For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એર એશિયા ભારતમાં આ વર્ષે આગમન કરશે

|
Google Oneindia Gujarati News

air-asia
મુંબઇ, 3 જુલાઇ : એર એશિયા ભારતમાં આ વર્ષે જ તેની વિમાની સેવા શરૂ કરવા જઇ રહી છે. આ દ્વારા તે ભારતમાં પોતાનું માર્કેટ શરૂ કરવા માંગે છે. આ વર્ષે કંપની ત્રણ વિમાનથી ઉડાનની શરૂઆત કરશે. કંપનીના લોંગ ટર્મ પ્લાનિંગ અનુસાર તે દર વર્ષે દસ નવા વિમાનો ઉમેરતી જશે.

ભારતીય એરલાઇન્સમાં કિંગફિશરના બંધ થયા બાદ સ્પર્ધાત્મકતા ઘટી ગતી. જો કે એર એશિયાના આગમન બાદ હવે ફરી ગળાકાપ હરીફાઇ શરૂ થવાના સંકેત મળી રહ્યા છે. એર એશિયાના મુખ્‍ય કાર્યપાલક અધિકારી ટોની ફર્નાંડિઝના જણાવ્‍યા અનુસાર સસ્‍તી એર એશિયાની સ્ટ્રેટેજી સસ્તી ટ્રાવેલ ટિકીટથી પેસેન્‍જરોને આકર્ષીને માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની છે.

આ ઉપરાંત ફર્નાંડિઝે એમ પણ જણાવ્‍યું છે કે અમે ભારતમાં કોઇ અન્‍ય વિમાન કંપનીનું માર્કેટ તોડવા માટે નથી આવ્યા. અમારો હેતુ માર્કેટમં સ્પર્ધા ઉભી કરીને આગળ વધવાનો છે. અમે અંદાજે 1.2 અબજની વસ્‍તી ધરાવતા ભારતમાં અમારૂં નવું બજાર બનાવશું. એરલાઇન્‍સ દ્વારા ભારતમાં ટાટા ગ્રુપ અને દિલ્હીના ઉદ્યોગપતિ અરૂણ ભાટિયા સાથે ફેબ્રુઆરીમાં સંયુકત ઘોષણા પછી ફર્નાંડીઝ પ્રથમવાર ભારતની મુલાકાતે આવ્‍યા હતા.

English summary
Air Asia will be advent in India this year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X