For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EPFO ભૂલથી પણ ન કરો આવું, નહીં તો PF એકાઉન્ટ ખાલી થઈ જશે

છેલ્લા કેટલાક મહિનામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનો કેટલાક એવા પગલાં લીધા છે, જેનાથી પીએફ ધારકોની સુવિધા વધશે, અને તમને લાભ પણ થશે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક મહિનામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનો કેટલાક એવા પગલાં લીધા છે, જેનાથી પીએફ ધારકોની સુવિધા વધશે, અને તમને લાભ પણ થશે. ઈપીએફઓ કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પોતાના ગ્રાહકોને ઓનલાઈન સુવિધા આપે છે. આ પ્રકારની સુવિધા ઈપીએફ ગ્રાહકોને તેમના ખાતામાં કેટલી રકમ જમા છે, તે જાણવામાં મદદરૂપ થાય છે. એટલું જ નહીં પીએફ ઉપાડ, ટ્રાન્સફર અને વધારાની માહિતી પણ સરળતાથી મળી શકે છે.

આ પણ વાંચો: SBI નવું ATM કાર્ડ, ON-OFF કરવાની સુવિધા, સુરક્ષિત રહેશે તમારા પૈસા

પોતાનો PF નંબર કોઈને ન આપો.

પોતાનો PF નંબર કોઈને ન આપો.

એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઓનલાઈન સુવિધાથી સરળતા જેટલી વધે છે, તેટલું જ જોખમ પણ વધે છે. હેકર્સ સહેલાઈથી તમારો પીએફ નંબર જાણીને તમારા અકાઉન્ટમાં હાથ સાફ કરી શકે છે. એટલે જરૂી છે કે તમે ક્યારેય કોઈ વ્યક્તિને પોતાનો પીએફ નંબર ન આપો. મોટા ભાગના ગ્રાહકોને આ વાતની માહિતી નથી. તમારા જીવનની તમામ બચત સાચવી રાખવા માટે તમારે તમારો પીએફ નંબર કોઈની સાથે શૅર ન કરવો જોઈએ.

મિસ કૉલથી જાણો PFનું બેલેન્સ

મિસ કૉલથી જાણો PFનું બેલેન્સ

તમે તમારા પીએફ ખાતાનું બેલેન્સ મિસ કોલથી પણ જાણી શકો છો. EPFOએ આપેલી માહિતી પ્રમાણે તમે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-229001406 પર મિસ કોલ કરો. અને મેસેજ દ્વારા તમને તમારા અકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે, તેની માહિતી મળી જશે.

ઉલ્લેખનીય છે કે મિસ કોલ કર્યા બાદ તરત જતમને એક મેસેજ આવશે. આ મેસેજ AM-EPFOHO તરફથી આવે છે. EPFO દ્વારા આ મેસેજ મોકલવામાં આવે છે. આ મેસેજમાં તમારા અકાઉન્ટ અંગેની તમામ માહિતીની સાથે તમારું મેમ્બર આઈડી, પીએફ નંબર, નામ, બર્થડેટ, ઈપીએફ બેલેન્સ અને છેલ્લી જમા રકમ સહિતની તમામ માહિતી હોય છે. ધ્યાન રાખો કે જો તમારી કંપની કોઈ પ્રાઈવેટ ટ્રસ્ટ છે, તો તમને તમારું બેલને્સ જોવા નહીં મળે. તમારે તમારી કંપનીમાં આ માટે વાત કરવી પડશે.

એપથી કરો બેલેન્સ ચેક

એપથી કરો બેલેન્સ ચેક

આ ઉપરાંત તમે ઈપીએફઓની એપથી પણ બેલેન્સ ચેક કરી શકો છો. ઈપીએફઓની એમ સેવા એપ તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. બાદમાં મેમ્બર પર ક્લિક રીને બેલેન્સ / પાસબુક સેક્શનમાં જાવ. અહીં તમારે UAN નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે.

શું છે UAN નંબર

શું છે UAN નંબર

તમને જણાવી દઈએ કે UANનું આખું નામ યુનિવર્સલ અકાઉન્ટ નંબર છે. UANની સૌથી વધુ જરૂર એક એમ્પલોયીને પડે છે. ઈપીએફોમાં આવતા તમામ એમ્પલોયીને UAN નંબર મળે છે. તમે તમારો UAN નંબર જાતે પણ જનરેટ કરી શકો છો, અથવા તમે જે કંપનીમાં પહેલીવાર કરી રહ્યા છો, તે કંપની પણ તમને UAN નંબર પ્રોવાઈડ કરી શકે છે. UAN નંબર લાઈફટાઈમ એક જર હે છે. UANની મદદથી કોઈ પણ એમ્પલોયી પોતાના પીએફ અકાઉન્ટનું બેલેન્સ ગમે ત્યાંથી ચેક કરી શકે છે. આ એક ઓનલાઈન પોર્ટલ છે, જ્યાં કોઈ પણ કર્મચારી પોતાનું બેલેન્સ સહેલાઈથી ચેક કરી શકે છે.

English summary
Avoid Doing This Otherwise Your PF Account Will Be Empty
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X