For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એપ્પ્લ દ્વારા નવી ઓપરેટિંગ સિસ્ટમ રજૂ કરવામાં આવી

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 11 જૂન : એપ્પલ ઇન્કોર્પોરેશને આઇફોન અને આઇપેડ્સ માટે તેની નવી ઓપરેટિંગ સિસ્ટમ (ઓએસ)ની જાહેરાત કરી છે. આ નવી ઓપરેટિંગ સિસ્ટમ વપરાશકર્તાઓને તેમના ટચસ્ક્રીનનો અનુભવ બદલી નાખશે. નવી ઓપરેટિંગ સિસ્ટમ ઉપરાંત આઇ ઓએસ 7ની પણ ઘોષણા કરવામાં આવી છે, જે મેક બુક એર્સના અનુભવને વધારે સુગમ બનાવશે.

આ સાથે એપ્પલે આઇટ્યુન્સ રેડિયો સ્ટ્રીમિંગ મ્યુઝિક સર્વિસ અને નવા મેક પ્રોની પણ જાહેરાત કરી છે. મેક પ્રો અત્યાર સુધીમાં એપ્પલે બનાવેલા કોમ્પ્યુટર્સમાં સૌથી વધારે શક્તિશાળી છે. છેલ્લા 9 મહિનામાં પહેલીવાર એપ્પલના નવા ઉત્પાદનોની ઘોષણા કરતા કેલિફોર્નિયામાં કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ટીમ કૂકે જણાવ્યું કે 'આઇફોનના લોન્ચિંગ બાદ અત્યાર સુધીના સૌથી મોટા ફેરફાર ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે.'

ઉલ્લેખનીય છે કે આઇ ઓએસમાં અંદાજે 9 લાખથી વધારે એપ્લિકેશન્સ છે અને તેને બનાવનારા સ્વતંત્ર ડેવલપર્સ અત્યાર સુધીમાં 10 બિલિયન ડોલરથી પણ વધુની કમાણી કરી ચૂક્યા છે. નવા આઇ ઓએસ વડા જ્હોની ઇવના આવ્યા બાદ મોબાઇલને નવી ડિઝાઇન આપવામાં આવી છે. આ ઉપરાંત તેમાં નવી ટાઇપોગ્રાફી, નવા આઇકોન્સ અને નવા કલર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

એપ્પલની નવી ઓએસ

એપ્પલની નવી ઓએસ

આઇફોન અને આઇપેડ્સ માટે તેની નવી ઓપરેટિંગ સિસ્ટમ

અનુભવ બદલાશે

અનુભવ બદલાશે

યુઝર્સનો ઓપરેટિંગ અનુભવ બદલાશે

આઇટ્યુન્સ રેડિયો સ્ટ્રીમિંગ

આઇટ્યુન્સ રેડિયો સ્ટ્રીમિંગ

આઇટ્યુન્સ રેડિયો સ્ટ્રિમિંગની ઘોષણા

નવા ફીચર્સ

નવા ફીચર્સ

નવી ટાઇપોગ્રાફી, નવા કલર્સ અને નવા આઇકોન્સ

મેક બુક એર્સ

મેક બુક એર્સ

મેક બુક એર્સને પણ રિફ્રેશ કરાયું

મેક પ્રો

મેક પ્રો

મેક પ્રો અત્યાર સુધીમાં એપ્પલની સૌથી શક્તિશાળી સિસ્ટમ

એપ્લિકેશન્સ

એપ્લિકેશન્સ

આઇ ઓએસમાં નવ લાખથી વધારે એપ્લિકેશન્સ છે

સૌથી મોટો સુધારો

સૌથી મોટો સુધારો

આઇ ફોનના લોન્ચ બાદ અત્યાર સુધીનો સૌથી મોટો સુધારો

માર્કેટ પર નજર

માર્કેટ પર નજર

આ ફેરફારો હરીફ કંપનીઓ સામે ટક્કર ઝીલવા કરવામાં આવ્યા છે

કિંમત

કિંમત

માર્કેટમાં ટકી રહેવા રાખી છે સ્પર્ધાત્મક કિંમત

English summary
Apple unveils new operating system
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X