For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાઈવે પર જતા સમયે હોય છે આ 7 ખતરા, તમે પણ હશો અજાણ

હાઈવે શહેરોને જોડવાનું કામ કરે છે, અને હાઈવે પર ફાસ્ટ વાહન ચલાવવું સારી વાત છે. હાઈવે પર ઓછી ભીડ હોવાને કારણે લોકો અહીં સ્પીડ રાખતા હોય છે, જો કે આ વાત ક્યારેક ઉલ્ટી પણ પડે છે.

|
Google Oneindia Gujarati News

હાઈવે શહેરોને જોડવાનું કામ કરે છે, અને હાઈવે પર ફાસ્ટ વાહન ચલાવવું સારી વાત છે. હાઈવે પર ઓછી ભીડ હોવાને કારણે લોકો અહીં સ્પીડ રાખતા હોય છે, જો કે આ વાત ક્યારેક ઉલ્ટી પણ પડે છે. કેટલીકવાર હાઈવે પર વાહન ચલાવવું ઘાતક સાબિત થઈ શેક છે. અને ઘણા પ્રકારની મુશ્કેલીઓ સામે આવે છે, જેનાથી આપણે અજાણ હોઈએ છીએ. એટલે આજે અમે તમને એવા ખતરા વિશે વાત કરીશું જેના લીધે હવે જ્યારે તમે હાઈવે પર વાહન ચલાવો ત્યારે સાવધાની રાખીને તેનાથી બચી શકો.

1) વધુ પડતી સ્પીડથી ટાયર ફાટવું

1) વધુ પડતી સ્પીડથી ટાયર ફાટવું

દેશમાં તમામ નવા હાઈવે કોંક્રીટના બન્યા છે અને તેમાં ડામરનો ઉપયોગ કરવામાં નથી આવતો. જો કે કોંક્રીટનું ઘર્ષણ ડામર કરતા વધું હોય છે, એટલે ઘર્ષણને કારણે જ્યારે તમે વાહન ફાસ ચલાવો ત્યારે ટાયર ગરમ થવાથી ફાટી જાય છે. જો કે આવી પરિસ્થિતિ ત્યારે જ સર્જાય, જ્યારે તમારા ટાયર પહેલાથી ઘસાયેલા હોય, અથવા તો ફૂલેલા હોય. જો તમારા ટાયર નવા હશે તો ફાટવાની ઘટનાઓ ઓછી બને છે.

2) રખડતા ઢોર

2) રખડતા ઢોર

ભારતના હાઈવે પર ઘણી વખત પશુઓ ઝુંડમાં બેઠેલા જોવા મળે છે, ઘણીવાર તે દૂરથી નથી દેખાતા. ખાસ કરીને રાત્રે અને ધુમ્મસ હોય ત્યારે પરિસ્થિતિ ખતરનાક બની જાય છે, એટલે હમેશા ચલાવતી વખતે ધ્યાન રોડ પર રાખો.

3) ધુમ્મસ

3) ધુમ્મસ

ભારતમાં ઠંડીની ઋતુમાં ધુમ્મસ ખતરનાક સાબિત થતી હોય છે. ધુમ્મસના કારણે હાઈવે પર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ગત વર્ષે એવા સંખ્યાબંધ કિસ્સા સામે આવ્યા હતા જેમાં ધુમ્મસને કારણે વિઝિબિલીટી ઘટવાથી અકસ્માત થયા હતા. તેનાથી બચવાનો ઉપાય એટલો છે કે જ્યારે ધુમ્મસ વધુ હોય, રોડ પર આછું દેખાય ત્યારે વાહન હંમેશા ધીમે વાહન ચલાવો, ફૉગ લેમ્પ ઓન રાખો. અને સાથે જ માર્ગ પર અન્ય લાઈટ તરફ પણ ધ્યાન રાખો.

4. ડ્રાઈવ કરતા સમયે ઉંઘ

4. ડ્રાઈવ કરતા સમયે ઉંઘ

ભારતમાં હાઈવે એવી રીતે બનાવવામા આવે છે, જેથી વલાંક ઓછા આવે. એટલી કેટલીકવાર સીધા સીધા ચલાવીને ડ્રાઈવર બોર થઈ જાય છે. ત્યારે ક્યારેક ક્યારેક ડ્રાઈવિંગ કરતા કરતા ઉંઘ આવે છે. કે ઝોકા પણ આવે છે. આ પ્રકારે ઝોકા આવવાથી પણ અકસ્માતની ઘટનાઓ બને છે. એટલે હાઈવે પર લાંબા સમફર દરમિયાન વચ્ચે અટકીને બ્રેક લેતા રહો, જેથી તમારું ધ્યાન રોડ પર જ રહે.

5. પેટ્રોલ પંપ ન મળવું

5. પેટ્રોલ પંપ ન મળવું

હાઈવે પર ક્યારે એવું તાય છે કે વાહન ચલાવતા ચલાવતા પેટ્રોલ કે ડીઝલ પુરુ થઈ જાય પણ રસ્તામાં ક્યાંય પંપ ન આવે. એટલે મુસાફરી શરૂ કરતા પહેલા જ અંદાજ પ્રમાણે પેટ્રોલ ભરાવી લો.

6. ધીમે ચાલતા વાહનો

6. ધીમે ચાલતા વાહનો

હાઈવે તથા એક્સપ્રેસ હાઈવે ફાસ્ટ ચલાવા માટે જબન્યા હોય છે. પરંતુ ઘણીવાર કમ્પ્યુટર બાઈક મુસાફરી કરે છે, જેની સ્પીડ ઓછી હોય છે. આવા બાઈક જ્યારે ફાસ્ટ લેનમાં આવે ત્યારે મોટા અકસ્માત સર્જાય છે. એટલે જ કેટલીક જગ્યાઓ પર આવા બાઈકને એન્ટ્રી નથી મલતી. જો તમે ક્યારેક બાઈક લઈને હાઈવે પર જતા હો, તો હંમેશા પોતાની લેનમાં જ ચલાવો, ફાસ્ટ લેનમાં જવાની ભૂલ ન કરો.

7. લૂંટ

7. લૂંટ

હાઈવે પર કેટલાક એવા ગામ અને સૂમસામ જગ્યાઓ હોય છે જેને લોકો ફાયદો ઉઠાવે છે અને મુસાફરી કરનાર લોકોને પરેશાન કરે છે. કેટલીકવાર અંધારાની આડમાં લૂંટની ઘટનાઓ પણ બને છે. બચવા માટે એટલું કરો કે કોઈ સૂમસામ જગ્યાએ તમારું વાહન ઉભુ ન રાખો. સાથે જ જો ઉભા રહેવું પડે તો વસ્તી દેખાય ત્યાં જ ઉભા રહો.

English summary
stay safe while driving on highway note these points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X