For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કે PPFમાંથી શું છે સારુ, કરો સરખામણી

પોસ્ટ ઓફિસ દ્વારા ચાલતી જુદી જુદી યોજનાઓ નાની બચત યોજનાઓના નામથી પણ ઓળખાય છે. કારણ કે યોજનાઓ બેન્ક ડિપોઝિટ કરતા વધુ વળતર આપે છે.

|
Google Oneindia Gujarati News

પોસ્ટ ઓફિસ દ્વારા ચાલતી જુદી જુદી યોજનાઓ નાની બચત યોજનાઓના નામથી પણ ઓળખાય છે. કારણ કે યોજનાઓ બેન્ક ડિપોઝિટ કરતા વધુ વળતર આપે છે. PPF જેવી કેટલીક યોજનાઓ હવે બેન્કમાં પણ મળે છે. આજે અમે તમને જણાવીશું બેન્કમાં બચત કરવા કરતા નાની બચત યોજનાઓમાં રોકાણ કરવાના ફાયદા.

FD vs. PPF

FD vs. PPF

વ્યાજ દરની સરખામણી કરીએ તો દેશમાં સૌથી વધુ લોન આપનાર SBI કરતા નાની બચત યોજનાઓ જ સારી છે. દાખલા તરીકે SBI તમને ફિક્સ ડિપોઝિટના જુદા જુદા સમયગાળામાં 5.75 ટકાથી લઈ 6.75 ટકા સુધીનું વ્યાજ આપે છે, સામે પાંચ વર્ષ સુધી પોસ્ટ ઓફિસમાં ડિપોઝિટ પર 7.4 ટકા સુધું વ્યાજ મળી રહે છે, NSCમાં તમને 7.6 ટકા , સુકન્યા સમૃદ્ધિમાં 8.1 ટકા, કિસાન વિકાસ પત્રમાં 7.3 ટકા વ્યાજ મળે છે.

પોસ્ટઓફિસની યોજનામાં મળે છે વધુ વ્યાજ

પોસ્ટઓફિસની યોજનામાં મળે છે વધુ વ્યાજ

બેન્કની FDની સરખામણીએ પોસ્ટ ઓફિસની કેટલીક યોજનાઓ વધુ લાભદાયક છે. દાખલા તરીકે સાર્વજનિક ભવિષ્ય નિધિ (PPF) પર મળતુ વ્યાજ ટેક્સ ફ્રી છે. તો બીજી તરફ એફડી પર મળતા વ્યાજ પર ટેક્સ ભરવો પડે છે.

ટેક્સમાં છૂટનો લાભ

ટેક્સમાં છૂટનો લાભ

જો કે, બેન્કોમાં કરેલી FD પર પણ સેક્શન 80C અંતર્ગત ટેક્સ બચત સ્કીમ લાગુ પડે છે. પોસ્ટ ઓફિસની PPF, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનામાં પણ આ જ લાભ મળી શકે છે. એટલે સારો વિકલ્પ છે પોસ્ટ ઓફિસની યોજનાઓ. કારણ કે તેમાં વધુ વ્યાજની સાથે ટેક્સ બેનિફિટ પણ મળે છે.

સિનીયર સિટીઝન માટે સારી સ્કીમ

સિનીયર સિટીઝન માટે સારી સ્કીમ

વરિષ્ઠ નાગરિકો માટે પોસ્ટ ઓફિસની સ્કીમ વધુ યોગ્ય છે, કારણ કે બેન્કમાં સિનિયર સિટીઝનને લાભ નથી મળતા. બીજી તરફ વરિષ્ઠ નાગરિક સેવિંગ સ્કીમમાં દર વર્ષે 8.3 ટકાનું વ્યાજ મળે છે. જે 31 માર્ચ, 30 સપ્ટેમ્બર, 31 ડિસેમ્બરની જમા રકમની પહેલી તારીખ પર ગણવામાં આવે છે.

માસિક આવક સ્કીમમાં પણ છે સારુ વળતર

માસિક આવક સ્કીમમાં પણ છે સારુ વળતર

માસિક આવક ઈચ્છતા વરિષ્ઠ નાગરિકો માટે પોસ્ટ ઓફિસમાં માસિક આવક સ્કીમ સારો ઉપાય છે. કારણ કે તેમાં વાર્ષિક 7.3 ટકા વ્યાજ મળે છે. બીજી તરફ બેન્કમાં માસિક વ્યાજ દર ખૂબ જ ઓછા હોય છે.

જાતે જ કરો સાચા ખોટાની પસંદગી

જાતે જ કરો સાચા ખોટાની પસંદગી

જો તમે સર્વિસ અને અન્ય રીતે સરખામણી કરો તો બેન્ક ટેક્નોલોજી સાથે સારી સુવિધા આપે છે. જ્યારે પોસ્ટ ઓફિસમાં કામકાજ વધુ સમય લે છે, પેપરવર્ક પણ વધુ કરવું પડે છે. પરંતુ કહેવત છે કે NO PAIN, NO GAIN. જો તમે મોટી રકમનું રોકાણ કરો છો તો એકાદ ટકાનો ફરક પણ મોટુ નુક્સાન કરી શકે છે.

English summary
Bank Fds Vs Post Office Schemes; Why Post Office Is Better?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X