For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાડી વેચતા સમયે કાર લોન પણ થઈ શકે છે ટ્રાન્સફર, જાણો કેવી રીતે

જો તમે લોન લઈને કાર ખરીદી છે અને લોનની રકમ ચૂકવ્યા વગર જ તે વેચવા ઈચ્છો છો તો પરેશાન થવાની જરૂર નથી. બેન્ક કાર લોન ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પણ આપે છે.

|
Google Oneindia Gujarati News

જો તમે લોન લઈને કાર ખરીદી છે અને લોનની રકમ ચૂકવ્યા વગર જ તે વેચવા ઈચ્છો છો તો પરેશાન થવાની જરૂર નથી. બેન્ક કાર લોન ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પણ આપે છે. આ માટે સૌથી પહેલા તમારે તમારુ કાર લોન અકાઉન્ટ ક્લોઝ કરવું પડશે, પછી કાર લોન ચૂકવવી પડશે. બાદમાં તમે કાર વેચી શકો છો. જો તમે કાર લોન ચૂકવી શકો તેમ નથી તો આ લોન તે વ્યક્તિના નામે ટ્રાન્સફર થઈ શકે છે, જેને તમે કાર વેચી રહ્યા છો. કાર લોન ટ્રાન્સફર કવરા માટે જરૂરી છે કે તમે કારનો માલિકી હક તે વ્યક્તિના નામે ટ્રાન્સફર કરો. જો તમે બેન્કની લોન સંબંધી કાર્યવાહી પૂરી કરી રહ્યા છો તો કાર લોન આસાનીથી ટ્રાન્સફર થઈ શકે છે.

એગ્રીમેન્ટ ડિટેઈલ ચેક કરો

એગ્રીમેન્ટ ડિટેઈલ ચેક કરો

જો તમે કાર લોન ટ્રાન્સફર કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા લોન એગ્રીમેન્ટની ડિટેઈલ ચેક કરી લો, કારણ કે લોન ડોક્યુમેન્ટમાં લોન ટ્રાન્સફર થઈ શકે કે નહીં તે લખેલું હોય છે. જો તમને પોતાને આ વિશે માહિતી ન હોય તો બેન્ક પાસેથી લોન ટ્રાન્સફર અંગે માહિતી મેળવી લો.

ખરીદદારની વિશ્વનિયતા વિશે જાણો

ખરીદદારની વિશ્વનિયતા વિશે જાણો

જે વ્યક્તિને તમે તમારી ગાડી વેચીને લોન ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યા છો તેની ક્રેડિટ હિસ્ટ્રી જરૂર ચેક કરી લો. તેની બેન્ક અકાઉન્ટ ડિટેઈલ્સ, આવકનો પુરાવો, એડ્રેસ, સિબિલ સ્કોરના માધ્યમથી તમે આ વાત જાણી શક્શો. બેન્ક પણ લોન ટ્રાન્સફર કરતા પહેલા નવા ખરીદદારની ક્રેડિટ હિસ્ટ્રી જાણે છે, જેથી તે સુનિશ્ચિત થઈ શકે ખરીદદાર બાકીની રકમ ચૂકવશે કે નહીં.

રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ટ્રાન્સફર

રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ટ્રાન્સફર

કાલ માલિકે નવા ખરીદદારને લોનની સાથે સાથે કારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ ટ્રાન્સફર કરવું પડે છે. સ્થાનિક પરિવહન કાર્યાલય એટલે કે RTOમાં જઈને તમે આ કામ કરી શકો છો. અહીં ગાડીનો હક બીજા વ્યક્તિના નામે ટ્રાન્સફર થાય છે. આ માટે RTO એક નિશ્ચિત રકમની ફી વસુલે છે. એક વાર લોન લેનાર વ્યક્તિ ખરીદદાર અંગે તપાસ કરી લે અને ડોક્યુમેન્ટ પ્રોસેસ પૂરી થાય બાદમાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ નવા વ્યક્તિના નામે જાહેર થઈ શકે છે.

વીમા પોલિસી ટ્રાન્સફર

વીમા પોલિસી ટ્રાન્સફર

તમે નક્કી કરી લો કે ગાડીની વીમા પોલિસી પણ નવા ખરીદદારના નામે ટ્રાન્સફર થઈ જાય. કારણ કે આમ કરવાથી તમારે આગળ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ નહીં ભરવું પડે. એક વાર કારનું રજિસ્ટ્રેશન બીજા વ્યક્તિના નામે થઈ જાય બાદમાં જરૂરી દસ્તાવેજ જેમ કે લોન ડોક્યુમેન્ટ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની કોપી સહિત વીમા કંપનીને જમા કરાવો. વીમા કંપનીની મંજૂરી બાદ જ કારનો વીમો બીજા વ્યક્તિને ટ્રાન્સફર થશે.

જરૂરી દસ્તાવેજ

જરૂરી દસ્તાવેજ

તમને એ વાતની પણ માહિતી આપી દઈએ કે કાર ખરીદનાર વ્યક્તિએ પણ પોતાના દસ્તાવેજ જમા કરાવવા પડશે. લોન ટ્રાન્સફર ફોર્મ, ID પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, આવકનો પુરાવો ઉપરાંત બેન્ક પોતાની જરુરિયાત મુજબ કેટલાક વધારાના દસ્તાવેજ માગી શકે છે. બીજી તરફ કાર લોન ટ્રાન્સફર કરવા માટે બેન્ક કાર ખરીદનાર વ્યક્તિ પાસેથી કોઈ ચાર્જ પણ વસુલી શકે છે. લોનની સમય ર્યાદા અને મૂળધનની રકમ પ્રમાણે આ ફી જુદી જુદી હોય છે.

આટલું રાખો ધ્યાન

આટલું રાખો ધ્યાન

સૌથી પહેલા તમે કાર લોન ટ્રાન્સફર કરવા માટે બેન્ક સાથે વાત કરો. કાર ખરીદવા અને લોન ટ્રાન્સફર કરવા માટે એક યોગ્ય ખરીદદારની તપાસ કરો. RTO અને વીમા કંપની સાથે દસ્તાવેજ ટ્રાન્સફર કરવા અંગે વાત કરો. કારના માલિકી હકના દસ્તાવેજ ટ્રાન્સફર કરાવો. વીમા પોલિસી ટ્રાન્સફર કરાવો. જો કાર લોન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા દરમિયાન જો કોઈ નુક્સાન થાય તો તે કાર વેચનાર વ્યક્તિએ ભોગવવું પડશે. કાર વેચવા અને લોન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પૂરી થતા સુધી કારને સુરક્ષિત રાખો.

English summary
know about car loan transfer procedure and needed documents
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X