Bank Holiday List: જૂનમાં 9 દિવસ બેંકો બંધ રહેશે, જરૂરી કામ પતાવી લો
Bank Holiday List: જૂનમાં 9 દિવસ બેંકો બંધ રહેશે, જરૂરી કામ પતાવી લો
મે મહિનો પૂરો થવા જઈ રહ્યો છે. નવા મહિનાની શરૂઆતની સાથે જ બેંકોની રજાની નવી યાદી જાહેર થઈ જશે. જૂન 2021માં જો તમને બેંક જવાની જરૂરત પડે તો તે પહેલા તમારે બેંકની રજાની આખી યાદી જાણી લેવી જોઈએ, જેથી તમારે કોઈપણ પ્રકારની પરેશાની ન ભોગવવી પડે. કોરોનાના વધતા મામલા વચ્ચે જૂનમાં બેંકના ટાઈમિંગમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.

જૂનમાં 9 દિવસ બંધ રહેશે બેંક
જૂન મહિનાની વાત કરીએ તો રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની વેબસાઈટ પર જાહેર બેંકની રજાની યાદી મુજબ 9 દિવસ બેંક બંધ રહેશે. આ યાદીમાં કેટલીક રજાઓ રાજ્યોના હિસાબે તો કેટલીક રજાઓ દેશભરની બેંકો પર લાગૂ પડશે. આ ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારે અને દરેક રવિવારે દેશની બેંકોની રજા રહેશે.
જૂનમાં ક્યારે ક્યારે બંધ રહેશે બેંક
જૂન મહિનામાં બેંકની રજાની શરૂઆત 6 જૂનથી થશે. 6 જૂનના રોજ રવિવારની રજાને કારણે બેંકમાં રજા રહેશે. જ્યારે 12 જૂનના રોજ મહિનાના બીજા શનિવારને કારણે બેંક બંધ રહેશે. જ્યારે 13 જૂનના રોજ રવિવારને કારણે બેંક બંધ રહેશે. આ ઉપરાંત 15 જૂને મિથુન સંક્રાંતિ, જ પર્વના કારણે મિઝોરમ, ભુવનેશ્વરની બેંકો બંધ રહેશે. 20 જૂને રવિવારને કારણે બેંકો બંધ રહેશે. જ્યારે 25 જૂને ગુરુ હરગોવિંદ જીની જયંતિને કારણે જમ્મુ અને શ્રીનગરની બેંકો બંધ રહેશે. આ ઉપરાંત 26 જૂને મહિનાનો ચોથો રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે. જ્યારે 27 જૂને રવિવારને કારણે દેશભરની બેંકો બંધ રહેશે. આ ઉપરાંત 30 જૂને મિઝોરમની બેંકોની રજા રહેશે.












Click it and Unblock the Notifications
