આઈટી વિભાગ હવે કારણ બતાવ્યા વગર પણ પાડી શકે છે દરોડો!

Subscribe to Oneindia News

કેન્દ્ર સરકાર તરફથી ફાઇનાન્સ બિલ 2017માં લગભગ 40 સંશોધન કરવામાં આવ્યા છે. જેને રાજ્ય સભામાં પસાર કરવામાં આવ્યા છે. વળી મની બિલ હેઠળ લોકસભામાં પણ તેને પસાર કરવામાં આવ્યું છે. જેના લીધે કરીને આયકર વિભાગ હવે કોઇ પણ વ્યક્તિને ત્યાં રેડ પાડી શકે છે તે માટે તેને કોઇ કારણ બતાવો નોટિસની જરૂર નહીં પડે. જે આયકર વિભાગને વધુ સશક્ત કરશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ મુજબ આયકર વિભાગને તે બતાવવાની જરૂર નહીં પડે કે તે કેમ કોઇ વ્યક્તિના ખાતા અને પ્રોપર્ટીની તપાસ કરી રહ્યું છે.

taxes

દૂરઉપયોગ પણ થઇ શકે છે!

જો કે આ મામલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાનાં ભૂતપૂર્વ પ્રમુખ વેદ જૈનનુ કહેવું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી આ છૂટનો દૂરઉપયોગ પણ થઇ શકે છે. તેમણે કહ્યું કે સરકાર દ્વાર દાવો કરવામાં આવે છે કે દરોડ પાડવાના કરણોને ગુપ્ત રાખવામાં આવશે. જેથી કાળા નાણાંના બાતમીદારની જાણકારી ગુપ્ત રહે અને તે સલામત રહે. પરંતુ આવી છૂટ પછી સત્તાનો દૂરઉપયોગ કરીને અધિકારી કોઇ પણ વ્યક્તિને ત્યાં દરોડો પાડી શકે છે. જે અયોગ્ય છે. ત્યારે હાલ આ મુદ્દો એક રાજનૈતિક સ્વરૂપ લઇ રહ્યો છે.

શું છે હાલની સિસ્ટમ?

હાલ જે વ્યવસ્થા ચાલે છે તે મુજબ મુખ્ય કમિશ્નર સર્વેનો આદેશ આપી શકે છે. વળી આયકર વિભાગના ડાયરેક્ટર જનરલ પણ સર્ચનો આદેશ આપી શકે છે. જે બાદ જ અધિકારી જે તે વ્યક્તિને ત્યાં જઇને સર્ચ ઓપરેશન ચલાવી શકે છે. આ સંશોધન લાગુ થશે તો જૂનિયર આયકર અધિકારી પણ સ્વેચ્છાએ સર્ચની પહેલ કરી શકે છે. આ કારણે જ વિપક્ષ આ નિયમને ઇન્સ્પેક્ટર રાજ સાથે સરખાવી રહ્યું છે. અને તેનો ભારે વિરોધ કરી રહ્યું છે.

English summary
Amendment income tax act is return inspector raj.Read here more.
Please Wait while comments are loading...