પોઇન્ટ મળે તે સૌથી વધારે શ્રેષ્ઠ બિઝનેસ ડેસ્ટિનેશન માનવામાં આવ્યું છે.
અમદાવાદમાં ઊર્જા વીજ અને પાણીપુરવઠાની સ્થિતિ સર્વશ્રેષ્ઠ છે, એ જ રીતે મોબિલિટી સર્વિસ અને હેલ્થ કેર સર્વિસીસ પ્રશંસનીય છે એવું જીઆઇઆરએમના પ્રમુખ શ્યામસુંદર એસ. પાણિએ જણાવ્યું હતું.
આવો જાણીએ ટોપ ટેન બિઝનેસ ડેસ્ટિનેશનમાં અન્ય કયા શહેરોનો સમાવેશ થયો છે...

1
બેંગલોર - 129.56 પોઇન્ટ

2
ચેન્નઈ - 127.84 પોઇન્ટ

3
મુંબઈ - 123.64 પોઇન્ટ

4
પુણે -122.64 પોઇન્ટ

5
ઇન્દોર - 121.04 પોઇન્ટ

6
ભુવનેશ્વર - 119.84 પોઇન્ટ

7
કોઇમ્બતૂર - 119.84 પોઇન્ટ

8
અમદાવાદ - 119.94 પોઇન્ટ

9
નાગપુર - 119.36 પોઇન્ટ

10
કોચિ - 117.92 પોઇન્ટ












Click it and Unblock the Notifications
