For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંક ઑફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના મર્જર વિરુદ્ધ 4 ફેબ્રુઆરીએ બેંક કર્મચારીઓ કરશે પ્રદર્શન

ત્રણ બેંકોના મર્જરની વિરુદ્ધમાં બેંક કર્મચારીઓનું પ્રદર્શન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બેડ લોનને કારણે ભારે એનડીપીથી તકલીફમાં ફસાયેલ બેંકોના મર્જર તરફ પગલું ભરી રહેલ કેન્દ્ર સરકારે બેંક ઑફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના મર્જરને મંજૂરી આપી દીધી છે. સરકારે આ ત્રણેય બેંકોના મર્જરને મંજૂરી આપી પરંતુ દેશભરના બેંક કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. ઑલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ સંઘ 4 ફેબ્રુઆરીથી દેશવ્યાપી આંદોલન કરશે. ત્રણેય બેંકોના મર્જરની સાથે સેલરી વધારાની માંગને લઈને AIBOC 4 ફેબ્રુઆરીથી પ્રદર્શન કરશે.

bank merger

એએનઆઈ મુજબ અખિલ ભારતીય બેંક અધિકારીઓના સંગઠને ત્રણેય બેંકોના મર્જરની સાથોસાથ કેટલીય માંગોને લઈ 4 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. 4 ફેબ્રુઆરીએ પોતાની માંગોને લઈને આ વિરોધ પ્રદર્શન થશે. તેમની મુખ્ય માંગમાં પબ્લિક સેક્ટરની ત્રણ મોટી બેંકો જેમાં બેંક ઑફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના મર્જરનો વિરોધ અને વેતન સંશોધન સામેલ છે. જ્યારે આ બેંક કર્મચારીઓ નેશનલ પેંશન સ્કીમને ખતમ કરવા અને જૂની પેંશન સ્કીમને લાગુ કરવાની સાથે અઠવાડિયામાં પાંચ દિવસ જ કામ કરવાની માંગણી કરી રહ્યા છે.

જણાવી દઈએ કે કેન્દ્રીય કેબિનેટે બેંક ઑફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના વિલયને મંજૂરી આપી દીધી છે. આ મર્જરથી બનેલ બેંક દેશની ત્રીજી સૌથી મોટી બેંક હશે. સ્ટેટ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક બાદ આ દેશની ત્રીજી સૌથી મોટી બેંક હશે.

આ પણ વાંચો- ગુજરાતમાં 3 વર્ષમાં 182 સિંહ કમોતે મર્યા, સરકારે લીધા આ પગલાં

English summary
All India Bank Officers' Confederation (AIBOC) will hold a protest march in Delhi on 4 Feb over demands of wage revision & stopping the merger of 3 public sector banks - Bank of Baroda, Dena Bank & Vijaya Bank.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X