For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્સિસ બેંકે 50 કરતા વધારે મેનેજરોને નોકરીથી કાઢ્યા, જાણો કારણ

એક્સિસ બેંકે પોતાના મીડ લેવલના 50 કરતા પણ વધારે મેનેજરોને નોકરીથી કાઢી મુક્યા છે. ખરેખર બેંક પોતાના નવા કાર્યકારી હેઠળ કોસ્ટ કટિંગ અને વ્યવસાયનું પુનઃગઠન કરવા માંગે છે.

|
Google Oneindia Gujarati News

એક્સિસ બેંકે પોતાના મીડ લેવલના 50 કરતા પણ વધારે મેનેજરોને નોકરીથી કાઢી મુક્યા છે. ખરેખર બેંક પોતાના નવા કાર્યકારી હેઠળ કોસ્ટ કટિંગ અને વ્યવસાયનું પુનઃગઠન કરવા માંગે છે. તેવી સ્થિતિમાં નવા સીઈઓ ઘ્વારા વ્યવસાયની સમીક્ષા કર્યા પછી આ મેનેજરોની જરૂરિયાત ના હતી. પરંતુ બેંકના પુનઃગઠન સંબંધિત બે લોકોએ જણાવ્યું કે કાઢવામાં આવેલા કર્મચારીઓની સાચી સંખ્યાની માહિતી હજુ સુધી નથી મળી શકી.

Axis bank

ઇકોનોમિક્સ ટાઈમ્સ ખબર અનુસાર આ લોકોને જણાવવામાં આવ્યું કે કારોબારમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યાં કેટલાક મધ્યમ સ્તરના લોકોને નવી યોજનાઓમાં જગ્યા નથી મળી શકી. તેમને સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે નોકરી શોધી લો. કાઢવામાં આવેલા લોકોમાં ઘણા એવા લોકો પણ હતા જે વર્ષોથી બેંકમાં કામ કરતા હતા.

આ પણ વાંચો: બાપ રે, આ કંપનીના 54 હજાર કર્મચારીઓ ગુમાવી શકે છે નોકરી

કહેવામાં આવી રહ્યું છે કે બેન્કની પ્રોડક્ટિવિટી અને એબિલિટી વધારવા માટે આ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે આ મામલે કોર્પોરેટ સેન્ટરની કાર્યકારી નિર્દેશક રાજેશ દહિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે બેંક પ્રક્રિયાઓને સારી કરવા અને આખા ઢાંચાને સરળ બનાવવાના ઉદેશ સાથે કામ કરી રહી છે. જયારે કેટલાક કર્મચારીઓએ આ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપ જલ્દી નિવૃત થવાનો વિકલ્પ પણ પસંદ કર્યો છે.

આ પણ વાંચો: SBI એકાઉન્ટ ધારકો માટે 1 મેથી નવી સર્વિસ શરૂ થશે, વ્યાજદરો પર સીધી અસર થશે

English summary
Axis bank asked more than 50 of its managers to leave
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X