• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓટો ઉદ્યોગમાં મંદીનો દોર, 2 લાખ નોકરીઓને અસર

ભારતીય ઓટો ઉદ્યોગ મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે. જો જુલાઈ 2019ના આંકડા પર ધ્યાન આપીએ તો પાછલા 19 વર્ષમાં પેસેન્જર કારનું વેચાણ ઘટ્યું છે.
|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટો ઉદ્યોગ મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે. જો જુલાઈ 2019ના આંકડા પર ધ્યાન આપીએ તો પાછલા 19 વર્ષમાં પેસેન્જર કારનું વેચાણ ઘટ્યું છે. ભારતીય ઓટો માર્કેટના ઘટતા વેચાણનો આ નવમો મહિનો છે. કેટલાક રિપોર્ટમાં આ મંદીને ફક્ચ ઓટો સેક્ટર સુધી જ નહીં પરંતુ આખા દેશની આર્થિક મંદી ગણાવવામાં આવી છે. ભારતીય માર્કેટમાં સતત ઘટી રહેલા વાહનોના વેચાણને કારણે ઓટો ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની નોકરી પણ છીનવાઈ છે.


તાજેતરમાં ટુ વ્હિલરના વેચાણમાં 16 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જે લગભગ 1.5 મિલિયન યુનિટ થવા જાય છે. મોટર સાઈકલનું વેચાણ બાકીના ટુ વ્હિલીર્સ કરતા 60 ટકાથી વધુ છે. અને બાકીના માટે સ્કૂટર્સ જવાબદાર છે. દેશની ગ્રામીમ અર્થવ્યવસ્થાનું આરોગ્ય મોટરસાઈકલની માગ પરથી ચકાસવામાં આવે છે અને વેચાણ ઘટવાનો અર્થ છે, કે અર્થવ્યવસ્થા કથળી રહી છે.

તો જુલાઈમાં થ્રી વ્હિલર્સના વેચાણમાં 7.66 ટકાનો ઘટાડો નોંધાયો છે. થ્રી વ્હિલર્સ શહેરી વિસ્તારોમાં રોજગારીનો મુખ્ય સ્રોત છે, જેનો ઉપયોગ લોકો અને માલસામાનની હેરફેરમાં થાય છે. તેના વેચાણમાં ઘટાડો એ રોજગારીનો વધતો દર દર્શાવે છે. થ્રી વ્હિલરનો વ્યવસાય કરનાર મોટા ભાગના લોકો સ્વરોજગાર પર આધારિત હોય છે. સરકારનું કહેવું છે કે લોકો જાતે જ ત રોકાણ કરીને રોજગારી માટે અને બીજા માટે પણ રોજગારીના અવસર પેદા કરે છે. પરંતુ થ્રી વ્હિલરના ઘટતા વેચાણથી એ વાત સ્પષ્ટ છે કે લોકો પાસે રોકાણ કરવાના પૈસા નથી અને દેશ આર્થિક મંદી તરફ આગળ વધી રહ્યો છે.

આ પણ વાંચો: હાઈવે પર જતા સમયે હોય છે આ 7 ખતરા, તમે પણ હશો અજાણ

કમર્શિયલ વાહનોના વેચાણના આંકડા પણ ચિંતાજનક છે. આ વાહનોના વેચાણમાં 25.72 ટકા ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા વચ્ચે મધ્યમ અને ભારે કમર્શિય વાહનોના વેચાણમાં 37.48 ટકા ઘટાડો નોંધાયો છે. તેની સાથે જ હળવા કમર્શિયલ વાહનોના વેચાણમાં 18.79 ટકાનો ઘટાડો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે દેશમાં મધ્યમ કદના કે ભારી વાહનોો મોટા ભાગે ઉપયોગ ઔદ્યોગિક ઉત્પાદનોના પરિવહન માટે કરવામાં આવે છે. ત્યારે આ વાહનોના વેચાણમાં ઘટાડો દેશના ઔદ્યોગિત ઉત્પાદનના ઘટાડાને દર્શાવે છે.

આ મોટર વાહન ડીલરોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનનું કહેવું છે કે એપ્રિલ 2019 સુધી 18 ડીલરશિપની દુકાનો બંધ થઈ છે. તેનાથી 32 હજાર લોકોની નોકરી ગઈ છે. સાથે જ દેશના ઘણા ડીલરો નુક્સાન ઘટાડવા માટે નોકરીમાં કાપ મૂકી રહ્યા છે. જેને કારણે પ્રત્યક્ષ રીતે 20 હજાર અને અપ્રત્યક્ષ નોકરીઓમાં નુક્સાન થઈ રહ્યું છે. આ તમામ નોકરી મેથી જુલાઈ વચ્ચે ગઈ છે.

આ મામલે ઓટો ઉદ્યોગ સંબંધિત લોકોના નિવેદન પણ આવી રહ્યા છે. ઓટો પાર્ટ્સ નિર્માતાઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ઓટોમોટિવ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે જો સ્થિતિ આવી જ રહી તો ભવિષ્યમાં 1 લાખ નોકરીને ખતરો છે. સાથે જ નવી ઈલેક્ટ્રોનિક મોટર્સના પરિવર્તનથી પણ પ્રભાવિત છીે. કારણ કે તેનાથી મૂડી અને નોકરીમાં વધુ નુક્સાન થઈ રહ્યું છે.

ઓટો ઉદ્યોગમાં મંદી અને બેરોજગારી પર વિચાર

તાજેતરમાં જ આવી રહેલા તમામ સમાચાર ઓટો ઉદ્યોગ સંબંધિત લોકો માટે ડરાવનારા સપના જેવા છે. સાથે જ આ દેશના ઘણા લોકો તેનાથી અસરગ્રસ્ત થશે. ભારતમાં ઓટો સેક્ટરમાં ક્યારેય મંદી નથી આવી, ત્યારે આખા દેશ માટે આ ચિંતાનો વિષય છે. કારણ કે આટલી વસ્તી ધરાવતા દેશ તરીકે આર્થિક મંદી અને બેરોજગારી સહન ન કરી શકાય. જો પરિસ્થિતિ કથળી તો આપણે તમામ એવી સ્થિતિમાં હોઈશું, જ્યાં ન હોવું જોઈએ.

આ પણ વાંચો: ગાડી વેચતા સમયે કાર લોન પણ થઈ શકે છે ટ્રાન્સફર, જાણો કેવી રીતે

English summary
automobile industry passing through recession know effects
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X