એર ઇન્ડિયા આ સપ્તાહથી ચેક ઇન બેગેજ ચાર્જ વધારશે

નવી પદ્ધતિ હેઠળ, પેસેન્જરોને 15 કિલોગ્રામ ચેક ઈન બેગેજ ફ્રી લઈ જવા દેવામાં આવશે. હાલ આ લિમિટ 20 કિલોગ્રામની છે. લિમિટ પૂરી થયા પછીના પ્રત્યેક વધારાના પાંચ કિલોગ્રામ વજન ઉપર પેસેન્જરોએ રૂપિયા 200થી 250 વધારાનો ચાર્જ ચૂકવવા પડશે.
આ ઉપરાંત સાત કિલોગ્રામ સુધીના હેન્ડ બેગેજ માટે કોઈ ચાર્જ નહીં લેવયા. આ ફેરફારો માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ રૂટ પર જ લાગુ રહેશે. તેમ છતાં, રીટર્ન ફ્લાય કરતા પેસેન્જરો, જેમને એરલાઈનની ફ્રીક્વન્ટ ફ્લાયર ક્લબના ગણવામાં આવે છે તેમને નવી પદ્ધતિ અમલમાં આવશે તે પછી પણ 20 કિલોગ્રામ ફ્રી બેગેજ લઈ જવાની પરવાનગી રહેશે. જો કે આ ફેરફારો કઇ તારીખથી અમલી બનશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
